થોડા સમય પહેલાં કોલસાની ખાણમાં પાણી ભરાઈ જવાના પગલે આપણા દેશમાં કોલસાનું ઉત્પાદન ઓછું થયું હતું. વીજળીનું ઉત્પાદન પણ ઓછું થયું હતું અને કેટલાંક શહેરોમાં વીજકાપ કરાયો હતો. હાલમાં વરસાદ ઓછો થતાં આ જોખમ દૂર થયું છે. જો કે આ માત્ર કામચલાઉ રાહત છે. આપણે આ સમસ્યાના મૂળ કારણોનું સમાધાન કરવું પડશે નહીંતર આ પ્રકારની સમસ્યા આવતી રહેશે. વર્તમાન વીજ સંકટના 3 કારણોના પ્રથમ કારણનું સમાધાન જરૂરી છે.
પ્રથમ કારણ છે કે કોવિડ સંકટ લગભગ દૂર થયો છે જેના કારણે દેશમાં વિજળીની માગ વધી ગઈ છે જેના કારણે આ સંકટ ઉત્પન્ન થયો છે. આ સ્વીકાર્ય નથી કારણ કે એપ્રિલથી સપ્ટેમ્બર 2019ની સરખામણીમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2021માં કોલસાનું ઉત્પાદન 11 ટકા વધુ થયું હતું. આ જ સમયગાળામા દેશનો જીડીપી લગભગ તે જ સ્તર પર રહ્યો હતો. એટલે કોલસાનું ઉત્પાદન વધ્યું હતું અને આર્થિક ગતિવિધિઓ પૂર્વના સ્તર સુધી પહોંચી હતી, આ જ સમયગાળામાં દેશનો જીડીપી લગભગ તે જ સ્તર પર રહ્યો હતો એટલે કોલસાનુ ઉત્પાદન વધ્યુ અને આર્થિક ગતિવિધિઓ પૂર્વના સ્તર પર રહી. એટલે વીજ સંકટ ઘટવું જોઈએ ન કે વધુવું જોઈએ.
બીજું કારણ છે કે કોલસાના ખનનમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં રોકાણ ઓછું થયું છે. વીજ ઉત્પાદકોનું વલણ સોલર અને પવન ઉર્જા તરફ વઘ્યું છે. આ વાત સાચી હોય તો પણ આના કારણે વિજ સંકટ પૈદા થવો જોઈતો ન હતો. કોલસાની ખાણમાં રોકાણમાં જેટલો ઘટાડો થયો છે જો તેટલું જ રોકાણ સોલર અને પવન ઉર્જામાં કરાયું છે તો કોલસાથી બનેલી ઉર્જામાં જેટલો ઘટાડો થયો હતો એટલો જ વધારો સોલર અને પવન ઉર્જામાં થવો જોઈએ. ઉર્જા ક્ષેત્રમાં કુલ નિવેશ ઓછું થયું હોય એવા કોઈ સંકેત મળતા નથી એટલે કોલસામાં રોકાણમાં ઘટાડાને કારણ કહી શકાય નહીં.
હાલમાં જ આવેલા વિજ સંકટનું મૂળ કારણ ગ્લોબલ વૉર્મિંગ દેખાય છે, તેના કારણે વીજ ઉત્પાદન ઘટયું તો બીજી બાજુ વીજની માગ વધી. જેમ કે ઉપર જણાવવામાં આવ્યું છે પૂરના કારણે કોલસાનું ઉત્પાદન ઓછુ થયું હતું. આ પૂર ગ્લોબલ વૉર્મિંગના કારણે વધ્યું હતું એવા સંકેત મળ્યા હતાં. ગ્લોબલ વૉર્મિંગથી ઓછા સમયમાં વધુ માત્રામાં વરસાદ પડે છે જેના કારણે પૂર આવે છે. એટલે આપણે ગ્લોબલ વૉર્મિંગ પર ધ્યાન આપવાની જરૂર છે. ગ્લોબલ વૉર્મિંગના કારણે અમેરિકાના લુસિયાના અને ટેક્સાસ રાજ્યોમાં કેટલાંક તોફાન આવ્યા હતાં. આ રાજ્યોમાં તેલનું ભારે માત્રામાં ઉત્પાદન થાય છે જેનાથી વિશ્વ અર્થતંત્રમાં તેલની અછત થઈ અને કોલસાનો ઉપયોગ વધ્યો. કિંમતો વધી અને આપણા માટે આયાત કરાયેલો કોલસો મોંઘો થયો.
ગ્લોબલ વૉર્મિંગનો ત્રીજો પ્રભાવ ચીનમાં પડયો હતો. ચીનના કેટલાંક ક્ષેત્રોમાં દુકાળ પડયો છે જેના કારણે જળ-વિદ્યુતનું ઉત્પાદન ઓછું થયું છે અને પવનની ઝડપ ઓછી રહેતા પવન ઉર્જાનું ઉત્પાદન ઓછુ થયું. આમ ગ્લોબલ વૉર્મિંગે કોલસા અને વીજળીની ઉપલબ્ધી ઓછી કરી હતી. બીજી બાજુ ગ્લોબલ વૉર્મિંગના કારણે જ ઉર્જાની માગ વધી છે. છેલ્લા કેટલાં વર્ષોમાં યુરોપ અને અન્ય ઠંડા દેશોમાં શિયાળાનો સમય લાંબો થયો છે જેના કરણે ત્યાં ઘરોને ગરમ રાખવા તેલનો વપરાશ વધ્યો છે. આ કારણે વિશ્વમાં તેલ અને કોલસાની કિંમત વધી છે જેનો પ્રભાવ ભારતમાં પણ દેખાય છે.
આપણે પોતાના વપરાશનો 85 ટકા અને 10 ટકા કોલસા આયાત કરીએ છીએ. એમ તો 10 ટકા ઓછું દેખાય છે પણ આયાત કરાયેલા કોલસા મોંઘા થયા બાદ આયાતિત કોલસા પર ચાલતાં ઘરેલુ વીજ સંયત્રોથી વીજ ઉત્પાદન મોંઘુ પડવા લાગ્યું હતું જેને વીજ બોર્ડોએ ખરીદવાથી ઈન્કાર કર્યો હતો. કેટલાંક વીજ સંયંત્ર બંધ થયા હતાં. આવનારા સમયમાં આવી સમસ્યા ફરીથી ઉત્પન્ન ન થાય તે માટે અમે બે પગલાં લેવા પડસે. પ્રથમ દેશમાં ઉર્જાનો વપરાશ ઓછો કરવો પડશે.
આપણી પાસે કોલસાના ભંડાર માત્ર 150 વર્ષો માટે છે અને તેલ માટે આપણને આયાત પર નિર્ભર રહેવું પડે છે એટલે આપણે દેશમાં ઉર્જાની કિંમતને વધારવી જોઈએ અને તે રકમને ઉર્જાના કુશળ ઉપયોગ માટે લગાવવી જોઈએ. જેમ કે સરકાર વીજના ભાવ વધારી કુશળ વીજ મોટરોને લગાવવા સબ્સિડી આપે તો દેશમાં ઉર્જાનો વપરાશ ઓછો થશે પણ ઉદ્યોગપતિઓને નુકસાન નહીં થાય અને આપણી જીડીપી પ્રભાવિત નહીં થાય.
બીજું પગલું સરકારે વીજ કિંમતોમાં તે જ રીતે માસિક પરિવર્તન કરવું પડશે જેમ તેલની કિંમતોમાં દૈનિક ફેરફાર કરાય છે. વર્તમાન વ્યવસ્થામાં વીજ બોર્ડોને ઉત્પાદકો પાસેથી ઈંધણની કિંમત મુજબ ખરીદવી પડે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કોલસા અથવા તેલની કિંમત વધવાથી તેમને મોંઘી વીજળી ખરીદવી પડે છે. પણ ગ્રાહકોને તે જૂની કિંમત પર વીજળી વેચવી પડે છે, આ કારણથી વીજ બોર્ડો સામે સંકટ ઉત્પન્ન થયું છે. તેમને મોંઘી વીજળી ખરીદવી પડે છે અને ગ્રાહકો પાસેથી તેઓ પૂર્વ મુજબ ઓછી કિંમત જ વસુલી શકે છે. એટલે આપણે વ્યવસ્થા કરવી પડશે કે વીજ કિંમતોમાં પણ તેલની જેમ જ ફેરફાર કરવામાં આવે. ત્યારે વીજ બોર્ડો ખરીદીની કિંમત મુજબ ગ્રાહકને મોંઘી અથવા સસ્તી વીજળી આપી શકશે આ પ્રકારે વીજ સંકટ ફરીથી નહીં સર્જાય. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
થોડા સમય પહેલાં કોલસાની ખાણમાં પાણી ભરાઈ જવાના પગલે આપણા દેશમાં કોલસાનું ઉત્પાદન ઓછું થયું હતું. વીજળીનું ઉત્પાદન પણ ઓછું થયું હતું અને કેટલાંક શહેરોમાં વીજકાપ કરાયો હતો. હાલમાં વરસાદ ઓછો થતાં આ જોખમ દૂર થયું છે. જો કે આ માત્ર કામચલાઉ રાહત છે. આપણે આ સમસ્યાના મૂળ કારણોનું સમાધાન કરવું પડશે નહીંતર આ પ્રકારની સમસ્યા આવતી રહેશે. વર્તમાન વીજ સંકટના 3 કારણોના પ્રથમ કારણનું સમાધાન જરૂરી છે.
પ્રથમ કારણ છે કે કોવિડ સંકટ લગભગ દૂર થયો છે જેના કારણે દેશમાં વિજળીની માગ વધી ગઈ છે જેના કારણે આ સંકટ ઉત્પન્ન થયો છે. આ સ્વીકાર્ય નથી કારણ કે એપ્રિલથી સપ્ટેમ્બર 2019ની સરખામણીમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2021માં કોલસાનું ઉત્પાદન 11 ટકા વધુ થયું હતું. આ જ સમયગાળામા દેશનો જીડીપી લગભગ તે જ સ્તર પર રહ્યો હતો. એટલે કોલસાનું ઉત્પાદન વધ્યું હતું અને આર્થિક ગતિવિધિઓ પૂર્વના સ્તર સુધી પહોંચી હતી, આ જ સમયગાળામાં દેશનો જીડીપી લગભગ તે જ સ્તર પર રહ્યો હતો એટલે કોલસાનુ ઉત્પાદન વધ્યુ અને આર્થિક ગતિવિધિઓ પૂર્વના સ્તર પર રહી. એટલે વીજ સંકટ ઘટવું જોઈએ ન કે વધુવું જોઈએ.
બીજું કારણ છે કે કોલસાના ખનનમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં રોકાણ ઓછું થયું છે. વીજ ઉત્પાદકોનું વલણ સોલર અને પવન ઉર્જા તરફ વઘ્યું છે. આ વાત સાચી હોય તો પણ આના કારણે વિજ સંકટ પૈદા થવો જોઈતો ન હતો. કોલસાની ખાણમાં રોકાણમાં જેટલો ઘટાડો થયો છે જો તેટલું જ રોકાણ સોલર અને પવન ઉર્જામાં કરાયું છે તો કોલસાથી બનેલી ઉર્જામાં જેટલો ઘટાડો થયો હતો એટલો જ વધારો સોલર અને પવન ઉર્જામાં થવો જોઈએ. ઉર્જા ક્ષેત્રમાં કુલ નિવેશ ઓછું થયું હોય એવા કોઈ સંકેત મળતા નથી એટલે કોલસામાં રોકાણમાં ઘટાડાને કારણ કહી શકાય નહીં.
હાલમાં જ આવેલા વિજ સંકટનું મૂળ કારણ ગ્લોબલ વૉર્મિંગ દેખાય છે, તેના કારણે વીજ ઉત્પાદન ઘટયું તો બીજી બાજુ વીજની માગ વધી. જેમ કે ઉપર જણાવવામાં આવ્યું છે પૂરના કારણે કોલસાનું ઉત્પાદન ઓછુ થયું હતું. આ પૂર ગ્લોબલ વૉર્મિંગના કારણે વધ્યું હતું એવા સંકેત મળ્યા હતાં. ગ્લોબલ વૉર્મિંગથી ઓછા સમયમાં વધુ માત્રામાં વરસાદ પડે છે જેના કારણે પૂર આવે છે. એટલે આપણે ગ્લોબલ વૉર્મિંગ પર ધ્યાન આપવાની જરૂર છે. ગ્લોબલ વૉર્મિંગના કારણે અમેરિકાના લુસિયાના અને ટેક્સાસ રાજ્યોમાં કેટલાંક તોફાન આવ્યા હતાં. આ રાજ્યોમાં તેલનું ભારે માત્રામાં ઉત્પાદન થાય છે જેનાથી વિશ્વ અર્થતંત્રમાં તેલની અછત થઈ અને કોલસાનો ઉપયોગ વધ્યો. કિંમતો વધી અને આપણા માટે આયાત કરાયેલો કોલસો મોંઘો થયો.
ગ્લોબલ વૉર્મિંગનો ત્રીજો પ્રભાવ ચીનમાં પડયો હતો. ચીનના કેટલાંક ક્ષેત્રોમાં દુકાળ પડયો છે જેના કારણે જળ-વિદ્યુતનું ઉત્પાદન ઓછું થયું છે અને પવનની ઝડપ ઓછી રહેતા પવન ઉર્જાનું ઉત્પાદન ઓછુ થયું. આમ ગ્લોબલ વૉર્મિંગે કોલસા અને વીજળીની ઉપલબ્ધી ઓછી કરી હતી. બીજી બાજુ ગ્લોબલ વૉર્મિંગના કારણે જ ઉર્જાની માગ વધી છે. છેલ્લા કેટલાં વર્ષોમાં યુરોપ અને અન્ય ઠંડા દેશોમાં શિયાળાનો સમય લાંબો થયો છે જેના કરણે ત્યાં ઘરોને ગરમ રાખવા તેલનો વપરાશ વધ્યો છે. આ કારણે વિશ્વમાં તેલ અને કોલસાની કિંમત વધી છે જેનો પ્રભાવ ભારતમાં પણ દેખાય છે.
આપણે પોતાના વપરાશનો 85 ટકા અને 10 ટકા કોલસા આયાત કરીએ છીએ. એમ તો 10 ટકા ઓછું દેખાય છે પણ આયાત કરાયેલા કોલસા મોંઘા થયા બાદ આયાતિત કોલસા પર ચાલતાં ઘરેલુ વીજ સંયત્રોથી વીજ ઉત્પાદન મોંઘુ પડવા લાગ્યું હતું જેને વીજ બોર્ડોએ ખરીદવાથી ઈન્કાર કર્યો હતો. કેટલાંક વીજ સંયંત્ર બંધ થયા હતાં. આવનારા સમયમાં આવી સમસ્યા ફરીથી ઉત્પન્ન ન થાય તે માટે અમે બે પગલાં લેવા પડસે. પ્રથમ દેશમાં ઉર્જાનો વપરાશ ઓછો કરવો પડશે.
આપણી પાસે કોલસાના ભંડાર માત્ર 150 વર્ષો માટે છે અને તેલ માટે આપણને આયાત પર નિર્ભર રહેવું પડે છે એટલે આપણે દેશમાં ઉર્જાની કિંમતને વધારવી જોઈએ અને તે રકમને ઉર્જાના કુશળ ઉપયોગ માટે લગાવવી જોઈએ. જેમ કે સરકાર વીજના ભાવ વધારી કુશળ વીજ મોટરોને લગાવવા સબ્સિડી આપે તો દેશમાં ઉર્જાનો વપરાશ ઓછો થશે પણ ઉદ્યોગપતિઓને નુકસાન નહીં થાય અને આપણી જીડીપી પ્રભાવિત નહીં થાય.
બીજું પગલું સરકારે વીજ કિંમતોમાં તે જ રીતે માસિક પરિવર્તન કરવું પડશે જેમ તેલની કિંમતોમાં દૈનિક ફેરફાર કરાય છે. વર્તમાન વ્યવસ્થામાં વીજ બોર્ડોને ઉત્પાદકો પાસેથી ઈંધણની કિંમત મુજબ ખરીદવી પડે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કોલસા અથવા તેલની કિંમત વધવાથી તેમને મોંઘી વીજળી ખરીદવી પડે છે. પણ ગ્રાહકોને તે જૂની કિંમત પર વીજળી વેચવી પડે છે, આ કારણથી વીજ બોર્ડો સામે સંકટ ઉત્પન્ન થયું છે. તેમને મોંઘી વીજળી ખરીદવી પડે છે અને ગ્રાહકો પાસેથી તેઓ પૂર્વ મુજબ ઓછી કિંમત જ વસુલી શકે છે. એટલે આપણે વ્યવસ્થા કરવી પડશે કે વીજ કિંમતોમાં પણ તેલની જેમ જ ફેરફાર કરવામાં આવે. ત્યારે વીજ બોર્ડો ખરીદીની કિંમત મુજબ ગ્રાહકને મોંઘી અથવા સસ્તી વીજળી આપી શકશે આ પ્રકારે વીજ સંકટ ફરીથી નહીં સર્જાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.