National

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ પીએમ મોદીને 2,600 કિલો કેરી મોકલી

કેરી માત્ર ફળોનો રાજા (Mango king of fruits) જ નથી, પરંતુ કડવી વાસ્તવિકતાઓ અને ઉગ્ર વિવાદોનું સ્ટેજ રહેલું રાજકારણ (Politics) પણ તેનાથી છૂટું રહી શક્યું નહીં. કદાચ આ જ કારણ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM benarji)એ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM modi)ને કેરી મોકલી હતી.

આજે બાંગ્લાદેશની પીએમ શેખ હસીના (PM Shaikh)એ મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદી બંનેને સમાન ભેટ (Gift) આપી છે. શેખ હસીનાએ રવિવારે બંને નેતાઓને 2,600 કિલો કેરી મોકલી હતી. ત્યારે ફરી આ ‘કેરી રાજદ્વારી’ (mango diplomacy) ચર્ચામાં આવી છે, જો કે આ વખતે આ કેરી મેળવનાર બન્ને નેતાઓ સામસામે છે, એ પણ આ ચર્ચાનો વિષય બન્યો છે. જો કે રાજનીતિમાં આવા વ્યવહારોને મુખ્યત્વે સન્ધિનું પ્રતિક પણ માનવામાં આવ્યા છે, ત્યારે આ કેરી ક્યાં પ્રતિકના રૂપમાં ઉપસી આવે છે તે પણ જોવું રહ્યું.

રંપુર વિસ્તારમાં ઉદ્ભવતા હરિભંગા જાતની આ કેરીઓ બેનાપોલ ચોકી દ્વારા સરહદ પાર લાવવામાં આવી હતી. રવિવારે બપોરે બાંગ્લાદેશથી આ ટ્રકો 260 બોક્સમાં રાજકીય કેરી લાવવામાં આવી હતી. આ દરમિયાન બોર્ડર પર ઘણા બાંગ્લાદેશી અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેનાપોલ કસ્ટમ્સ હાઉસના ડેપ્યુટી કમિશનર અનુપમ ચકનાએ બાંગ્લાદેશી મીડિયાને જણાવ્યું હતું કે આ કેરી બંને દેશો વચ્ચે સંવાદિતાનું પ્રતિક છે.

અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પણ મોકલવા માંગે છે આ રાજકીય કેરી
કોલકાતામાં બાંગ્લાદેશના નાયબ હાઈ કમિશનના પ્રથમ સચિવ મોહમ્મદ સમીએલ કડર દ્વારા કેરી મેળવી હતી. તેમને અહીંથી મોદી અને મમતાને મોકલવાના હતા. બાંગ્લાદેશી મીડિયાના જણાવ્યા અનુસાર, માત્ર મમતા જ નહીં, હસીના આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાની ઉત્તર-પૂર્વી રાજ્યોમાં પણ આ રાજકીય કેરીઓ મોકલવા માંગે છે, જેની સરહદ બાંગ્લાદેશની છે.

મમતાએ પણ મોકલી હતી કેરી
અગાઉ આ ‘કેરી રાજદ્વારી’ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે મમતા બેનર્જીએ કેરીની જાતો હિંસસાગર, માલદા અને લક્ષ્મણભોગ પીએમ મોદીને મોકલી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહને પણ કેરી મોકલવામાં આવી હતી. મમતાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને પણ કેરીના બોક્સ મોકલ્યા હતા.

મહત્વની વાત છે કે એક તરફ કેરીની સીઝન પૂર્ણવિરામને આરે છે ત્યારે રાજકારણમાં જાણે કેરીનીની નવી સીઝન શરૂ થઇ છે, ત્યારે આ કેરી ભારત-બાંગ્લાદેશ માટે કેવા સ્વાદ લાવશે તે પણ જોવું રહ્યું..

Most Popular

To Top