Comments

BAPSમાં સર્વોચ્ચ ગાદીએ બિરાજી રહેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ

આપણે અહિ BAPSમાં સર્વોચ્ચ ગાદીએ બિરાજી રહેલા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની વર્તમાન ગ્રહસ્થિતિનો અભ્યાસ કરીએ…
તાં. ૧૩-૯-૧૯૩૩ના રોજ મધ્યપ્રદેશના જબલપુર ખાતે જન્મેલા મહંત સ્વામી મહારાજનું સાંસારિક નામ કેશવ હતું પણ, પરિવારમાં તેમનું લાડકું નામ વિનુ હતું. તેમની માતા ડાહીબહેન અને, પિતા નારણભાઈ પટેલ બંને શાસ્ત્રીજી મહારાજના અનુયાયી હતાં. મહંત સ્વામીનાં જન્મ બાદ થોડા જ દિવસોમાં તેમને જોવા માટે શાસ્ત્રીજી મહારાજ આવ્યા હતા અને ત્યારે તેમનું કેશવ નામ શાસ્ત્રીજી મહારાજે પાડ્યું હતું !
Christ Church Boys Senior Secondery Schoolમાંથી બારમા ધોરણનો અભ્યા સ અંગ્રેજી માધ્યમ સાથે પૂરો કરી પોતાના માદરે વતન આણંદ આવીને ત્યાની કોલેજમાંથી ખેતીવાડી વિષયમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો. પોતાના કોલેજકાળ દરમ્યાન (આશરે ૧૯૫૧-૫૨) દરમ્યાન મહંત સ્વામી મહારાજ (શાસ્ત્રીજી મહારાજના અનુગામી એવા) યોગોજી મહારાજને મળ્યા અને પછીનાં વર્ષોમાં પોતે સાધુજીવનમાં પ્રવેશવાનો પોતાનો ફેસલો જાહેર કર્યો…

તા. ૨૩-૨-૧૯૫૭ના રોજ ૨૩ વર્ષની ઉંમરે પોતે વિનુ ભગત નામે પ્રસાદ દીક્ષા મેળવી. તા. ૧૧-૫-૧૯૬૧ના રોજ ૨૮ વર્ષની ઉંમરે વિનુ ભગતે ભગવત દીક્ષા મેળવી અને, ગઢડા ખાતે સ્વામી કેશવજીવન દાસ તરીકે ખ્યાત થયા. કેશવજીવન દાસના પ્રતિનિધિત્વ હેઠળ ૫૧ જણાનું એક ગૃપ મુંબઈ (દાદર) ખાતે સંસ્કૃતના અભ્યાસ માટે આવ્યું અને, BAPSમાં બસ, ત્યારથી તેઓ મહંત સ્વામી તરીકે જાણીતા થયા.
૧૯૭૧મા યોગીજી મહારાજના સ્વર્ગવાસ બાદ, પ્રમુખ સ્વામીની સીધી રાહબરી નીચે મહંત સ્વામીનું આધ્યાત્મિક જીવન આગળ વધવા લાગ્યું. પ્રમુખ સ્વામીએ પોતાના હસ્તાક્ષારમાં મહંત સ્વામીને પોતાના અનુગામી આધ્યાત્મિક યાત્રી તરીકે જાહેર કર્યા હતા અને, પ્રમુખ સ્વામીના સ્વર્ગવાસ પછી, તા.૧૩-૮-૨૦૧૬થી મહંત સ્વામી મહારાજ BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાન)ના ક્રમાનુસાર ૬ઠ્ઠા આધ્યાત્મિક વડા બન્યા…
મહંત સ્વામી મહારાજની મેરેડિયન ગ્રહસ્થિતિમાં વૃશ્ચિક લગ્ન ઉદિત થયેલું માલમ પડે છે. અહિ ફોર્ચ્યુન સાથે ૧૧મે ગુરુ કન્યા રાશિમાં યુતિસંબંધ ધરાવે છે.કોઈ પણ મોટી ધાર્મિક સંસ્થામાં સર્વોચ્ચ વાળા બનવા માટે આ એક અતિ મહત્વનો સૂચક યોગ છે જે અભ્યાસુઓએ ધ્યાનમાં રાખવો જોઈએ. ગુરુ-શનિ ત્રિકોણ પણ આધ્યાત્મિક જીવન જીવવા માટે બહુ જ ખપનો એટલું જ નહિ પણ, સફલ્તાસૂચક ગણાવી શકાય જે અહિ જોવા મળી રહ્યો છે.વૃશ્ચિક લગ્નની ગ્રહસ્થિતિમાં મહંત સ્વામીની જન્મ રાશિ મિથુન અભ્યાસમાં આવી છે. શુક્ર-મંગલ યુતિ તુલા રાશિમાં ૧૨મે છે જેની પણ જાણકારોએ નોંધ લેવાં જેવી ગણાય ! શુક્ર-મંગળ યુતિ સાથે (અને તે પણ ૧૨મે !) વ્યક્તિ દીર્ઘ આધ્યાત્મિક જીવન જીવવાને સમર્થ બની શકે છે !

અહિ ૪થે રાહુ છે તેમજ ૧૦મે પ્રતિયુતિમાં સૂર્ય-બુધ-કેતુ છે. હાલ, શનિ મકર રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને, આ શનિ આગામી તા.૨૯-૪-૨૦૨૨ સુધી મકર રાશિમાં ભ્રમણ કરતો રહેવાનો છે. વળી, શનિ આગામી તાં. ૧૨-૭-૨૦૨૨થી તા.૧૭-૧-૨૦૨૩ સુધી પણ મકર રાશિ પરથી જ ભ્રમણ કરી રહ્યો હશે. શનિના મકર ભ્રમણના આ બંને તબક્કા મહંત સ્વામી મહારાજ માટે નાજુક ગણાવી શકાય. તેમેને માંદગી-અકસ્માત-ઓપરેશન ઉપરાંત, કોઈ પ્રકારે મૃત્યુ તુલ્ય કષ્ટનો સામનો કરવાનો આવી શકે છે. તેમને જન્મરાશિ મિથુનથી ગોચરમાં ૮મો શનિ ઉપરના સમયગાળા દરમ્યાન વિપરીત ફળ સૂચવે છે. હાલ, ગોચરમાં રાહુ વૃષભ રાશિ પરથી પસાર થઇ રહ્યો છે અને, તા. ૧૨-૪-૨૦૨૨થિ મેશ રાશિમાં પોતાનું ભ્રમણ શરુ કરશે…

જે પણ, મહંત સ્વામી માટે દ્વાદશસ્થ શુક્ર-મંગળ યુતિની બરાબર સામેથી હોવાનું,= અને તે કારણથી પણ સ્વામીજીને જીવન માટે ઘાતક નીવડી શકે છે. ૨૦૨૧-૨૦૨૨ અને આગામી ૨૦૨૩ના પૂર્વાર્ધ સુધીનો સમયગાળો મહંત સ્વામી માટે અનેક રીતે ઉપદ્રવકારી નીવડી શકે અને, તેમની માનસિક શાંતિમાં વિક્ષેપ પડવાનો પૂરો સંભવ છે. ૮૭ વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા પૂજ્ય સ્વામીજી અગર પોતાની જીવનશૈલી થાકી આ અવધીને હેમખેમ પસાર કરી લેશે તો તે પ્રકૃતિ પર તેમનો વિજય હશે અને, આપણા સહુ માટે તે એક પ્રેરણાદાયક બાબત હશે. જો, પોતાની આધ્યાત્મ વિદ્યા દ્વારા સ્વામીજીનો આગામી ૨૦૨૩ (માર્ચ) સુધીનો સમયગાળો વિના કોઈ તકલીફે પસાર થઇ જાય તો તે બાદ પાંચેક વર્ષનો અવધિ તેમના હાથે કોઈ ઘણાં મોટાં કામ સંપન્ન થાય તેવો ગણાવી શકાય !
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top