હજારો અકીદતમંદોની હાજરીમાં જનાઝા અને દફનવિધિ સંપન્ન
વડોદરા:;ખાનકાહે રિફાઇયા ના સજ્જાદા નશીન હઝરત સય્યદ કમાલુદ્દિન મઝહરુલ્લા રિફાઇ સાહેબના પત્ની ફરુક બેગમનું કાલે રાત્રે દુઃખદ અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચાર પ્રસરેતા જ ધાર્મિક તથા સામાજિક વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
આજે બપોરે 3 વાગ્યે ખાનકાહે રિફાઇયા પરથી મરહુમા ફરુક બેગમનો જનાજો શહેરની જુમ્મા મસ્જિદ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં સજ્જાદા નશીન હઝરત સય્યદ કમાલુદ્દિન રિફાઇ સાહેબ દ્વારા જનાઝાની નમાઝ પઢાવવામાં આવી હતી.
જનાઝાની નમાઝમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના વિવિધ વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું અને મરહુમા માટે દુઆ કરવામાં આવી હતી.
ત્યારબાદ સાંજે 5 વાગ્યે ખાનકાહે રિફાઇયા ખાતે ઇસ્લામી રિવાજ મુજબ મરહુમા ફરુક બેગમની દફનવિધિ કરવામાં આવી હતી. ધાર્મિક આગેવાનો, સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં અકીદતમંદોએ અંતિમ વિદાય આપી હતી.
મરહુમા ફરુક બેગમના અવસાનને લઈ ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે ઊંડો શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
ઝિયારત ગુરુવારે સવારે 10:00 વાગે રફાઈ સાહેબની દરગાહ ઉપર રાખવામાં આવી છે