SURAT

ગરીબ વિદ્યાર્થીઓને 4500 નું ટેબલેટ 1000 માં આપવાની લાલચ આપી 1.50 કરોડ રૂપિયા ખંખેરી લીધા

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં આવેલી યશ વર્લ્ડ પ્રા.લિમિટેડ કંપનીના માલિકોએ શહેરમાં કોરોના (Corona)માં ઓનલાઈન એજ્યુકેશન (Online education)નો ફાયદો ઉઠાવ્યો હતો. તેમને સરકારી યોજના (Govt scheme) હેઠળ શહેરની 18 જેટલી ટ્યુશન ક્લાસિસ (Classes)ના સંચાલકો પાસેથી ગરીબ વિદ્યાર્થીઓ (Poor student)ને 4500 નું ટેબલેટ 1000 માં આપવાની લાલચ આપી 1.50 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતાં. બાદમાં કંપની બંધ કરી ગાયબ થઈ જતા આ અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

ક્રાઈમ બ્રાંચ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે મણીનગર સોસાયટીમાં રહેતા 44 વર્ષીય નિકુંજભાઈ વશરામભાઈ નાવડિયા ટ્યુશન ક્લાસિસમાં શિક્ષક છે. તેમણે ક્રાઈમ બ્રાંચમાં સાવનભાઈ ઠાકરશીભાઈ ખેની (તે યશ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર રહે. ૩૦૭, ત્રીજા માળે ડાયમંડ વર્લ્ડ ટાવર-એ પ્રિન્સેસ પ્લાઝાની બાજુમાં મિનિ બજાર વરાછા) (રહે. બી-૭ મોહન ગોપાલની વાડી ઉર્મી સોસાયટી બરોડા પ્રિસ્ટેઝ, વરાછા), ઠાકરશીભાઈ અણદાભાઈ ખેની (તે યશ વર્લ્ડ પ્રા.લી. ડિરેક્ટર) તથા અશ્વીનભાઈ બાબુભાઈ વાઘાણી (તે યશ વર્લ્ડ પ્રા.લી.ના ભાગીદાર) ની સામે ફરિયાદ નોંધાવી છે. પિતા-પુત્ર સહિતની ટોળકીએ ઓક્ટોબર 2020 માં મીડિયા મારફતે તેમજ તેમની કંપનીના માણસો મારફતે શહેરમાં આવેલા અલગ અલગ ટ્યુશન ક્લાસિસ, સ્કુલ, કોલેજ તથા સોસાયટીઓમાં ટેબલેટ બાબતે જાહેરાત કરાવી હતી. ઓનલાઈન ઍજ્યુકેશન ચાલતુ હોવાથી સરકારની યોજના હેઠળ 4500 રૂપિયાનું ટેબલેટ માત્ર 1000 રૂપિયામાં વિદ્યાર્થીઓને આપવાની લાલચ આપી હતી.

જે જાહેરાતને પગલે કતારગામ ડભોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના ક્લાસિસના સંચાલક નિકુંજ વશરામ નાવડીયાએ તેમના વિદ્યાર્થીઓના 3844 ટેબલેટનો ઓર્ડર આપ્યો હતો. ખેમરાજ ભાવા પટેલ પાસેથી 3750 ટેબલેટનો ઓર્ડર મેળવી ઍડવાન્ય પેટે પૈસા પડાવ્યા બાદ માત્ર 78 ટેબલેટ મોકલ્યા હતા. બાકીના ટેબલેટ મોકલ્યા નહોતા. અને એડવાન્સ પેટે લીધેલા રૂપિયા 70.70 લાખ પણ પરત આપ્યા નહોતા. આ સિવાય શહેરના અન્ય 18 જેટલા ક્લાસિસના સંચાલકો પાસેથી તેમના વિદ્યાથીઓના ઍડવાસન્સમાં 15 હજાર જેટલા ટેબલેટના ઍડવાન્સ 1.50 કરોડ મેળવી ટેબલેટ નહી આપી છેતરપિંડી કરી હતી. ક્રાઈમ બ્રાંચે ફરિયાદના આધારે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

પિતા-પુત્રએ સ્ટાર્ટઅપના નામે શિક્ષકોનું જ કરી નાખ્યું
સાવન ખેની, તેના પિતા ઠાકરશી ખેની અને અશ્વિન વાઘાણીએ ભાગીદારીમાં વરાછા ખાતે સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્રોટલ પ્રોગ્રામ હેઠળ યશ વર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપની શરુ કરી હતી. અને તેનું ડિપાર્ટમેન્ટલ ફોર પ્રમોટેસન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ટરનલ ટ્રેડ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ ઍન્ડ ઈન્ડસ્ટ્રીઝ ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયામાં તેની નોંધણી કરાવી હતી.

આ રીતે શાળા અને ટ્યૂશનના સંચાલકોને ભોળવતા
માત્ર 1000 રૂપિયામાં ટેબલેટ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈન ઍજ્યુકેશન મેળવવા ખુબ મદદ મળી રહે છે. ગરીબમાં ગરીબ માણસો પણ અમારુ ટેબલેટ ખરીદી શકે છે તેવી લોભામણી જાહેરાતો કરી હતી. સુરત, ગુજરાત રાજય તેમજ ભારત ભરમાંથી મોટા પ્રમાણમાં ઓફલાઈન અને ઓનલાઈન ટેબલેટ વિદ્યાર્થીઓને આપવા માટે વિવિધ શાળા, ક્લાસિસ અને ઍજ્યુકેશન ફીલ્ડ સાથે જાડાયેલા વ્યકિતઓના ટેબલેટનો બુકિંગ કરી તેનું ઍડવાન્સમાં પેમેન્ટ લીયે છે.

Most Popular

To Top