National

આવનારો સમય તહેવારોનો છે અને દેશવાસીઓએ કોરોના સામેની લડાઈ પણ યાદ રાખવાનું છે: મોદી

નવી દિલ્હી: તહેવારોની સીઝન પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ રવિવારે દેશવાસીઓને કોવિડ-19 (Covid-19)થી સુરક્ષા માટે સમસ્ત ઉપાયોનું પાલન કરવાનો આગ્રહ કર્યો હતો અને રસીકરણ (Vaccination) ઝુંબેશમાં કોઈ છુટી ન જાય તેની ખાતરી કરવા કહ્યું હતું.

પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ (Man ki baat)માં વડા પ્રધાને કહ્યું હતું કે આવનારો સમય તહેવારોનો છે અને આખો દેશ અસત્ય પર મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ (Shree ram)ના વિજયનો ઉત્સવ ઉજવવાનો છે પણ દેશવાસીઓએ વધુ એક યુદ્ધ વિશે પણ યાદ રાખવાનું છે અને તે છે કોરોના સામેની લડાઈ. તેમણે કહ્યું હતું કે ‘ટીમ ઈન્ડિયા આ લડાઈમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. રસીકરણમાં દેશમાં એવા રેકોર્ડ (vaccination record) બનાવ્યા છે જેની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. દરેકે પોતાનો વારો આવવા પર રસી લગડાવવાની છે અને ધ્યાન રાખવાનું છે કે આ સુરક્ષા ચક્રથી કોઈ છુટી ન જાય.

મોદીએ પોતાના કાર્યક્રમમાં વિશ્વ નદી દિવસ પર ચર્ચા કરતા કહ્યું હતું જે નદીને માતાના રૂપમાં આપણે જાણીએ છીએ, જોઈએ છીએ, જીવીએ છીએ તે નદી પ્રત્યે આસ્થાની ભાવના ઉત્પન્ન થાય છે. તેમણે કહ્યું હતું કે આજકલ મને મળેલી ભેંટોની ઈ-હરાજી ચાલી રહી છે, આનાથી જે આવક થશે તે ‘નમામિ ગંગે અભિયાન’ને જ સમર્પિત કરાશે. તેમણે ઉમેર્યું હતું, નદીઓની સફાઈ અને તેમને પ્રદૂષણથી મુક્ત કરવાનું કામ સૌના પ્રયાસ અને સહયોગથી જ શક્ય છે. તેમણે સાબરમતીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેને જોઈને મન ખુશ થઈ જાય છે.મોદીએ સ્વચ્છતા આંદોલન અંગે કહ્યું હતું આ આન્દોલને દેશને નવા ભારતના સ્વપ્ન સાથે જોડવાનું કામ કર્યુ છે અને તે આપણી ટેવોને બદલવાનો અભિયાન બની રહ્યો છે.

વડા પ્રધાને જન-ધન ખાતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું તેનાથી ગરીબોના હકના પૈસા સીધા તેમના ખાતામાં જમા થઈ રહ્યા છે.મોદીએ કહ્યું હતું પંડિત દીનદયાલ ઉપાધ્યયાના જીવનથી યુવાઓએ પ્રેરણા લેવી જોઈએ અને ક્યારેય હાર ન માનવાની શીખ લેવી જોઈએ.

Most Popular

To Top