SURAT

સુરતમાં હીરાની ચમક પાછી આવી: જ્વેલરીની માંગ વધતા મંદીમાં સરી પડેલા હીરા ઉદ્યોગમાં તેજી

સુરત: દુનિયાના તમામ દેશોને હંફાવી રહેલા કોરોના (Corona)ની ચપેટમાંથી અનેક દેશો બહાર આવી ગયા છે અને વેપાર ઉદ્યોગ (Industry)માં પણ સારો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેર (First wave) સમયે મંદીમાં સરી પડેલા હીરા ઉદ્યોગ (Diamond Industry) માં હાલ તેજી જોવા મળી રહી છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન હીરા-ઝવેરાતના એક્સપોર્ટ (Jewelry export)માં 8.46 ટકા વધારો થયો છે. એપ્રિલ-જૂન 2021માં 67265.66 કરોડની નિકાસ થઈ છે, જે વર્ષ-2019 દરમિયાન 62018.48 કરોડ રહી હતી.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલનાં સૂત્રોએ જણાવ્યા મુજબ જૂન-2021માં હીરા તથા ઝવેરાતની નિકાસ 4.83 ટકા વધી 210851.28 કરોડ રહી હતી. જે જૂન-2019માં 19891.10 કરોડ રહી હતી. જૂન-2021માં કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં 24.46 ટકાનો વધારો નોંધાયો છે. જૂન-2019ની 11660.29 કરોડની સરખામણીએ જૂન-2021માં 14512.11 કરોડની નિકાસ નોંધાઈ છે. એપ્રિલથી જૂન-2021ના સમયગાળામાં કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં કુલ 26.45 ટકા વધી 45741.52 કરોડ નોંધાઈ છે, જે એપ્રિલથી જૂન-2019માં 36173.89 કરોડ હતી. જો કે, ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં પણ 34.26 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જૂન-2021માં ગોલ્ડ જ્વેલરીની નિકાસ 34.26 ટકાના ઘટાડા સાથે 4185.10 કરોડ નોંધાઈ છે, જે જૂન-2019માં 6366.09 કરોડ હતી. એપ્રિલ 2021થી જૂન-2021 દરમિયાન ગોલ્ડ જ્વેલરીની નિકાસ 35.93 ટકા ઘટી 12781.31 કરોડ રહી છે, જે એપ્રિલથી જૂન 2019 દરમિયાન 19947.59 કરોડ હતી. પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસ પણ આ સમયગાળામાં 69.55 ટકા ઘટીને 4608.91 કરોડ રહી છે, જે આ જ સમયગાળામાં 2019માં 15136.70 કરોડ રહી હતી. જીજેઈપીસીના પ્રમુખ કોલીન શાહે કહ્યું કે, યુએસએમાં ઝવેરાતની વધેલી માંગના પગલે કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ છે. ઉપરાંત કાઉન્સિલ દ્વારા આયોજિત વર્ચ્યુઅલ બાયર સેલર મીટમાં પણ જ્વેલર્સને મોટાપાયે ઓર્ડર મળ્યા હતા.

વર્ષ પ્રમાણે વધારો અને ઘટાડો

કોમોડિટી એપ્રિલ-જૂન 2019 એપ્રિલ-જૂન 2020 એપ્રિલ-જૂન 2021 વધારો અને ઘટાડો
કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ 5203.44 1801.68 6261.85 20.34
પોલ. લેબગ્રોન સિન્થે. ડાયમંડ 86.36 38.99 261.05 202.29
કલર્ડ જેમસ્ટોન 85.61 16.17 60.70 –29.1
પોલ.સિન્થેટિક સ્ટોન 0.03 0.03 0.17 463.91
પ્લેન ગોલ્ડ જ્વેલરી 2177.52 57.89 624.32 –71.33
સ્ટડેડ ગોલ્ડ જ્વેલરી 691.70 114.19 1109.87 60.46
સિલ્વર જ્વેલરી 246.00 322.61 627.42 155.05
પ્લેટિનિયમ જ્વેલરી 2.02 0.48 4.53 124.28
ઈમિટેશન જ્વેલરી 3.57 1.68 8.74 145.17
આર્ટિકલ્સ ઓફ ગોલ્ડ 73.81 55.63 9.29 –87.41
સિલ્વર એન્ડ અધર્સ 350.78 95.23 214.44 –38.87
ગ્રોસ એક્સપોર્ટસ 8920.83 2504.58 9182.38 2.93

Most Popular

To Top