SURAT

હવે સુરતીઓને 6 કિ.મી નો રાઉન્ડ ઓછો થશે : પાલ-ઉમરા બ્રિજનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લાકોર્પણ

સુરત શહેર (Bridge city Surat)માં તાપી નદી (Holi river tapi) પરનો વધુ એક પાલ-ઉમરા બ્રિજ (Pal-umra bridge)નું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani)ના હસ્તે લાકોર્પણ કરવામાં આવશે.

પાલથી ઉમરા જવા માટે અગાઉ છ કિ.મી.નો ચકરાવો લેવો પડતો હતો. તે હવે લેવો પડશે નહીં આમ તો આ બ્રિજ બનાવવાનો નિર્ણય સને 2014માં લેવામાં આવ્યો હતો પરંતુ બાદમાં જમીન સંપાદનના મામલે વિલંબ થતાં આ બ્રિજનું કામ 30 મહિના સુધી બંધ રહ્યું હતું. પરંતુ આખરે આ બ્રિજ તૈયાર થઈ ગયો છે અને બ્રિજ ખુલ્લો મુકાતાં જ પાલ અને ઉમરા વિસ્તારની 8 લાખ વસતીને ફાયદો થશે. વર્ષ 2006માં સુરત શહેરનું હદ વિસ્તરણ થતા સુડાના નદી પારના પાલ વિસ્તારનો શહેરી હદમાં સમાવેશ કરાયો હતો. જેથી પાલને નદી પાર ઉમરા સહિતના વિસ્તારો સાથે સાંકળી શકાય તે માટે તેમજ અન્ય નવા વિસ્તારોને એકબીજા સાથે નદી પાર જોડવા માટે મનપાની સામાન્ય સભામાં જુદા જુદા 5 લોકેશનો ૫૨ બ્રિજ બનાવવા માટે ક્રમાનુસા૨ પ્રાયોરિટી નક્કી કરી બ્રિજ બનાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં અગ્રિમતામાં પાંચમાં ક્રમે ઉમરા ગામથી પાલગામને જોડતો રિવર બ્રિજ સૂચવાયો હતો.

BRTSની કનેક્ટિવિટી પણ પૂર્ણ થઈ

બીઆરટીએસ ફેઝ-2 ના રૂટમાં પાલ-ઉમરા બ્રિજને કારણે રિંગ બની શકતી ન હતી. આ બ્રિજના નિર્માણથી ભાઠા-ઈચ્છાપોર અને હજીરા જેવા વિસ્તારોને પણ વિકાસની નવી ગતિ પ્રાપ્ત થશે. પાલ-પાલનપોર તથા આ વિસ્તા૨ના લોકોને શહેરના વાણિજય તેમજ શૈક્ષણિક કેન્દ્ર સમાન અઠવા લાઈન્સ તેમજ પીપલોદ વિસ્તારથી વધુ નજીક આવશે. આ વિસ્તાર સાથેનું અંતર ઘટતા લોકોને ઘણો લાભ થશે.

મહત્વની વાત છે કે કમિ. બંછાનિધી પાનીની મક્કમતાને કારણે પાલ-ઉમરા બ્રિજમાં જેમની જમીન સંપાદનમાં જતી હતી તેવા અસરગ્રસ્તો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ વાંધાને કારણે બ્રિજની કામગીરી 30 મહિના સુધી બંધ થઈ ગઈ હતી. મનપા દ્વારા અનેક વિકલ્પો આપવામાં આવ્યાં પરંતુ અસરગ્રસ્તો માનવા માટે તૈયાર નહોતી. મામલો હાઈકોર્ટમાં પણ પહોંચી ગયો પરંતુ ઉકેલ આવતો નહતો. આખરે મ્યુનિ.કમિ. બંછાનિધી પાની દ્વારા મક્કમતા બતાવવામાં આવી. જો જમીન સંપાદનમાં આપવામાં નહી આવે તો ફરજિયાત સંપાદન કરવા માટેનો પણ ઠરાવ કરવામાં આવ્યો.

હવે સુરતીઓને 6 કિ.મી નો રાઉન્ડ ઓછો થશે, અન્ય બ્રિજ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે

પાલ વિસ્તારના સુરતીઓને ડુમસ– પીપલોદ વિસ્તા૨માં અવરજવરની સાથે ફરવા જવા માટેની પણ સરળતા ઊભી થશે. એરપોર્ટ જેવી મહત્વની જગ્યા પણ વધુ નજીક આવશે. આ બ્રિજ ટ્રાફીકની અવર જવર માટે 2 અપ અને 2 ડાઉન એમ કુલ 4 લેનની ક્ષમતા ધરાવે છે. જેથી આ બ્રિજને સમાંત૨ તાપી નદી ૫૨ નજીકમાં આવેલા સરદાર બ્રિજ તથા કેબલ સ્ટેઈડ બ્રિજના ટ્રાફિકમાં પણ ઘણે-અંશે ઘટાડો થશે. આ બ્રિજ બનવાથી નજીક ૨હેતા વિસ્તારનાં લોકોનો 6 કિ.મી નો રાઉન્ડ ઓછો થશે અને સમય બચશે.

Most Popular

To Top