National

પેગાસસ વિવાદ: રાજ્યસભામાં TMCના સાંસદે મંત્રીના હાથમાંથી કાગળિયા ઝુંટવી ફાડી નાખ્યા

નવી દિલ્હી: પેગાસસ જાસૂસી (Pegasus spy) વિવાદ અંગે રાજ્યસભા (Rajyasabha)માં તૃણમૂલ (TMC) કૉંગ્રેસના સાંસદે આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળિયા છીનવીને ફાડી નાખ્યા હતા. આ સાંસદ (MP) સામે સરકાર હવે સસ્પેન્શનની દરખાસ્ત લાવનાર છે.

રાજ્યસભામાં કાર્યવાહી દરમ્યાન ભારે ધાંધલ ધમાલ ચાલતી હતી ત્યારે જાસૂસી કાંડ અંગે અશ્વિની નિવેદન આપી રહ્યા હતા તે વખતે શાંતનુ સેને તેમને નિશાન બનાવીને કાગળિયા ફાડી નાખ્યા હતા અને ટુકડા હવામાં ફેંક્યા હતા. મંત્રી થોડીક લાઇન જ વાંચી હતી અને આ ઘટના બનતા તેમણે નિવેદન અટકાવી દેવું પડ્યું હતું અને કહ્યું કે તેઓતેઓ નકલ મેજ પર મૂકી રહ્યા છે. સાંસદ સેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ગૃહમાં તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેમના સાથીદારો દ્વારા બચાવવામાં આવે તે પહેલા શારીરિક હુમલો કરવાની તૈયારીમાં હતા. સેને એમ પણ કહ્યું કે પુરીએ એમને ગાળો દીધી હતી.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર વિપક્ષના કેટલાક સાંસદો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરશે. ટીએમસીના સાંસદના કૃત્ય પછી ગુરુવારે રાજ્યસભામાં શાસક પક્ષના સભ્યો સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, વિપક્ષના કેટલાક સાંસદોએ ગૃહને મુલતવી રાખ્યા પછી પણ મંત્રી સહિત ટ્રેઝરી બેંચના સભ્યો સાથે ‘ગેરવર્તન’ કર્યું હતું. ટીએમસી, કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીના સભ્યો જેમણે પહેલા રાજ્યસભામાં કાર્યવાહીની બે વખત સ્થગિત કરવા ફરજ પાડી હતી. ડેપ્યુટી ચેરમેન હરિવંશે ગૃહની કાર્યવાહીએક દિવસ મુલતવી રાખતા પહેલા સભ્યોને અસંસદીય વર્તનથી દૂર રહેવા જણાવ્યું હતું. હરિવંશે કહ્યું કે, કૃપા કરીને આ અસંસદીય પ્રથાનું પાલન ન કરો. તેમણે ઉમેર્યું કે, બધા સાંસદોએ જે રિપોર્ટ અંગે સાંભળવા માંગે છે તેને હવે ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યો છે અને તેની ચર્ચા કરવામાં આવી શકે છે.

ડેપ્યુટી ચેરમેને જણાવ્યું હતું કે, તમે જે મુદ્દા અંગે ઉશ્કેરાઈ રહ્યા છો તેના પર ચર્ચા કરવા માંગતા નથી…જે લોકશાહીની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે, મંત્રીએ નિવેદન ગૃહના ટેબલ પર મૂક્યું છે અને પૂછ્યું છે કે, શું સાંસદો તેમને આ અંગે કોઇ પ્રશ્નો પૂછવા માંગે છે. પરંતુ, વિપક્ષના સાંસદોએ કથિત જાસૂસી વિવાદ સામે નારા લગાવવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ તરત જ ડેપ્યુટી ચેરમેને ગૃહની કાર્યવાહીને એક દિવસ માટે મુલતવી રાખી હતી.

Most Popular

To Top