National

બંગાળ: કોંગ્રેસને મોટો ઝટકો, પ્રણવ મુખર્જીના પુત્ર અભિજિત મુખર્જી TMCમાં જોડાયા

પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જી (Pranav mukharji)ના પુત્ર અભિજિત મુખર્જી (Abhijit mukhraji)એ સોમવારે કોંગ્રેસ (Congress)ને મોટો ઝટકો આપતા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાવાનો મહત્વનો નિર્ણય લીધો હતો. કોલકાતાના તૃણમૂલ ભવનમાં આયોજિત એક કાર્યક્રમ પ્રસંગે તેમણે પાર્ટીનું સભ્યપદ (Party membership) લીધુ હતું. 

આ દરમિયાન લોકસભામાં ટીએમસી નેતા સુદીપ બંદ્યોપધ્યાય અને ટીએમસીના રાજ્ય મહામંત્રી અને મંત્રી પાર્થ ચેટર્જી હાજર રહ્યા હતા. ટીએમસીમાં સામેલ થયા પછી અભિજિતે કહ્યું કે મમતા બેનર્જીએ જે રીતે ભાજપના તાજેતરના કોમી લહેરને અટકાવ્યું છે, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે અન્ય લોકોના ટેકાથી દેશભરમાં તેમ જ કરી શકશે. તેમણે કહ્યું કે હવે મારી પાસે બંગાળમાં ભાજપ વિરુદ્ધ લડવા માટે કોઈ પોસ્ટ નથી અને મને તરત જ કંઈપણ મળવાનું નથી.

જણાવી દઈએ કે 9 જૂને અભિજિત મુખર્જીએ ટીએમસીના જિલ્લા પ્રમુખ અને જાંગીપુરના સાંસદ સહિતના ઘણા નેતાઓને જાંગીપુર સ્થિત તેમના નિવાસ સ્થાને બોલાવ્યા હતા. આ બેઠકમાં ટીએમસીના સાંસદ ખલીલુર રહેમાન, જિલ્લા પ્રમુખ અબુ તાહિર, ધારાસભ્ય ઇમાની બિસ્વાસ, બે મંત્રીઓ અખરુઝમાન અને સબિના યાસ્મિન સહિત ઘણા લોકો હાજર હતા. આ પછી જ મુખર્જીની ટીએમસીમાં જોડાવાની અટકળો તીવ્ર બની હતી.

પિતાની બેઠક પરથી બે વાર રહી ચુકેલા સાંસદ
અભિજિત મુખર્જીની રાજકીય કારકીર્દિની વાત કરતા, તેઓ રાજકારણમાં જોડાવા પહેલા સરકારી નોકરી કરતા હતા. પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિ બન્યા બાદ જંગીપુર લોકસભા બેઠક ખાલી પડી હતી. 2012 માં, અભિજીત અહીંથી કોંગ્રેસની ટિકિટ પર સાંસદ બન્યા હતા, પ્રથમ વખત પેટા-ચૂંટણીમાં જીત્યા હતા. 2014 ની લોકસભાની ચૂંટણીમાં તે ફરીથી આ બેઠક બચાવવામાં સફળ રહ્યા. જોકે, 2019 ની સામાન્ય ચૂંટણીમાં તે જાંગીપુરથી હાર્યા હતા. 2004 અને 2009 માં તેમના પિતા પ્રણવ મુખર્જી આ બેઠક પરથી જીત્યા હતા.

સૂત્રો મુજબ અભિજિત મુખર્જીએ બંગાળની જંગપીપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર 2012 અને 2014 ની ચૂંટણી જીતી હતી. વર્ષ 2019માં પણ કોંગ્રેસે તેમને આ જ બેઠક પરથી ટિકિટ આપી હતી પરંતુ તેમને સફળતા મળી નથી. માટે આ પગલું ભર્યું છે, જોકે, અભિજિત મુખર્જીએ કહ્યું હતું કે આ લોકો મારા પિતાના સારા મિત્રો છે અને તેમના નિવાસસ્થાને વારંવાર આવ્યા હતા. જણાવી દઈએ કે અભિજીત મુખર્જી જંગીપુરથી સાંસદ રહી ચૂક્યા છે અને મમતા બેનર્જી સાથે તેમનો ખૂબ સારો સંબંધ હોવાનું કહેવાય છે.

Most Popular

To Top