Dakshin Gujarat Main

મુંબઈમાં ડૂબેલા જંગી બાર્જ જહાજના ચાર ક્રૂ મેમ્બરોની વલસાડ તિથલ દરિયા કિનારે લાશ મળી

વલસાડ : મુંબઈ (Mumbai)માં ડૂબેલા જહાજ (ship)ના ચાર ક્રૂ મેમ્બરો (crew member)ની લાશ વલસાડ તીથલ દરિયા કિનારે (tithal sea shore) શનિવારે સાંજે મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

અહીંના તીથલ સ્વામિનારાયણ મંદિર પાસેથી ત્રણ અને દાંડીભાગલ દરિયાકિનારેથી એક મળી કુલ્લે ચાર લાશ મળી હતી. આ બનાવની જાણ થતાં વલસાડ પોલીસ (valsad police)નો કાફલો તિથલ દરિયા કિનારે પહોંચી ગયો હતો. આ લાશો એકદમ ફૂલાઈ ગયેલી હોય તેને બહાર કાઢવા માટે તીથલ, ભાગડાવડા, કોસંબા ગામના સરપંચ સહિત ગામના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. લાશને એમ્બ્યુલન્સ (ambulance) મારફતે સિવિલ હોસ્પિટલ (civil hospital)માં ખસેડાઇ હતી અને પોલીસે પણ મૃતદેહોને બહાર કાઢવા માટે મહેનત કરી હતી.

તાઉતે વાવાઝોડામાં મુંબઇથી 175 કિમી દુર દરિયામાં એક જંગી બાર્જ જહાજ 305 ડુબી ગયું હતું. આ જહાજમાં સવાર 4 ક્રુ મેમ્બરોની લાશ વલસાડના તીથલ દરિયા કિનારે મળી હળી. સ્વામિનારાયણ મંદિર પાસેથી ૩ લાશ અને 1 લાશ દાંડીભાગલ દરિયા કિનારેથી મળી હતી. જેને લઇને વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા તથા વલસાડ ડીવાયએસપી મનોજસિંહ ચાવડા તથા સિટી પી.આઈ મોરી તેમની ટીમ સાથે તિથલ દરિયા કિનારે મંદિરે પહોંચી ગયા હતા લાશ એકમ અંદર હતી. ને ફુલી ગયેલી હતી.

આ લાશો બહાર કાઢવા માટે તિથલ ગામના સરપંચ મહિલાના પતિ રાકેશભાઈ તથા ભાગડાવાડા મહિલા સરપંચના પતિ નરેશભાઈ, કોસંબા ગામના સરપંચ સાથે ગામના યુવાનો મદદે આવ્યા હતા. તેમની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટાફ દરિયામાંથી લાશ કાઢી એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. મોડી સાંજ સુધી મૃતદેહોની ઓળખ થઇ શકી ન હતી.

Most Popular

To Top