Sports

કેપ્ટન સુનિલ છેત્રીની વાપસી સાથે ભારતીય ફૂટબોલ ટીમ વર્લ્ડકપ ક્વોલિફાયર માટે તૈયાર

નવી દિલ્હી: કોરોનાવાયરસ (corona virus)ની બિમારીમાંથી સાજા થયેલા (recover) કરિશ્માઇ કેપ્ટન સુનિલ છેત્રી (captain sunil chhetri)ની આગેવાનીમાં 28 સભ્યોની ભારતીય ફૂટબોલ ટીમ (indian futball team) આગામી 2022 ફિફા વર્લ્ડકપ (fifa world cup) અને 2023 એશિયન કપ (asian cup) ક્વોલિફાયરની બાકી બચેલી મેચ રમાવા માટે બુધવારે સાંજે દોહા જવા માટે રવાના થઇ ગઇ હતી.

છેત્રીને કોરોના થતાં તે માર્ચમાં યુએઇ (UAE) અને ઓમાન સામે રમાયેલી ફ્રેન્ડલી મેચો (friendly matches)માં ટીમમાં સામેલ નહોતો. જો કે હવે 3 જૂને કતર સામે રમાનારી મેચ માટે તે સંપૂર્ણ તૈયાર છે. ભારતીય ટીમ યજમાન કતર સામેની મેચ પહેલા દોહામાં બાયો બબલ (bio bubble)માં પ્રેક્ટિસ કરશે. કતર પ્રવાસ માટે જરૂરી તમામ હેલ્થ પ્રોટોકોલ (health protocol) અનુસાર તમામ ખેલાડીઓ અને કર્મચારીઓએ છેલ્લા 48 કલાકમાં કરાયેલા કોરોનાના આરટી-પીસીઆરના નેગેટિવ ટેસ્ટ સાથે ત્યાં પહોંચવાનું છે. ભારતીય ટીમના ખેલાડીઓ 15 મેથી દેશના પાટનગર દિલ્હીમાં ક્વોરેન્ટીન હતા.

કતર પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં એફસી ગોવાના મિડફિલ્ડર ગ્લેન માર્ટીન્સ ટીમમાં એકમાત્ર નવો ખેલાડી છે, જ્યારે ઉદંતા સિંહ, બ્રેન્ડન ફર્નાન્ડીઝ, પ્રણોય હલદર અને અબ્દુલ સહલે વાપસી કરી છે. માર્ચમાં ભારતીય ટીમની ફ્રેન્ડલી મેચ માટે ટીમમાં સમાવાયેલા મિડ ફિલ્ડર જેક્સન સિંહ, રેનિયર ફર્નાન્ડીઝ અને હલીચરણ નારજારેની સાથે જ હિતેશ શર્માને ટીમની બહાર કરી દેવાયા છે.

ભારતીય ફૂટબોલ ટીમનો કાર્યક્રમ

તારીખ હરીફ સમય (IST)
3 જૂન કતર રાત્રે 10.30 વાગ્યે
7 જૂન બાંગ્લાદેશ સાંજે 7.30 વાગ્યે
15 જૂન અફઘાનિસ્તાન સાંજે 7.30 વાગ્યે

વર્લ્ડકપ ક્વોલિફાયર માટેની ભારતીય ફૂટબોલ ટીમ
ગોલકિપર : ગુરપ્રીત સિંહ સંધુ, અમરિન્દર સિંહ, ધીરજ સિંહ, ડિફેન્ડર્સ : પ્રીતમ કોટલ, રાહુલ ભેકે, નરેન્દ્ર ગેહલોત, ચિંગ્લેનસાના સિંહ, સંદેશ ઝિંગન, આદિલ ખાન, આકાશ મિશ્રા, શુભાશીષ બોઝ, મિડફિલ્ડર : ઉદંતા સિંહ, બ્રેન્ડન ફર્નાન્ડિઝ, લિસ્ટન કોલાકો, રોલિન બોર્ગેસ, ગ્લેન માર્ટિન્સ, અનિરૂદ્ધ થાપા, પ્રણોય હલદર, સુરેશ સિંહ, લાલેંગમાવિયા રાલ્તે, અબ્દુલ સહલ, યાસિર મહંમદ, લલિયનજુઆલા ચાંગટે, બિપીન સિંહ, આશિક કુરૂનિયાન. ફોરવર્ડ : ઇશાન પંડિત, સુનિલ છેત્રી, માનવીર સિંહ.

Most Popular

To Top