સુરત: કોરોના (Corona) સંક્રમણની બીજી લહેર (Second wave)માં પેસેન્જરો ઓછી સંખ્યામાં મળતા (Lack of passenger) સ્પાઇસ જેટ (Spice jet) એરલાઇન્સે સુરત એરપોર્ટ (Surat airport)થી તમામ ઓપરેશન બંધ કર્યા હતા.
પછી મેટ્રો સિટી અને સુરત શહેરમાં કોરોના રિકવરીનો રેશિયો 90થી 97 ટકા પર પહોંચતા સ્પાઇસ જેટની હરીફ કંપની ઇન્ડિગો એરલાઇન્સે એક પછી એક નવા સ્ટેશન સુરતથી ઓપન કરતા સ્પાઇસ જેટે સુરત એરપોર્ટથી ફરી એર કનેક્ટિવિટિ શરૂ કરવાની જાહેરાત કરી છે.આ જાહેરાત મુજબ સ્પાઇસ જેટ સુરતથી એક સાથે પાંચ શહેરોને જોડતી ફ્લાઇટ શરૂ કરવા જઇ રહી છે. એટલેકે સુરતથી જયપુર, પૂણે, હૈદ્રાબાદ, બેંગ્લૂરૂ અને જબલપુર મળી એક સાથે પાંચ ફ્લાઇટ શરૂ થશે.
સુત્રોના જણાવ્યા મુજબ જયપુરની ડેઇલી સહિતની આ તમામ ફ્લાઇટસ તા. 16 અને 17મીં જુલાઇથી શરૂ થશે. પૂણે અને હૈદ્રાબાદ માટે સપ્તાહમાં ચાર દિવસ જ્યારે બેંગ્લુરૂ અને જબલપુર માટે સપ્તાહમાં 3 દિવસની ફ્લાઇટ રહેશે. વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે સુરતના નાગરિકો અને ટ્રાવેર્લ્સ સુરત-પુના ફલાઇટ માટે છેલ્લા 4 વર્ષથી માગણી કરી રહ્યાં હતાં અને આ મામલે ઇન્ડિગો, સ્પાઇસજેટ અને ગો એરલાઇન્સને રજૂઆતો કરી હતી. 4 વર્ષની માગણી બાદ સ્પાઇસ જેટ એરલાઇન્સે પૂણેની સાથે જબલપુરની નવી કનેક્ટિવિટી આપવાની પણ જાહેરાત કરી છે. 16 જુલાઇથી સપ્તાહમાં સાતે દિવસ જયપુરની કનેક્ટિવિટિ મળશે. જોકે જયપુરથી સુરત સોમ, બુધ, શનિવારનો સમય જુદો રહેશે.
જ્યારે જયપુરથી સુરત મંગળ, ગુરૂ, શુક્ર અને રવિવારનો સમય જુદો રહેશે. 16 જુલાઇથી સપ્તાહમાં 3 દિવસ સોમ, બુધ અને શુક્રવારે સુરતથી બેગ્લુરૂની ફ્લાઇટ શરૂ થશે. જ્યારે 17 જુલાઇથી સપ્તામાં 4 દિવસ એટલેકે મંગળ, ગુરૂ, શનિ અને રવિવારે સુરતથી હૈદ્રાબાદની ફ્લાઇટ શરૂ થશે. એક સાથે પાંચ ફ્લાઇટ શરૂ થવાથી સુરતના ટેક્સટાઇલ અને જરી ઉદ્યોગને મોટો લાભ થશે. જ્યારે આઇટી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ટ્રેડર્સ, નોકરિયાત અને સ્ટુડન્ટે સુરત-પૂણે ફ્લાઇટનો લાભ મળશે. જ્યારે સુરતમાં મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાની આસપાસના ચાર જિલ્લાના લોકો વસવાટ કરે છે અને જબલપુર કાપડ મંડી સાથે વેપાર કરનારાઓને પણ લાભ મળશે.
પ્રથમવાર સુરતને પૂણે અને જબલપુરની ફ્લાઇટ મળશે
સુરત એરપોર્ટથી કોઇ એરલાઇન્સ પ્રથમવાર પૂણે અને જબલપુર જેવા શહેરોને કનેક્ટ કરતી ફ્લાઇટ શરૂ કરવા જઇ રહી છે. સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા 16 જુલાઇથી સપ્તાહમાં ચાર દિવસ એટલેકે મંગળ, ગુરૂ, શુક્ર, રવિ ફ્લાઇટ શરૂ થવા જઇ રહી છે. જ્યારે 17 જુલાઇથી સપ્તાહમા 3 દિવસ સ્પાઇસ જેટ સોમ, બુધ અને શનિવારે, સુરતથી જબલપુરની ફ્લાઇટ શરૂ કરશે.