SURAT

કોરોનાની રસીકરણમાં સુરત મનપા માત્ર રાજ્યમાં જ નહી દેશમાં અવ્વલ: શ્રેષ્ઠ પરફોર્મિંગ અવોર્ડ અપાયો

સુરત : કોરોના (corona)ની રસીકરણ (vaccination)માં સુરત (Surat) મનપા (SMC) માત્ર રાજ્યમાં જ નહી દેશમાં અવ્વલ છે, ત્યારે સુરત મનપા અને અમદાવાદ જિલ્લાના તંત્ર દ્વારા વેક્સિનેશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન (best performance) કરાયું હોવાથી આ બંનેને પણ શ્રેષ્ઠ પરફોર્મિંગ અવોર્ડ (award) અપાયો છે. બીજી ઓક્ટોબરના રોજ દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરિમાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે એવોર્ડની ફાળવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરત મનપા તરફથી આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે ઉપસ્થિત રહ્યા હતા.

મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિ નિમિત્તે ન્યુ દિલ્હી ખાતે એક સંસ્થા દ્વારા આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા હેલ્થગીરી એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બેસ્ટ ગવર્મેન્ટ હોસ્પિટલ, બેસ્ટ પ્રાઈવેટ હોસ્પિટલ, બેસ્ટ એન.જી.ઓ., બેસ્ટ કોવિડ રીલેટેડ ઇનોવેશન, બેસ્ટ વેક્સિનેશન ડ્રાઈવ, બેસ્ટ ઓક્સિજન ડીલીવરી ઈનીશીએટીવ વિગેરે જેવી કેટેગરી અંતર્ગત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં “બેસ્ટ વેક્સિનેશન કોમ્બેટીંગ કોવીડ-૧૯” કેટેગરી અંતર્ગત ગુજરાત રાજ્યને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પ્રથમ ક્રમે એવોર્ડ એનાયત કરવા સાથે સાથે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ. પ્રદીપ ઉમરીગરે સુરતને મળેલા બેસ્ટ પરફોર્મિંગ મહાનગરપાલિકા માટેનો અવોર્ડ પણ સ્વીકાર્યો હતો.

આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે ફાર્મા કંપનીઓ સાથે જુલાઈ સુધીના ભાવ નક્કી કર્યા હતા. તે સમય દરમિયાન કોવિશિલ્ડ (Covishield)ની માત્રા 200 રૂપિયા અને કોવેક્સિન (Covaxine) 206 રૂપિયા નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે નવી કિંમતો હેઠળ આ કિંમત 205 અને 215 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, કોવિશિલ્ડ રસીના શીશી (શીશીમાં દસ ડોઝ) પર, સરકારે 50 રૂપિયા વધુ ચૂકવવા પડે છે,  જ્યારે કોવેક્સિનની શીશી પરનો ખર્ચ 180 રૂપિયા (શીશીમાં 20 ડોઝ) સુધી પહોંચી ગયો છે.

હવે સરકારે આ ભાવો પર એક નવો ઓર્ડર મૂકવો પડશે. આરોગ્ય મંત્રાલય તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 16 જુલાઇએ, કેન્દ્ર સરકારે ભારતની સીરમ ઇન્સ્ટિટ્યૂટને કોવિશિલ્ડની રસીના 37.5 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે ભારત બાયોટેકને 28.5 કરોડના ડોઝ માટે ઓર્ડર મળ્યો છે. આ પાછળનું એક મોટું કારણ એ માનવામાં આવે છે કે હાલ સરકારી કેન્દ્રોમાં કુલ રસી પુરવઠાના 75 ટકા જ ડોઝ છે. ભરત બાયોટેકની કોવેક્સિન સ્વદેશી છે, તેમ છતાં તે કોવિશિલ્ડ કરતા મોંઘી છે. 

લાંબા સમય પછી પણ, જ્યાં એક તરફ કોવેક્સિનનું ઉત્પાદન હજી ધીમી ગતિએ ચાલી રહ્યું છે. બીજી તરફ, સરકાર અને સામાન્ય માણસ માટે તેના દરો મોંઘા છે કારણ કે આ દિવસોમાં ખાનગી રસીકરણ કેન્દ્રોમાં પણ તે સૌથી મોંઘી રસી છે.

Most Popular

To Top