National

પદ મળ્યા બાદ સિદ્ધુ ભાવુક થયા: નહેરુ સાથે પિતાની તસવીર શેર કરી, કહ્યું – પ્રવાસ હજી શરૂ થયો છે

પંજાબ કોંગ્રેસ (Punjab congress) વિવાદને લઈને લાંબા સમયથી મૌન રહેલા નવજોત સિંહ સિદ્ધુ (Navjot sinh siddhu)એ સોશિયલ મીડિયા ટ્વિટર (Twitter) પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે કોંગ્રેસ સાથેના તેમના સંબંધોની એક તસવીર પણ શેર (Photo share) કરી છે જેમાં તેમના પિતા (Siddhu’s father) સરદાર ભગવંતસિંહ જવાહરલાલ નહેરુ (Jawaharlal nehru) સાથે જોવા મળે છે. આ તસવીર સાથે તેમણે કોંગ્રેસ સાથેના તેમના સંબંધો પણ સમજાવ્યા છે.

પંજાબ કોંગ્રેસ હાલ સંઘર્ષના સમયમાંથી પાસ થઇ રહી છે, અને તેમાં પણ ખાસ મુખ્યમંત્રી અને પ્રમુખ પદ જેવા મોટા વિવાદો હાલ હેડલાઈન્સમાં છવાયા હતા, ત્યારે નવજોતસિંહ સિદ્ધુને આખરે પંજાબ પ્રદેશ પ્રમુખ બનાવતા સિદ્ધુ ભાવુક થઇ ગયા હતા, અને પ્રમુખ પદ સંભાળ્યા બાદ પહેલી પ્રતિક્રિયામાં તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે , ‘મારા પિતા દેશની સમૃદ્ધિ, વિશેષાધિકાર અને સ્વતંત્રતા થોડા લોકો માટે નહીં પણ બધા માટે ઇચ્છતા હતા. તેમણે રાજવી પરિવાર છોડી દીધો અને કોંગ્રેસના કાર્યકર તરીકે આઝાદીની લડતમાં જોડાયા. દેશભક્તિના મામલે જ તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.

એક પછી એક અનેક ટ્વીટમાં તેમણે આગળ લખ્યું છે કે, હું આ સપનાને આગળ વધારવા માટે આ સપનાને મજબૂત બનાવવા માટે કામ કરીશ. હું સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જીનો આભારી છું કે તેઓએ મને આ જવાબદારી સોંપી છે. અમે કોંગ્રેસના દરેક સદસ્ય સાથે મળીને કામ કરીશું અને અમારું મિશન પંજાબ (# જીટ્ટેગાપંજાબ) ને જીતાડવાનું છે, અમે લોકોને શક્તિ આપીશું અને કેન્દ્રના 18 એજન્ડા પર કામ કરીશું. મારી મુસાફરી હમણાં તો શરૂ થઈ છે.

મહત્વની વાત એ છે કે આ સમગ્ર ટ્વીટમાં તેમણે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહનો ઉલ્લેખ સુદ્ધા કર્યો નથી. લાંબા સમયથી ચાલતા પંજાબ કોંગ્રેસ વિવાદ હવે મોટા નિર્ણય પર ઉભો છે, શું આ વિવાદ અટકશે કે આગળ વધશે, તેનો જવાબ ફક્ત સમયની સાથે છે, પરંતુ આ સમયે પંજાબમાં કોંગ્રેસની ઉથલ-પાથલ નબળી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

આ પંજાબમાં કોંગ્રેસના પ્રમુખ પદ સંભાળ્યા બાદ પહેલી પ્રતિક્રિયા આપવામાં આવી છે. લાંબા સમય સુધી તે મૌન હતા અને મીડિયાથી દૂર ચાલતા હતા. રાષ્ટ્રપતિ પદને લઈને તેમનું નામ જાહેર થયા પછી પણ તેઓ લાંબા સમય સુધી મૌન રહ્યા હતા.

Most Popular

To Top