SURAT

કૃભકોએ સુરતમાં મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન શરૂ કર્યું: દૈનિક ઉત્પાદન ક્ષમતા 100 ડી-પ્રકારનો સિલિન્ડર

કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ (કૃભકો) (kribhco) એ ભારતની એક ખાતર સંસ્થા (fertilizer company) છે જેનું ઉત્પાદન એકમ સુરતના હજીરા (hazira surat) ખાતે છે. રાષ્ટ્ર રોગચાળાના બીજા મોજાથી હાલમાં ભારે અસરગ્રસ્ત છે. ત્યારે મુશ્કેલીને દૂર કરવા અને રોગચાળાને પડકારવા માટે સુરતની વિવિધ સંસ્થાઓ સામે આવી રહી છે, ત્યારે કૃભકો દ્વારા પણ રાષ્ટ્રના હિત માટે ટેકો આપાવામાં આવ્યો છે.

કોવિડ -19 અસરગ્રસ્ત લોકોને ટેકો આપવા માટે હોસ્પિટલોમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજન (medical grad oxygen)ની તીવ્ર અછતને ધ્યાનમાં લેતા, કૃભકોએ સુરતના હજીરા ખાતે ઓક્સિજન બનાવવાની સુવિધા સ્થાપિત કરી છે. જે 15 મી મે 2021ના ​​રોજ કૃભકોના અધ્યક્ષ ડો.ચંદ્ર પાલ સિંહે હજીરા, સુરત ખાતે ઓક્સિજન પ્લાન્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું અને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.. જેમાં કૃભકોના બોર્ડ ઓફ ડાયરેક્ટરો અને કૃભકો પરીવારના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મેડિકલ ઓક્સિજન પ્લાન્ટની સ્થાપનાનો કુલ ખર્ચ આશરે રૂ. 90 લાખ અને દૈનિક ઉત્પાદન ક્ષમતા 100 ડી-પ્રકારનો ઓક્સિજન સિલિન્ડર હશે. ઓક્સિજનની હાલની આવશ્યકતાને ધ્યાનમાં લેતા, કૃભકો પ્રાધાન્ય સરકારી હોસ્પિટલો અને અન્ય હોસ્પિટલોમાં સુરત વિસ્તારમાં અને આસપાસના વિસ્તારોમાં વિના મૂલ્યે ઓક્સિજન ભરી આપશે. આ રોગ રોગચાળાના સમયમાં અને આગામી દિવસોમાં તબીબી ઓક્સિજનની આવશ્યકતાની મુશ્કેલીને ઘટાડવામાં મદદ કરશે.

આ રોગચાળા દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવા છતાં કૃભકો ટૂંક સમયમાં ઓક્સિજન પ્લાન્ટની ખરીદી અને કામગીરી કરી અને જણાવ્યું હતું કે “અમે આશા રાખીએ છીએ કે અમારા નાના પ્રયત્નો વર્તમાન રોગચાળા સામે લડવામાં મદદ કરશે.”

Most Popular

To Top