વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા દિવ્યાંગના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી ઘરવખરી બળીને ખાક થઈ જતા તેમણે તંત્ર પાસેથી મદદ માગી હતી.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનમાં બી ટાવરના મકાન નંબર 101માં રહેતા દિવ્યાંગ અજય સોનીના ઘરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ઘરની તમામ વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી.
જે અંગે દિવ્યાંગ અજય સોનીએ જણાવ્યું હતું અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને તેઓના ઘરની તમામ વસ્તુઓ અને ઘરવખરીનો સામાન મળીને ખાક થઈ ગયો છે, ત્યારે તેમણે તંત્ર પાસે મદદ માગી આ નુકસાન ની ભરપાઈ કરવા અને બીજી વખત આવી ઘટના ન બને તેવી માગણી કરી હતી.
દિવ્યાંગ અજય સોની એ આગ લાગવાની હકીકત જણાવતા કહ્યું હતું કે અમે અમારા મકાનને લોક મારી બહાર ગયા અને ત્યાર પછી 10 મિનિટમાં પરત આવતા અમે જોયું અમારી બારીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા. અમે તાત્કાલિક ઉપર આવતા દરવાજો ખોલ્યો અને હિંમત કરી સાઈડ માંથી અંદર જઈ આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે દરમિયાન ઘરનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો. શોર્ટ સર્કિટ થતા એમસીબીની મેન સ્વીચ પડી જવી જોઈએ, પરંતુ એમસીબી ની સ્વીચ પડી ન હતી જેના કારણે આખા ઘરમાં આગ લાગી ગઈ હતી. જો તાત્કાલિક ધોરણે અને આવીને આગ ઓલવવાની કામગીરી ના કરી હોય તો રાંધણ ગેસ નો સિલિન્ડર ફાટતે તો પુરે પૂરી બિલ્ડીંગ ને નુકશાન થયું હોત. જેના કારણે પ્રશાસનને તમે વળતરની માગણી કરી છે સાથે આવી ઘટના ફરી ક્યાંય ના બને એની પણ કાળજી તંત્રએ રાખવી જોઈએ એવી અમારી માંગ છે.
