Dakshin Gujarat Main

ટ્રાવેલ બેગમાં હાથ-પગ હત્યાનો ભેદ ઉકેલાયો : મૃતદેહ બાંગ્લાદેશના યુવકનો હોવાનો ચોંકાવનારો ખુલાસો

અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshvar)ના અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી 3 ટ્રાવેલ બેગ (Travel bag)માં હત્યા (Murder) બાદ કાપી નાખેલા હાથ-પગ અને ધડ 2 દિવસ પહેલાં મળી આવવાના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં ભરૂચ LCB ને મોટી સફળતા મળી છે. લાશ (Death body)ના ટુકડા મૂળ બાંગ્લાદેશી અને ભારતમાં વર્ષોથી રહેતા અકબરના હતા. સમગ્ર હત્યા પાછળ બાંગ્લાદેશી ઘૂસણખોરી અને તેના પાછળ વારંવાર થતું બ્લેકમેઇલિંગ (Black mailing) બહાર આવ્યું છે. પોલીસે હત્યાને અંજામ આપનાર બાંગ્લાદેશી મહિલા સહિત 2 બાંગ્લાદેશીઓ અને રિક્ષાચાલકની ધરપકડ કરી છે.

ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પાસે અવારનવાર પોલીસમાં પકડાઈ દેવાની ધમકીઓ આપી નાણાં પડાવતાં બાંગ્લાદેશીથી છૂટકારો મેળવવા આ ઘાતકી હત્યાને અંજામ અપાયો હતો. તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી અંગો કાપી અલગ અલગ ટુકડા કરી થેલામાં ભરી અવાવરૂ જગ્યાએ નાંખી અનડિટેક્ટ ડેડ બોડીનો ગણતરીના કલાકોમાં ઓળખ કરી મર્ડર કરનાર 4 આરોપી પૈકી 3 બાંગ્લાદેશીને ખૂન કરવા વપરાયેલી રિક્ષા સાથે ઝડપી પાડી ગુનો શોધી કઢાયો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાએ DySp ચિરાગ દેસાઈ, LCB, SOG, પેરોલ ફર્લો તથા સ્થાનિક પોલીસને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપતાં અલગ અલગ ટીમો બનાવાઈ હતી. હ્યુમન ઈન્ટેલિજન્ટ અને ટેક્નિકલ સર્વેલન્સ તથા CCTV સર્વેલન્સ આધારે એલ.સી.બી. ટીમ દ્વારા ગુનામાં વપરાયેલ રિક્ષાની ઓળખ કરી રિક્ષા જે વિસ્તારની હોય ત્યાં વોચ કરી 4 આરોપીને હસ્તગત કરાયા છે. જેઓ પાસેથી 8 મોબાઈલ, હત્યામાં લાશના ટુકડાનો નિકાલ કરાયેલી રિક્ષા કબજે કરાઈ છે.

હત્યામાં 3 બાંગ્લાદેશી અને મૂળ UPના રિક્ષાચાલકની સંડોવણી

– લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા (ઉં.વ. 37) (રહે., હાલ-૧૯૩ મંગલદીપ સોસાયટી, મીરાનગર રાજપીપળા રોડ, અંકલેશ્વર)
– મુફીસ મોહંમદ મુલ્લા (ઉં.વ.34) (રહે., હાલ- બાપુનગર, રાજપીપળા રોડ, અંક્લેશ્વર)
– અજોમ સમસુ શેખ (ઉં.વ.55) (રહે.,હાલ- લાલબજાર કોઠી, વડાપડા રોડ, અલ્લારખાના મકાનમાં-ભરૂચ તથા ગોયા બજાર અંક્લેશ્વર, ત્રણેય મૂળ બાંગ્લાદેશી)
– નૌસાદ ઇદ્રીશ ખાન (ઉ.વ.49) (રિક્ષા ડ્રાઇવર) (હાલ રહે.,અંકલેશ્વર બાપુનગર વોટર પ્લાન્ટ પાસે ભાડેથી, તા.અંકલેશ્વર, મૂળ રહે., જમુઆ, બેલથરા રોડ, જિ.બલીયા, U.P)

Most Popular

To Top