SURAT

પાર્કિંગમાં રમતા ત્રણ વર્ષના બાળકનું કાર અડફેટે મોત નિપજાવનાર BBAનો વિદ્યાર્થી નીકળ્યો

સુરત: શહેરના સિટીલાઇટ (city light) ખાતે સૂર્યપ્રકાશ રેસિડેન્સીના પાર્કિંગ (parking)માં ત્રણ વર્ષના બાળકનું કાર અડફેટે (car accident) મોત થયું હોવાની ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ (cctv footage)ના આધારે કાર ચાલકની ધરપકડ (arrest) કરી છે. કારચાલક બીબીએનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે. ઉમરા પોલીસ પાસેથી ઘટના અંગે મળતી માહિતી મુજબ સિટીલાઈટ ખાતે આવેલી સૂર્યપ્રકાશ રેસિડેન્સીમાં ગત તા.20 ઓગસ્ટે ત્રણ વર્ષના બાળકનું સોસાયટીમાં રમતી વખતે કાર અડફેટે મોત (death) નીપજ્યું હતું.

કારચાલક સોસાયટીનો જ છે કે બહારનો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજમાં એક સફેદ કલરની માઇક્રા કાર શંકાના દાયરામાં આવી હતી. આ માઇક્રા કાર સોસાયટીમાં પ્રવેશીને 50 મીટરનું અંતર 33 સેકન્ડમાં કાપી સોસાયટીમના બીજા ગેટમાંથી બહાર નીકળતી જોવા મળી હતી. કારચાલકને શોધી તેની પૂછપરછ કરતાં તે 20 વર્ષનો જીલ હરેશ વઘાસિયા હોવાનું સામે આવ્યું છે. જીલ અઠવાલાઈન્સ ખાતે આવેલી કોલેજમાં બીબીએનો અભ્યાસ કરે છે. તે સિટીલાઈટ ખાતે વાસ્તુપૂજા એપાર્ટમેન્ટમાં રહે છે. જીલના પિતા જમીન દલાલ છે. જીલ તે દિવસે સુરત મહાનગરપાલિકા દ્વારા ખોદવામાં આવેલા રસ્તાને કારણે ટ્રાફિક જામથી બચવા સોસાયટીમાંથી નીકળ્યો હતો. અને બાળક કારની સાથે ટક્કર લાગતા મોતને ભેટ્યો હતો.

ભાઈ ભાગ પીછે ગાડી આ રહી હૈ…
ઘટનાના દિવસે સંવતની સાથે તેનો મોટો ભાઈ અને અન્ય એક બાળક રમતાં હતાં. સોસાયટીની પાર્કિંગમાં રમતી વખતે સંવતના મોટા ભાઈએ તેને ભાઈ ભાગ પીછે ગાડી આ રહી હૌ કહીને બૂમ પાડી હતી. મોટો ભાઈ અને અન્ય એક બાળક ભાગી ગયા હતા. અને સંવત ભાગે તે પહેલાં ટર્નિંગ ઉપર જ કારચાલકે તેને સાઈડના ભાગથી ટક્કર મારી હતી. જે અંગે કારચાલક પણ અજાણ હતો. આ ઘટના બની ત્યારે વરસાદ પણ પડતો હતો.

જીલનું લર્નિંગ લાઇસન્સ પણ એક વર્ષ પહેલાં એસ્પાયર થયું છે

20 વર્ષીય જીલ અઠવાલાઇન ખાતે આવેલી કોલેજમાં બીબીએમાં અભ્યાસ કરે છે. આ સાથે જ તે સાઇટ પર પોતાનો બિઝનેસ કરી પોતાનો ખર્ચ પોતે ઉપાડે છે. જીલ પાસે લાઇસન્સ નહોતું. છતાં તે કાર ચલાવતો હતો. તેની પાસેથી એક વર્ષ પહેલાં એક્સ્પાયરી થયેલું લર્નિંગ લાઇસન્સ પોલીસને મળી આવ્યું છે.

ઉમરા પોલીસ માટે કસોટીરૂપ બન્યો હતો આ કેસ

ઉમરા પોલીસ પીઆઇ કિરણ મોદી દ્વારા સૂર્યપ્રકાશ રેસિડન્સીનો કેસ કસોટીરૂપ બન્યો હતો. તેમાં સ્થાનિક સીસીટીવી કેમેરા બંધ હતા. દરમિયાન આ કેસમાં પચાસ કરતા વધારે કારચાલકોની પૂછપરછ કરવામાં આવી હતી. આમ પીઆઇ કિરણ મોદીએ આવતાની સાથે જ આ કેસ સોલ કરવા માટે જે રીતે ટેક્નિક વાપરી તેને કારણે સ્થાનિક રહીશોમાં પણ ફફડાટ પ્રસરી ગયો હતો અલબત્ત, જ્યારે પોલીસને જે-તે યુવાન દ્વારા આ અકસ્માત કેવી રીતે થયો તે પૂછપરછમાં કઢાવતાં નાકે દમ આવી ગયો હતો. દરમિયાન યુવાનને પણ ખબર ન હતી કે તેનાથી આ ભૂલ થઇ ગઇ છે. અલબત્ત, ઉમરા પીઆઇ કિરણ મોદીની આવડતને કારણે આખો કેસ ડિટેક્ટ થવા પામ્યો હતો.

Most Popular

To Top