National

જો આવું થાય તો ઓલિમ્પિક્સમાં મીરાબાઈ ચાનુને મળશે ગોલ્ડ મેડલ

ટોક્યો ઓલિમ્પિક્સ 2020 (Tokyo Olympics 2020)માં વેઇટલિફ્ટિંગ (Weight lifting)માં ગોલ્ડ મેડલ (Gold medal) જીતનાર ચીનની વેઇટલિફ્ટર (Weight lifter) ઝિહુઇ હૌ પાસેથી ગોલ્ડ મેડલ પાછું લઈ શકાય છે. હકીકતમાં, ઝિહુઇની એન્ટિ-ડોપિંગ અધિકારીઓ દ્વારા (doping test) પરીક્ષણ કરવામાં આવશે અને જો તે નિષ્ફળ જાય તો ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ (Mirabai chanu)નું સિલ્વર મેડલ ગોલ્ડમાં ફેરવાઈ જશે. 

“હૌને ટોક્યોમાં રોકાવાનું કહેવામાં આવ્યું છે અને તે આ સમયગાળા દરમિયાન ડોપિંગ કસોટી કરશે,” એમ ન્યૂઝ એજન્સીએ આ ઘટનાક્રમથી પરિચિત સ્ત્રોતને ટાંકીને જણાવ્યું છે. જણાવી દઈએ કે ચાઇનીઝ ખેલાડી ઝિહુઇ હૌ શનિવારે ઓલિમ્પિકના બીજા દિવસે એટલે કે કુલ 210 કિલો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ જીતી હતી અને નવો ઓલિમ્પિક રેકોર્ડ પણ બનાવ્યો હતો. નિયમો વિશે વાત કરતા, તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો કોઈ રમતવીર ડોપિંગ પરીક્ષણમાં નિષ્ફળ જાય છે, તો સિલ્વર જીતેલી રમતવીરને ગોલ્ડ આપવામાં આવશે. મીરાબાઈ ચાનુએ શનિવારે ટોક્યો આંતરરાષ્ટ્રીય મંચ ખાતે મહિલા 49 કિગ્રા વર્ગમાં ભારતનું પ્રથમ ચંદ્રક જીત્યું હતું.

ઝિહુઈએ કુલ 220 કિલો વજન ઉચક્યું હતું
ચાઈનીઝ ખેલાડી ઝિહુઈએ કુલ 220 કિલો વજન ઉંચકીને એક નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. અને તમામ ઇનામ વિતરણ કાર્યક્રમ પણ થઇ ગયો હતો જો કે ફરી તેને રોકવામાં આવી છે, અને તેની ડોપ કસોટી ક્યારે થશે તે અંગે કોઈ માહિતી મળી નથી. બીજી તરફ મીરાબાઈ ચાનુ આજે સાંજે ટોક્યોથી ઘરે પરત આવી રહી છે.

ઝિહુઈએ સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો
ચીનની મહિલા વેઇટલિફ્ટરે ઝિહુઈએ 94 કિલો વજન ઊંચકીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે ક્લિન એન્ડ જર્કમાં તેણે 116 કિલો વજન ઉંચકીને એક નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો છે. મીરાબાઈએ સ્નેચમાં 87 કિલો અને ક્લિન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉઠાવ્યું હતું. મીરાબાઈ તેના છેલ્લા પ્રયાસમાં 117 કિલો વજન વધારવામાં નિષ્ફળ ગઈ હતી. જો કે આ તમામ કેટેગરીમાં જો ડોપ ટેસ્ટ દરમિયાન ચાઈનીઝ ખેલાડીનો ટેસ્ટ યોગ્ય રહેશે તો આ તમામ રેકોર્ડ તેના જ નામે રહેશે.

શું કહે છે નિયમો?
નિયમો કહે છે કે જો રમતવીર ડોપ પરીક્ષણમાં નિષ્ફળ જાય તો રજત ચંદ્રક વિજેતાને સુવર્ણ ચંદ્રક આપવામાં આવશે. મીરાબાઈ ચાનુએ કુલ 202 કિલોગ્રામ વજન ઉપાડ્યું હતું. ઓલિમ્પિક્સમાં વેઇટ લિફ્ટિંગમાં મેડલ જીતનાર કર્ણમ મલ્લેશ્વરી પછી મીરાબાઈ બીજી ભારતીય છે.

Most Popular

To Top