SURAT

સુરત મેટ્રોના રૂટ માટે ગામના ખેતરોમાં પણ લાઇનદોરીની કપાત મુકવામાં આવતાં ખેડૂતોમાં ગણગણાટ

સુરત: સુરત મેટ્રો (Surat metro) રેલના સૂચિત સ્ટેશન (railway station)નું નિર્માણ કરવા માટે હાલમાં ઝડપથી ચાલી રહેલી કામગીરીમાં ખજોદ ગામમાંથી પસાર થતાં મેટ્રો રેલના રૂટ માટે ગામના ચારથી વધુ ખેતરો (farm)માં પણ લાઇનદોરીની કપાત મુકવામાં આવતાં ખેડૂતોમાં ગણગણાટ થયો છે.

આ ખેતરોમાં હાલમાં સોઈલ ટેસ્ટિંગ (soil testing) કરવામાં આવી રહ્યું હોવાથી આ કામગીરી અટકી નહીં પડે તે માટે મ્યુનિ.કમિ.ની આગેવાનીમાં જીએમઆરસી તથા ખેડૂતો અને ખેડૂત આગેવાનો વચ્ચે બેઠક (meeting) યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોએ પોતે માત્ર ખેતી જ કરતાં હોવાથી લાઇનદારોની અસરમાં આવતી જમીન આપવા સામે તેમના પરિવારની આજીવિકા અટવાઈ જતી હોવાની રજૂઆતો કરી હતી. જોકે, સામે મનપાએ જો કપાતની જમીન આપવામાં આવે તો ટીપી સ્કિમમાં લેવામાં આવનાર 40 ટકા જમીનનો લાભ આપી ફાયનલ પ્લોટ નંબર ફા‌ળવી દેવાની તૈયારી બતાવાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, ખજોદમાં લાંબા સમયથી ખોરવાયેલું નિર્માણ કાર્ય હવે ગતિ પકડતા નક્કી રૂટમાં ખાનગી જમીનોમાં સોઇલ ટેસ્ટ સહિત પાઇલિંગની બાકી કામગીરી હાલમાં શરૂ કરી દેવામાં આવી છે. શરૂઆતમાં ખજોદ ગામના ચારથી વધુ ખેતરોમાંથી એલિવેટેડ રૂટની કામગીરી કરવાની મંજૂરી મેળવવામાં જરૂરીયાત ઉભી થવા પામી છે. આ માટે ખજોદના ખેતરોમાં પણ લાઇનદોરીની અસર હોવાથી જમીનના કબજા માટે ખેડૂતો સાથે સુડા કચેરીમાં એક બેઠક બોલાવાઇ હતી. બેઠક અંગે અગ્રણી ખેડૂત પ્રકાશ કોન્ટ્રાક્ટરે કહ્યું કે, શહેરના વિકાસ માટે જમીન આપવા તૈયાર છીએ પણ ખેતી સિવાય કોઇ આવડત ન હોવાથી પરિવારની આજિવિકા અટવાઈ જાય તેમ છે.

પહેલા પાલિકા અધિકારીઓએ મીંઢોળા નદી પાસે વળતર જમીન આપવાની વાત કરી હતી. પરંતુ આ જમીનમાં ધોવાણની સાથે તે ખરાબાની જમીન હોવાથી ત્યાં ખેતી થઈ શકે તેમ નથી. મનપા દ્વારા જો કે, આ વિરોધની સામે ટીપી સ્કીમમાં લેવાતી જમીન પુરી લેવાને બદલે તેનો લાભ આપી ફાઈનલ પ્લોટ ફાળવવાની હૈયાધરપત આપી છે.

Most Popular

To Top