નવી દિલ્હી: TMC સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં (nushrat jaha become mom)એ પુત્ર (baby boy)ને જન્મ આપ્યો છે. અભિનેતા યશ દાસગુપ્તા અભિનેત્રી (actress)ને હોસ્પિટલ (hospital) લઈ આવ્યા હતા. નુસરત જહાંના આ સમાચાર પછી, ચાહકો સાથે, સેલેબ્સ પણ તેને અભિનંદન આપી રહ્યા છે.
નુસરત જહાંના બાળકની ડિલિવરી (child delivery) પાર્ક સ્ટ્રીટ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં થઈ હતી. બાળકના જન્મ પહેલા અભિનેત્રીએ હોસ્પિટલમાંથી પોતાની એક તસવીર પણ શેર (share photo) કરી હતી. આ પોસ્ટની સાથે તેમણે લોકોને સકારાત્મકતાનો સંદેશ આપ્યો. ફોટોમાં નુસરત મેકઅપ વગર જોવા મળી હતી અને કેપ્શનમાં લખ્યું હતું – ‘વિશ્વાસને ડરથી ઉપર રાખો.’ બાળકના જન્મ બાદ નુસરત જહાં અને તેનો પુત્ર બંને સ્વસ્થ છે. અભિનેતા યશ દાસગુપ્તા હોસ્પિટલમાં અભિનેત્રીની સંભાળ રાખવા માટે હાજર છે. ભૂતકાળમાં, અભિનેત્રીની ગર્ભાવસ્થાને લઈને ઘણો વિવાદ થયો હતો. તેના પતિ નિખિલે કહ્યું હતું કે તેને આ અંગે કોઈ માહિતી નથી, તે તેનાથી અલગ રહે છે.
નુસરત જહાંએ જણાવ્યું હતું કે વર્ષ 2019 માં તુર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે થયેલા તેના લગ્ન અહીં માન્ય નથી. તેણીએ કહ્યું કે તેમનું અલગ થવું ઘણા સમય પહેલા થયું હતું, પરંતુ મેં તેના વિશે વાત કરી નથી કારણ કે હું મારી ખાનગી જિંદગીને મારી પાસે રાખવા માંગતી હતી. જણાવી દઈએ કે નુસરત જહાં વર્ષ 2019 માં પ્રથમ વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. તે લોકસભા ચૂંટણી દરમિયાન ટીએમસીમાં જોડાયા હતા. તેમણે પ્રથમ વખત ચૂંટણી લડી અને મોટી સંખ્યામાં મત મેળવીને જીત્યા. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન “ખિલાડી”, “શોત્રુ”, “ખોકા 420”, “લવ એક્સપ્રેસ” જેવી મહાન ફિલ્મોમાં અભિનય કર્યો છે.
નુસરતે લોકસભાની શપથમાં ખોટી જાણકારી આપી : ભાજપ સાંસદ
અગાઉ સંસદમાં પણ નુસરત જહાં વિવાદી હતા. આ વિવાદ જે પત્રથી ઉદભવ્યો તે લોકસભા સ્પીકરને લખવામાં આવેલા પત્રમાં ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ કહ્યુ કે નુસરત જહાંએ લોકસભામાં શપથ લેવા દરમિયાન પોતાનું પૂરુ નામ નુસરત નૂરી જહાં જૈન જણાવ્યું હતું, જ્યારે તેણે મીડિયાની સામે જે ખુલાસો કર્યો તેનાથી સવાલ ઉઠી રહ્યાં છે કે તેણે લોકસભામાં શપથ લેવા દરમિયાન ખોટી જાણકારી આપી હતી કે કેમ.
પત્રમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આમ તો આ નુસરતનો અંગત મામલો છે. તે ઈચ્છે તેમ પોતાનું જીવન પસાર કરે પરંતુ લોકસભામાં આવી જો તે શપથ લેવા સમયે લગ્ન જેવા ખોટી જાણકારી આપે છે તો ચોક્કસપણે આ એક ગુનો છે અને આ મામલે કાર્યવાહી થવી જોઈએ. ભાજપ સાંસદ સંઘમિત્રા મૌર્યએ આ સાથે નુસરત જહાંના મામલાને એથિક્સ કમિટીની પાસે મોકલવાની માંગ કરી છે.