SURAT

આ ઓક્શન હાઉસની સુવિધાથી ડાયમંડ, જ્વેલરી, જેમ સ્ટોનની ખરીદી અને વેચાણ સરળતાથી થઈ શકશે

સુરત: સુરત (Surat)ના ખજોદમાં એક તરફ ડિસેમ્બરના અંત સુધીમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સ (Biggest diamond auction house)નું નિર્માણ કામ પૂર્ણ થશે. તે પહેલા જીજેઇપીસી (GJEPC) દ્વારા સુરતના વેસુમાં આવેલા ટાઇટેનિયમ સ્કેવરમાં 2200 સ્કવેર ફૂટ જગ્યામાં ભારત (India)નું પ્રથમ ડાયમંડ ઓક્શન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે.

4 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ઓક્શન હાઉસનું લોકાર્પણ 16મી ઓગસ્ટના રોજ જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહના હસ્તે કરવામાં આવશે. આ ઓક્શન હાઉસની સુવિધાથી રફ અને પોલિશ્ડ હીરા, જ્વેલરી, જેમ સ્ટોનની ખરીદી અને વેચાણ સરળતાથી થઈ શકે તેમજ સુરતના નાના હીરાના વેપારીઓ સુરતમાં જ વિદેશી ખાણ કંપનીઓ પાસેથી રફ હીરા ખરીદી શકે તે હેતુથી જીજેઈપીસી દ્વારા સુરતમાં ઓક્શન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે.

જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, ડાયમંડ સિટી સુરતમાં દેશ-વિદેશમાંથી મોટા ઉદ્યોગકારો હીરા-ઝવેરાત વેચવા અને ખરીદવા અવારનવાર આવતા રહેતાં હોય છે, પરંતુ તેઓને પૂરતી સગવડ મળતી નહોતી. મોટા ભાગે બાયર અને સેલરને હોટેલમાં બેસીને વેપાર કરવો પડતો હતો તેમાં જોખમ વધુ રહેતું હતું. જો કે હવે આ ઓક્શન હાઉસની સુવિધાથી કોઇપણ બાયર સેલર રફ કે પોલિશ્ડ ડાયમંડ વેચી શકશે. ડોમેસ્ટિક ટ્રેડર્સ દ્વારા ટેન્ડરિંગ કરવું હશે તો તે પણ થઇ શકશે. વિદેશી માઇનિંગ કંપનીઓ રફ ડાયમંડનું વ્યુવિંગ પણ કરી શકશે. વિદેશી માઇનિંગ કંપનીઓ સુરતના નાના હીરા ઉદ્યોગકારોને રફ વેચી શકે તે માટે આ ઓક્શન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. મોટી કંપનીઓ ઇચ્છાપોર સ્થિત જેમ એન્ડ જ્વેલરી પાર્કના ડાઇટ્રેડ સેન્ટરમાં આવશે જયારે નાની કંપનીઓ ઓક્શન હાઉસનો લાભ ઉઠાવી શકશે.

સુરતના ડાયમંડ ઓક્શન હાઉસમાં આ આધુનિક સુવિધા રાખવામાં આવી

કેન્દ્ર અને રાજ્ય સરકારની મદદથી જીજેઈપીસી દ્વારા તૈયાર કરાયેલા આ ઓક્શન હાઉસમાં કોન્ફરન્સ રૂમ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, નવરત્ન ગેલેરી, સેઈફ ડિપોઝીટ વોલ્ટ, 11 વિવિંગ કેબિન સહીત કુલ 15 કેબિનની સગવગ ઉભી કરવામં આવી છે. તે ઉપરાંત સિક્યોરીટી અને લોકરની સુવિધા પણ આપવામાં આવી છે. ભારતના પ્રથમ ઓક્શન હાઉસનો લાભ સુરતના હીરાના વેપારી, ઝવેરીઓ ઉપરાંત ભાવનગર, સૌરાષ્ટ્રના વેપારીઓને પણ મળશે. વિશ્વનો કોઈ પણ હીરાનો વેપારી અને ઝવેરી આ ઓક્શન હાઉસમાં પોતાની પ્રોડક્ટ વેચી શકશે.

Most Popular

To Top