National

ભારત સરકારના નવા ડિજિટલ નિયમોને વૉટ્સએપે દિલ્હી વડી અદાલતમાં પડકાર્યા

ભારત સરકાર (indian govt)ના નવા ડિજિટલ નિયમો (digital law)ને વૉટ્સએપે દિલ્હી વડી અદાલત (delhi high court)માં પડકાર્યા છે. કંપનીનું કહેવું છે કે એન્ક્રિપ્ટેડ મેસેજીસ વાંચવા દેવાની સુવિધા કંપનીને પૂરી પાડવા સરકારે કહ્યું છે એનાથી પ્રાઇવસી પ્રોટેક્શનનો ભંગ થશે.

મંગળવારે સાંજે કરવામાં આવેલી અરજીમાં મેસેજ સર્વિસ પ્રોવાઈડર (privacy) માટે કોઇ પણ મેસેજના મૂળ કર્તા ઓળખી કાઢવા માટેનો નિયમ બંધારણે આપેલા પ્રાઇવસીના અધિકારનો ભંગ કરે છે એમ જાહેર કરવા માગણી કરવામાં આવી છે. કંપનીના પ્રવક્તાએ પુષ્ટિ આપી હતી કે અરજી કરવામાં આવી છે. તેણે એક નિવેદનમાં જણાવ્યું કે ભારત સરકારે જે નવા નિયમો જાહેર કર્યા છે એમાં મેસેજીસ ટ્રેસ (messaging trace) કરવાની જરૂરિયાત અમને વૉટ્સએપ પર મોકલાયેલા દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ જાળવવાનું કહેવા બરાબર છે અને એનાથી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન તૂટશે અને મૂળભૂત રીતે લોકોના પ્રાઇવસીના અધિકારની ઉપેક્ષા થાય છે.

અમારા યુઝર્સની પ્રાઇવસીનો ભંગ કરે એવી કોઇ પણ જરૂરિયાતો સામે વિરોધ કરવામાં અમે સતત સિવિલ સોસાયટી અને વિશ્વના નિષ્ણાતો સાથે જોડાયેલા છી. ભારત સરકારના નવા ડિજિટલ નિયમો અમલી બન્યા છે એવા વખતે જ આ અરજી આવી છે. નિયમોનો અમલ ન કરવાથી ફેસબુક, ટ્વિટર, યુ ટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓનું એમના પ્લેટફોર્મ પર યુઝર જે સામગ્રી મૂકે એનું કાનૂની રક્ષણ ચાલ્યું જાય એમ છે.

એમના પ્લેટફોર્મ પર કોઇ થર્ડ પાર્ટી યુઝર સામગ્રી મૂકે એને અત્યાર સુધી રક્ષણ મળતું હતું. નવા નિયમો મુજબ સત્તાવાળાઓ કહે એ સામગ્રી 36 કલાકમાં ઉતારી લેવાની હોય છે. અને ફરિયાદોના નિવારણ માટે આ કંપનીઓએ યંત્રણા ગોઠવવાની છે. પોર્નોગ્રાફી દૂર કરવા માટે તેમણે ઓટોમેટેડ પ્રક્રિયા અપનાવવાની છે. વૉટ્સએપના પ્રવક્તાએ કહ્યું કે લોકોને સલામત રાખવા માટે અમે ભારત સરકાર સાથે વ્યવહારૂ ઉકેલ પર રોકાયેલા રહીશું. અમને માહિતી હોય એ માન્ય કાનૂની વિનંતીઓ પર આપતા રહીશું.

25 ફેબ્રુઆરીએ ભારત સરકારે નવા નિયમો જાહેર કર્યા હતા
ભારત સરકારે નવા નિયમો 25મી ફેબ્રુઆરીએ જાહેર કર્યા હતા. એમાં વૉટ્સએપ અને ફેસબુક જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓએ મુખ્ય ફરિયાદ અધિકારી, નોડલ સંપર્ક અધિકારી અને નિવાસી ફરિયાદ અધિકારી નિમવાના હતા. આ નિયમોનું પાલન ન કરવાથી આ સોશિયલ મીડિયા કંપનીઓ ઇન્ટરરમીડિયરી દરજ્જો ગુમાવી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો ફરિયાદ થાય એવા કિસ્સામાં તેઓ સામે ફોજદારી પગલાં આવી શકે.

નવા નિયમો હેઠળ 50 લાખ કરતા વધારે યુઝર્સ ધરાવતા પ્લેટફોર્મને સિગ્નિફિકન્ટ સોશિયલ મીડિયા ઇન્ટરમીડિયરીઝ ગણાવાયા હતા અને એમને નિયમોના પાલન માટે ત્રણ મહિનાનો સમય અપાયો હતો. ભારતમાં વૉટ્સએપના 53 કરોડ યુઝર્સ છે.

Most Popular

To Top