Vadodara

વડોદરા : કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે ઠગાઇ કરવાના ગુનામાં બોગસ સહી કરનાર વૃદ્ધની ધરપકડ

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ અને કલમેશ દેત્રોજા ફરાર,

પોલીસે ત્રીજા વૃદ્ધ આરોપીને વધુ પૂછપરછ કરવા કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યાં

પ્રતિનિધિ વડોદરા તા.21

વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા સાથે જમીન વેચવાના બાહને ઠગાઇ કરીને રૂ. 21 લાખ પડાવવાના ગુનામાં પોલીસે બોગ સહી કરનાર વૃદ્ધની ધરપકડ કરી છે. જ્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના કાર્યકર્તા સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે. વૃદ્ધ આરોપીની વધુ પુછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ માગતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વડોદરા શહેરના સમા વિસ્તારમાં ચેતક બ્રિજ પાસે આવેલી સોમનાથ વિલામાં રહેતા અને વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 3ના કોર્પોટેરટર પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા (ઉં.વ.62) ભાજપના કાર્યકર્તા દિલીપસિંહ ગોહિલ તથા કમલેશ લાલજી દેત્રોજા વર્ષ 2024માં વડોદરાના સુખલીપુરા ગામે આવેલી જમીન પરેચા અમૃતલાલ નરભેરામ (રહે. લખધીરનગર મોરબી) ની છે. કમલેશે જણાવ્યું હતું કે આ મિલકતના માલિક અમૃતલાલ પરેચા છે તેઓ તેમના કાકા થાય છે અને તે મિલકત વેચાણ કરવાના અધિકાર પણ કાકાએ તેમને આપ્યા છે. ઉપરાંત મિલકત રૂ. 1.45 કરોડમાં વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. જેથી કાઉન્સિલરને જમીન પસંદ પડતા રૂ. 21 લાખ કમલેશ દેત્રોજા અને દિલીપ ગોહિલને ચૂકવી દીધા હતા અને બાકીની રકમનો અમૃતલાલના નામનો ચેક આપ્યો હતો.  બંનેએ જણાએ મૂળ માલિક બીમાર પડી જવાના કારણે  દસ્તાવેજ કરવા આવી શકે તેમ નથી. જેથી કાકા સાજા થાય ત્યારે દસ્તાવેજ કરીશુ તેમ કહ્યું હતું. પરંતુ બંને જણાએ વેચાણ દસ્તાવેજ તૈયાર કરી લાવ્યા હતા અને કાઉન્સિલરની તેમના પર સહી લઇ લીધી હતી ત્યારબાદ તેમની ગેરહાજરીમાં મિલકત માલિક અમૃતલાલ નરભેરામ પરેચાના આધારકાર્ડ, પાનકાર્ડ તો રજૂ કર્યા હતા પરંતુ વેચાણ દસ્તાવેજ પર માલિક તરીકે સોઢા જામાજી પંજાબીને લાવી સહી કરાવી હતી. કોર્પોરેટરે દસ્તાવેજ ચેક કરતા આધાર પુરાવા અને ફોટો શંકાસ્પદ લાગ્યા હતા. દસ્તાવેજ પણ ચેક કરી પાનકાર્ડના આધારે ડમી વ્યક્તિ ઉભી કરીને મૂળ માલિકની અમૃતલાલ મકવાણાની ખોટી સહી કરાવી હોવાનું માલૂમ પડ્યું હતુ. કાઉન્સિલર દ્વારા ઠગાઇની ફરિયાદ નોંધાવાતા પોલીસે બીએનએસ કલમ 316 (2), 319 (2),336(2),338,81ની કલમ હેઠળ ગુનો નોંધી  દસ્તાવેજ પર સહી કરનાર સોઢા જામાજી પંજાબી (રહે. આણંદ) ની ધરપકડ કરાઇ હતી. જ્યારે બંને ઠગ કમલેશ લાલજી દેત્રોજા (રહે.અટલાદરા) તથા ભાજપના દિલીપસિંહ ગોહિલ ગણપતસિંહ ગોહિલ (રહે. ન્યુ અલકાપુરી ગોત્રી) વિરુદ્ધ શોધખોળ શરૂ કરાઇ છે. આરોપી સોઢા જામાજી પંજાબીની વધુ પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના મંજુર કર્યા છે. પોલીસ આરોપી પાસેથી મોબાઇલ પણ કબજે કર્યો છે.

– સહી કરવાના બદલામાં મને રૂ. 5 લાખ આપ્યાં

પોલીસ દ્વારા જામાજી પુજાજી સોઢા (રહે. ફતેપુર, દલવાડી ફાર્મની સામે તા. નડીયાદ જિ.ખેડા)ની પુછપરછ કરાતા તેણે જણાવ્યું હતું કે કમલેશ દેત્રોજા તથા દિપીલસિંહ ગોહિલ તેમને 10 વર્ષથી ઓળખે છે. તેમના કાકા કનુભાઇ પટેલની જમીન અમે વાવતા હોય કમલેશ અને કનુ અમારા ઘરે આવે છે પરંતુ દિલીપસિંહને ઓળખતો નથી.  કમલેશ દેત્રોજાએ મને ખોટી સહી કરવા બદલ રૂ. 5 લાખ આપ્યા હતા.

પરાક્રમસિંહ અત્યારે આ જમીનના હકદાર છે કે કેમ ?

છેતરપિંડી મામલે કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાએ કહ્યું, દિલીપસિંહ અને કમલેશ દેત્રોજા બંનેની ઊંડી તપાસ થવી જરૂરી છે. છેલ્લા એક સપ્તાહમાં ઘણા લોકોના આ બન્નેને લઈને મારા પર ફોન આવ્યા છે. આ લોકોએ ઘણા લોકોને છેતર્યા હોય તેવું લાગી રહ્યું છે. અધિકારીની સંડોવણી નહિ પણ વકીલો અને આ લોકોની સંડોવણી આ મામલામાં હોઈ શકે છે. પરંતુ આ તમામની વચ્ચે હવે શહેરમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે, જો નકલી માલિકે સહી કરી અને દસ્તાવેજ થયો તો પરાક્રમસિંહ અત્યારે આ જમીનના હકદાર છે કે કેમ ? જે અધિકારીઓની હાજરીમાં આ દસ્તાવેજ થયો, શું તેમને આધાર પુરાવાની ચકાસણી નહિ કરી હોય ? આ તમામની વચ્ચે હવે આવનાર સમયમાં સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે.

Most Popular

To Top