National

મહારાષ્ટ્રના માછીમારની કિસ્મત રાતોરાત બદલાઈ ગઈ: એક જ વારમાં હાથ લાગી કરોડોની માછલી

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)ના પાલઘર (Palghar)માં એક માછીમાર (fisherman)ની કિસ્મત બદલાઈ અને તે એક જ ક્ષણમાં કરોડપતિ (billionair)બની ગયો છે. પાલઘરનો ચંદ્રકાંત તારે પોતાના 7 સાથીઓ સાથે દરિયામાં માછીમારી કરવા ગયો હતો. જ્યારે, આ લોકોએ દરિયામાં જાળ ગોઠવી ત્યારે ‘સી ગોલ્ડ’ (sea gold) નામની દુર્લભ ઘોલ માછલીઓ તેમાં ફસાઈ ગઈ હતી.

ચંદ્રકાંતનું નસીબ એટલું સારું હતું કે, એક-બે નહીં પરંતુ 157 ઘોલ માછલી (Ghol fish)ઓ તેની જાળમાં ફસાઈ ગઈ હતી. આ માછલીઓ 1.33 કરોડમાં વેચવામાં આવી હતી. પાલઘરના મુર્બેમાં માછલીની હરાજી (auction) થઈ હતી. ચંદ્રકાંતના પુત્ર સોમનાથે જણાવ્યું કે, તેમણે દરેક માછલીને લગભગ 85 હજાર રૂપિયામાં વેચી હતી. સોમનાથે કહ્યું કે, તે 7 લોકો હરબા દેવી નામની હોડીમાં વાઘવાન તરફ દરિયામાં 20થી 25 નોટિકલ માઈલ અંદર ગયા હતા. તેમણે 157 ઘોલ માછલીઓ પકડતાં હોડીમાં સવાર લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. કારણ કે, આ તેમના જીવનની સૌથી મોટી કમાણીની સફર બની હતી.

ઘોલ માછલીનું વૈજ્ઞાનિક નામ ‘પ્રોટોનીબીયા ડાયકાન્થસ’ છે. તેને ‘સી ગોલ્ડ’ પણ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ દવાઓ અને સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે થાય છે. થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર જેવા દેશોમાં તેની ભારે માંગ છે. ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાતા દોરા કે જે જાતે ઓગળી જાય છે તે પણ આ માછલીમાંથી બનાવવામાં આવે છે. ચંદ્રકાંતના પુત્ર સોમનાથે વધુમાં જણાવ્યું કે આ માછલીઓના પેટમાં એક પાઉચ છે, જેની ખૂબ માંગ છે. ચંદ્રકાંતનો પુત્ર એ મીડિયાને જાણ કરનાર પ્રથમ વ્યક્તિ છે કે તેના પિતાને આ માછલીઓ મળી છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે આ સોદો હજુ પૂરો થવાનો બાકી છે, તે માત્ર સોદાની વાત છે. સોમનાથે ઘોલ માછલીઓના ઘણા ગુણ પણ ગણાવ્યા છે, વિદેશોમાં પણ તેમની ખૂબ માંગ છે.

જો કે, આ પ્રથમ વખત નથી જ્યારે કોઈ વ્યક્તિ ચોક્કસ માછલીઓના કારણે કરોડપતિ બન્યો હોય. આ પહેલા પણ, વિશ્વભરના ઘણા માછીમારોને ખૂબ જ દુર્લભ માછલીઓ મળી છે, જે બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે વેચવામાં આવી છે. વ્હેલની ઉલટી મળવાથી પણ ઘણા માછીમારો કરોડપતિ બન્યા છે, તે એક અલગ બાબત છે કે લોકોને વ્હેલ ઉલટી મળે તે ખૂબ જ દુર્લભ છે. પરંતુ જ્યારે તેમને મળે છે, ત્યારે તેઓ પણ કરોડપતિ બની જાય છે.

Most Popular

To Top