Sports

વિરાટ કોહલીએ આપ્યો ટીમમાં ફેરફારનો સંકેત: કહ્યું કેટલાક ખેલાડીઓને રનનો ઉદ્દેશ જ નથી

સાઉધેમ્પ્ટન : ન્યુઝીલેન્ડ સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ (FINAL)માં મળેલી હાર (LOSS) પછી ભારતીય ટીમ (INDIAN TEAM)ના કેપ્ટન વિરાટ કોહલી (CAPTAIN KOHLI)એ ટેસ્ટ ટીમમાં ફેરફાર (BIG CHANGES)નો સંકેત આપતા કહ્યું હતું કે પ્રદર્શનની સમિક્ષા કરીને યોગ્ય લોકોને ટીમમાં લાવવામાં આવશે કે જેઓ સારા પ્રદર્શન માટે યોગ્ય માનસિકતા સાથે મેચમાં ઉતરી શકે.

ડબલ્યુટીસી ફાઇનલમાં ભારતીય બેટ્મસેનોએ નિરાશ જ કર્યા હતા અને તેના કારણે ટીમે 8 વિકેટે પરાજય વેઠવો પડ્યો. કોહલીએ આમ તો કોઇનું નામ લીધું નહોતું પણ એટલું કહ્યું હતું કે કેટલાક ખેલાડીઓ રન બનાવવાનો ઉદ્દેશ જ દાખવતા નથી. વિરાટ કોહલીએ મેચ પછી ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સ (PRESS CONFERENCE)માં કહ્યું હતું કે અમે આત્મમંથન કરતાં રહીશું અને એ બાબતે ચર્ચા થશે કે ટીમને મજબૂત બનાવવા માટે શું કરવું જોઇએ. એક જ પેટર્ન પર અમે ચાલીશું નહીં. એવું માનવામાં આવે છે કે કેટલાક સીનિયર ખેલાડીઓને સમય અપાશે અને ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટની સીરિઝમાં સારું પ્રદર્શન કરીને તેઓ ટીમમાં પોતાનું સ્થાન બચાવી શકશે. કોહલીએ કહ્યું હતું કે અમે એક વર્ષ સુધી રાહ નહીં જોઇએ. તમે અમારી મર્યાદિત ઓવરોની ટીમ જુઓ, તો અમારી પાસે ઉંડાણ છે અને ખેલાડીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ તેની જરૂરિયાત છે.

ટીમ માટે શું અસરકારક છે અને કેવી રીતે નિડર બનીને રમી શકીએ તે સમજવું પડશે : કોહલી
વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમારે નવેસરથી સમિક્ષા કરીને યોજના બનાવવી પડશે અને એ સમજવું પડશે કે ટીમ માટે શું અસરકારક છે અને અમે કેવી રીતે નિડર બનીને રમી શકીએ. રમતમાં પોતાના પ્રદર્શનમાં સતત સુધારો જરૂરી છે. ખાસ કરીને જ્યારે તમે નંબર વન ટીમમાં સતત ઘણાં વર્ષોથી હોવ તો અચાનક તમારી રમતનું સ્તર નીચે જવું ન જોઇએ. તેણે કહ્યું હતું કે અમે નિર્ણય કરીશું અને તેના પર વાત કરીશું

કેપ્ટન કોહલીની સાફ વાત : ફોકસ રન બનાવવા પર હોવું જોઇએ વિકેટ ગુમાવી દેવાની ચિંતા પર નહીં
વિરાટ કોહલીએ બેટ્સમેનોને સુનિયોજિત જોખમ લઇને ક્રિઝ પર ટકવાની સાથે સંતુલન જાળવવા માટે કહ્યું હતું. તેણે કહ્યું હતું કે ફોકસ રન બનાવવા પર હોવું જોઇએ, વિકેટ ગુમાવી દેવાની ચિંતા પર નહીં. વધુ પડતા રક્ષણાત્મક અભિગમની માનસિકતાથી તે પછી આવનારા બેટ્સમેન પર પ્રેશર ઊભું થાય છે. ટીમ મેનેજમેન્ટ માટે 80 બોલમાં 50 રન, 80 બોલમાં કરાયેલા 15 રન કરતાં વધુ મહત્વના છે.

Most Popular

To Top