સુરત (Surat)માં માતા-પિતા (Parents) માટે લાલ બત્તી સમાન કહી શકાય એક એવી ઘટના (Red light incident) સામે આવી છે. જેમાં મોબાઈલ ફોનમાં વીડિયો (mobile video) બનાવવાનો શોખ ધરાવતી 11 વર્ષીય નેપાળી બાળકીને ઘરમાં રમતાં રમતાં ફાંસો લાગી જતાં મોત (baby death)ને ભેટી હતી.
સુરતમાં વધુ એક સ્ટંટનો વીડિયો બનાવતા બાળકે જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. અને મોબાઈલમાં વીડિયો બનાવવામાં મોત થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. માતા નાના ભાઈને સાચવવાનું કહીને કામ પર ગઈ હતી એ દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થયા બાદ સ્થળ પર પહોંચીને સુરત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મૂળ નેપાળના વતની હીરાભાઈ વર્ષોથી મહિધરપુરા, હીરાબજાર ખાતેના જદાખાડીમાં આવેલી સપના બિલ્ડિંગમાં વોચમેન તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે, અને પરિવાર સાથે ત્યાં જ રહે છે. હાલ હીરાભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે, જે પૈકી બે પુત્રી વતનમાં રહે છે, જ્યારે નાની પુત્રી નિકિતા અને પુત્ર નિખિલ તેમની સાથે રહે છે. દરમિયાન ગત શનિવારે બપોરે નિકિતા ઘરમાંથી લોખંડની બારીને બાંધેલા દુપટ્ટા સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. બાદમાં તેને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પણ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
મહત્વની વાત છે કે સુરતમાં વધુ એક જોખમી સ્ટંટ કરતા બાળકીએ જીવ ગુમાવ્યો છે. અને ગળે ફાંસો ખાધેલી હાલતમાં બાળકી મળી આવતા પરિવારમાં દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પરિવારનું પણ કેહવું છે કે આ નેપાળી બાળકી સતત મોબાઈલ પર વીડિયો બનાવી રહી હતી. માટે આશંકા છે કે તે દરમિયાન અચાનક તેને ગળે ફાંસો લાગી જતાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે બાળકીના મોતથી પરિવારજનો ઘેરા આઘાતમાં છે. હાલ તો આ મામલે જાણ થતાં સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ સ્ટંટ કરવા જવા જીવ ગુમાવ્યો હતો. સ્ટંટ કરવા જતા તેને ફાંસો લાગી ગયો હતો, જેથી તેનુ મોત નિપજ્યું હતું. જેમાં ખાસ સોશિયલ મીડિયા એપ પર મૂકવા વીડિયો બનાવતી વેળાએ આ ઘટના બની હતી. અને વિદ્યાર્થીને ટિકટોક પર અવનવા વીડિયો મુકવાનો શોખ હતો. ત્યારે આ શોખે જ તેનો જીવ લીધો છે.