National

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસના તાર સુરત સાથે જોડાયેલા : સુરતના તન્વીરની પણ મુંબઈ પોલીસ દ્વારા પૂછપરછ

સુરત: મુંબઈ ક્રાઈમ બ્રાંચ (Mumbai crime branch) દ્વારા મડ આઈલેન્ડમાં રાજ કુંદ્રા (Raj kundra) દ્વારા ચલાવવામાં આવી રહેલા પોર્ન ફિલ્મ મેકિંગ (pornography)નો પર્દાફાશ કરવામાં આવ્યો છે. થોડા મહિના પહેલા સુરત (Surat)માંથી તન્વીર (Tanveer)ને પણ પોર્ન ફિલ્મ મેકિંગના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ ઉચકી ગઈ હતી. આ કેસમાં તન્વીરના રોલની પણ તપાસ (Inquiry) થાય તેવી શક્યતા છે. ઓછા ખર્ચે બનતી પોર્ન ફિલ્મોનો કરોડોનો બિઝનેસ હોય છે.

પોર્ન ફિલ્મોનું ચલણ વર્ષોથી ચાલતું આવ્યું છે. પરંતુ આ પહેલા ક્યારેય પણ મુંબઈ અને સુરત જેવી સિટી પોર્ન ફિલ્મ મેકિંગનું હબ નહોતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈ સહિતની મેટ્રો સિટી પોર્ન ફિલ્મ મેકિંગ માટેનું હબ બની રહ્યું છે. પોર્ન ફિલ્મોની મેકિંગમાં જ્યારે નામચીન વ્યક્તિઓ પડતા હોય ત્યારે તેમાંથી થકી કમાણીનો અંદાજ લગાવી શકાય છે. સુરતમાંથી પકડાયેલો તન્વીર એક પોર્ન ફિલ્મ 12 થી 15 લાખના ખર્ચે બનાવી તેમાંથી 50 લાખથી વધારે કમાણી કરતો હતો.

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા દ્વારા મોટા પાયે પોર્ન ફિલ્મો બનાવી તેને મોબાઈલ એપ્લિકેશન દ્વારા તથા ઓટીટી પર મુકવામાં આવતી હતી. રાજ કુંદ્રા રોજના લાખો રૂપિયા કમાતો હતો. સ્ટ્રગલર યુવક યુવતીઓ પાસેથી સીનની ડિમાન્ડ ઉભી કરાવી આ પ્રકારની ફિલ્મો મુકી તેના માધ્યમથી મહિને કરોડોની કમાણી કરતા હતા. પોર્ન ફિલ્મ મેકિંગમાં સૌથી પહેલા સુરતમાંથી તન્વીર પકડાયો હતો. જેથી તન્વીરના રાજ કુંદ્રા સાથે કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવશે.

આવા કેસોમાં આરોપી સામે આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ વારંવાર કેસ નોંધાય છે. જો કોર્ટ આરોપીને દોષી ઠેરવે છે, તો તેને ઘણા વર્ષો જેલમાં પસાર કરવા પડી શકે છે. પોર્નોગ્રાફી અને અશ્લીલ સામગ્રીને લગતા આપણા બંધારણ પાસે ખૂબ જ કડક કાયદા છે. આવા કેસોમાં આઈટી એક્ટની સાથે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસીની ઘણી કલમો પણ લખાઈ છે. ઇન્ટરનેટના વિકાસ અને આધુનિક તકનીકીના વિકાસ પછી, આઇટી એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો હતો. જેથી આજના સમયમાં આવા કેસોમાં દોષી ઠરેલી વ્યક્તિને કડકથી કડક સજા થઈ શકે. 

Most Popular

To Top