વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના સંકટ અંગે ચર્ચા કરવા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સર્વપક્ષીય બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં પીએમ મોદીએ વિરોધી પક્ષોને દેશમાં લોકડાઉન વધારવાના સંકેત આપ્યા હતા. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું કે, તેઓ 11 એપ્રિલે ફરીથી તમામ રાજ્યોના સીએમ સાથે વાત કરશે. લોકડાઉન 14 એપ્રિલના રોજ સમાપ્ત થવાનું છે.
કોવિડ -19 ને કારણે દેશમાં અત્યાર સુધીમાં 149 લોકોનાં મોત નીપજ્યાં છે. વડા પ્રધાનની બેઠકમાં કોંગ્રેસ સહિત લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વડા પ્રધાને કોરોના સંકટને પહોંચી વળવા સરકારની કાર્યવાહી અંગે માહિતી આપી અને નેતાઓ પાસેથી અભિપ્રાય માંગ્યો. જોકે કેટલાક નેતાઓએ આંશિક રીતે લોકડાઉન હટાવવાની માંગ પણ કરી છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથ, તેલંગાણાના સીએમ ચંદ્રશેખર રાવ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણે તાળાબંધી વધારવા તાકીદ કરી હતી. માનવામાં આવે છે કે હવે પીએમ મોદી દેશના મુખ્યમંત્રી સાથેની બીજી બેઠક બાદ લોકડાઉન અંગે નિર્ણય લઈ શકે છે.
સર્વપક્ષીય મીટિંગમાં લૉકડાઉન લંબાવવાનો મોદીનો સંકેત
By
Posted on