SURAT

રાજ્યમાં કેન્દ્રથી અલગ નિયમોને કારણે લોકો અટવાયા: રજીસ્ટ્રેશન વિનાના ઉમટી પડતા અંધાધૂંધી

સુરત: 18થી 44 વર્ષની વયના લોકો (18 to 44 years people) માટે કેન્દ્ર સરકાર (central govt) દ્વારા ઓફલાઈન રજિસ્ટ્રેશન (offline registration)ને મંજૂરી આપી દેવાઈ હોવા છતાં ગુજરાત સરકાર (Gujarat govt) દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશનનો (online registration) જ નિયમ અમલી કરવામાં આવ્યો હોવાથી ધીરે ધીરે લોકો અને તંત્ર વચ્ચેની માથાકૂટ વધી રહી છે.

ગઈકાલે રાજકોટમાં આ વયગ્રુપના લોકો મોટી સંખ્યામાં વેક્સિન માટે સેન્ટર પર પહોંચી જતાં માથાકૂટ થઈ હતી. ધીરેધીરે અન્ય શહેરોમાં પણ આ માથાકૂટ થવા માંડી છે. સુરત (Surat)માં પણ આજે આ વયગ્રુપના લોકો મોટી સંખ્યામાં પહોંચી જતાં સ્ટાફને પરસેવો વળી ગયો હતો. સરકારની અણઘડતા અને કેન્દ્રથી અલગ નિયમો (different law by central) બનાવવાને કારણે લોકો ભારે હાલાકીમાં મુકાઈ રહ્યાં છે. સુરતમાં એક નહીં પણ અનેક સેન્ટરો પર આવી ઘટનાઓ બની હતી. જેમાં ઘણા સેન્ટર પર સ્ટાફ સાથે જીભાજોડી પણ થઈ હતી.

file

આજે અઠવા ઝોનમાં વેસુમાં ડી.આર.ભાણા કોલેજ પાસે વેક્સિનેશન સેન્ટર (vaccination center) પર પણ રજિસ્ટ્રેશન વગર જ રસી મુકાવવા માટે લોકો પહોંચ્યા હતા. જેમને સમજાવવામાં વેક્સિનેશન માટે મુકાયેલા સ્ટાફને પરસેવો પડી ગયો હતો. કેમ કે, લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશનને બદલે સેન્ટર પર જ રજિસ્ટ્રેશન કરાવીને રસી મુકાવવાની જીદે ચઢ્યા હતા. મનપાના સ્ટાફ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારના અલગ-અલગ નિયમોનો હવાલો આપવા છતાં ઘણા લોકો મનપા પર ગુસ્સો બતાવતાં નજરે પડ્યા હતા. લોકોએ આક્રોશ સાથે એવું પણ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે મથી રહ્યા હોવા છતાં વેક્સિનેશન માટેનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું નથી.

file

વેક્સિનેશન સેન્ટરો પર રાજ્ય સરકારના નિર્ણયની જાણ કરતાં પોસ્ટર મુકાયાં

વેક્સિન મુકાવવા માટે કેન્દ્ર સરકારની જાહેરાત અને રાજ્ય સરકારના નિર્ણય અલગ અલગ છે. આમ છતાં ઘણાં સેન્ટરો પર ૧૮થી ૪૪ વર્ષના લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન વગર રસી મુકાવવા પહોંચ્યા હતા. જેના પગલે માથાકૂટો થવા માંડતાં વહીવટી તંત્ર દ્વારા વેક્સિનેશન સેન્ટરો પર આરોગ્ય સચિવ જયંતી રવિ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને ટાંકી પોસ્ટરો મૂકવામાં આવ્યાં હતાં. જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, ગુજરાતમાં રજિસ્ટ્રેશન વગર વેક્સિન મળશે નહીં. રાજ્યમાં ૧૮થી ૪૪ વર્ષના લોકોએ ફરજિયાત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

મોબાઇલમાં મેસેજ પછી પણ વેક્સિનેશનની સમસ્યા યથાવત્‌

વેક્સિનનો પહેલો ડોઝ મુકાવ્યા બાદ બીજા ડોઝ માટે પણ શહેરીજનોની હાલત કફોડી થઇ રહી છે. મંગળવારે મોબાઈલ પર મેસેજ આવ્યા બાદ રસી લેવા માટે પહોંચેલા નાગરિકોને દિવાળી બાગથી પાલ અને પાલથી અડાજણ સુધીના ધરમ ધક્કા ખાધા બાદ પણ વેક્સિનનો બીજા ડોઝ મળ્યો ન હતો. અડાજણ ખાતે રહેતા એક મહિલાને મોબાઈલ પર આજે કોવીશીલ્ડના બીજા ડોઝના વેક્સિનેશન માટેનો મેસેજ આવ્યો હતો. આ મહિલા નિશ્ચિત સ્થળ દિવાળી બાગ સુમન શાળાએ સમય પર પહોંચ્યા બાદ ત્યાં હાજર વેક્સિનેશનના સ્ટાફે જણાવ્યું હતું કે, અહીં કોવીશીલ્ડના બીજા ડોઝનું વેક્સિનેશન કરવામાં આવતું નથી. ત્યાં હાજર અધિકારીએ આ મહિલાને વેક્સિનેશન માટે પાલ આરોગ્ય કેન્દ્ર પર જવા માટે જણાવ્યું હતું. ત્યાં પહોંચ્યા બાદ પાલ આરોગ્ય કેન્દ્રના સ્ટાફે કોવીશીલ્ડ વેક્સિનના ડોઝ નથી અને તમે પણ ૮૪ દિવસ બાદ તપાસ કરો એવું જણાવ્યું હતું. આમ છતાં જ્યારે આ સેન્ટરના કર્મચારીને મોબાઈલમાં આવેલો મેસેજ બતાવ્યો તો તેણે અડાજણ તપાસ કરવાનું કહ્યું હતું. બાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે, મેસેજ ભૂલથી જનરેટ થયો હતો.

Most Popular

To Top