નવી દિલ્હી: બેલ્જિયન (Belgium)ની 18 વર્ષની મહિલા વેઇટલિફ્ટર (woman weightlifter) સ્ટેરક્સ નીના (Nina stercks)એ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 (Tokyo Olympics) ના પ્રથમ દિવસે જ લોકોનું દિલ જીતી લીધું છે. નીનાએ શનિવારે ટોક્યોમાં 49 કિલોગ્રામ ગ્રુપ એ કેટેગરીમાં પ્રવેશ કર્યો હતો. તેમ છતાં તે ચંદ્રક જીતી શકી ન હતો, જો કે દરેક જણ તેના છેલ્લા પ્રયાસમાં જે રીતે તેણે પોતાનો જુસ્સો બતાવ્યો ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે.
2021 ની યુરોપિયન ચેમ્પિયનશિપ દ્વારા ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી નીના ભારતની મીરાબાઈ ચાનુ, ચીનના હૌ જિહુઇ અને ઇન્ડોનેશિયાની એસાહ વિન્ડી કંટિકા સામે હતી. નીનાએ 82 અને 99 કિલોગ્રામ આસાનીથી ઉપાડ્યું અને તે એકંદરે 5મા ક્રમે છે. નીનાના નામે ઘણા વિશ્વ રેકોર્ડ્સ અને ઓલિમ્પિક રેકોર્ડ છે. જો કે, તેણી તેના છેલ્લા પ્રયાસમાં વજન વધારવામાં નિષ્ફળ ગઈ. નીના 101 કિલોગ્રામ વજન ઉંચકી શકી નથી. આ પછી, તેની આંખોમાંથી આંસુ ઉભરી પડ્યા. આ દરમિયાન તેણીએ સહેલાઇથી હાર માની નહીં, પરંતુ તે છેલ્લી વાર સુધી પ્રયાસ કરતી રહી અને છતાં તે વજન વધારવામાં નિષ્ફળ રહી.
મળતી માહિતી મુજબ નીના ડ્રેસિંગ રૂમમાં પણ રડતી જોવા મળી હતી જ્યાં તેનો કોચ અને સપોર્ટ સ્ટાફ તેને દિલાસો આપતો જોવા મળ્યો હતો. આ પ્રતિભાશાળી વેઇટલિફ્ટરનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નીના બેલ્જિયમના યુવાનો માટે એક રોલ મોડેલ બની ગઈ છે. ચાહકોએ નીનાને તેમના નવા પ્રિય એથ્લેટ તરીકે નામ આપ્યું છે, અને પ્રસંશાના પહાડો કર્યા છે, કે આ 18 વર્ષની ખેલાડી તો જુઓ કમાલ કરી રહી છે.
ટૂંકી કારકિર્દીમાં ઘણા લક્ષ્યો હાંસલ કર્યા
18 વર્ષની કારકિર્દીમાં નીનાએ તેના નામે ઘણી સિદ્ધિઓ નોંધાવી છે. આગામી 2024 અને 2028 ના ઓલિમ્પિકમાં નીના તરફથી ઘણી અપેક્ષાઓ રહેશે. 2024 ઓલિમ્પિક્સ પેરિસમાં યોજાવાની છે જ્યારે 2028 ઓલિમ્પિક્સ લોસ એન્જલસમાં યોજાવાની છે. જો ભાગ્ય તરફેણ કરે છે, તો આપણે બ્રિસ્બેન 2032 ઓલિમ્પિકમાં પણ નીનાને જોઈ શકીએ છીએ. નીનાએ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેનથી ટોક્યોમાં મેડલ જીતવાની અપેક્ષા હતી.
હૌ જીહુઇએ જીત્યો ગોલ્ડ
આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ચાઇનાની હૌ જીહુઇએ 210 કિગ્રા (94 કિગ્રા + 116 કિલો) ઊંચકવાના પ્રયત્નોથી જીત મેળવી , જ્યારે ભારતની 26 વર્ષીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ કુલ 202 કિલો (kg 87 કિગ્રા + 115 કિગ્રા) ઊંચકવાનો સફળ પ્રયાસ કર્યો હતો. અને સિલ્વર મેડલ જીત્યો.. ઇન્ડોનેશિયાની આઈસા વિની કન્તીકાએ 194 કિગ્રા (84 કિગ્રા + 110 કિગ્રા) ઊંચકવાના પ્રયત્નોથી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.