National

ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, સમગ્ર દેશમાં રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા

પેટ્રોલ અને ડિઝલના ભાવો (petrol diesel price) આજે સમગ્ર દેશમાં રેકોર્ડ (record in country) ઊંચી સપાટીએ પહોંચી ગયા હતા. આ સપ્તાહમાં આજે ચોથી વાર ભાવ વધ્યા (fourth time price hike) છે અને આજે પેટ્રોલના ભાવમાં લિટરે 29 પૈસા અને ડિઝલના ભાવમાં 34 પૈસાનો વધારો કરાયો હતો.

આનાથી દિલ્હી (Delhi)માં પેટ્રોલના ભાવ લિટરે 92.34 રૂપિયા અને ડિઝલના ભાવ રૂ. 82.95ની સર્વકાલીન ટોચે (highest) પહોંચી ગયા હતા. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણાં શહેરોમાં ભાવ પહેલેથી 100ની ઉપર ચાલે છે. હવે મુંબઈમાં પણ પેટ્રોલના ભાવ સદીની નજીક છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ લિટરે રૂ. 98.65 છે અને ડિઝલનો ભાવ 90.11 રૂ. /લિટર છે.

વેટ અને ફ્રેટ ચાર્જના લીધે પેટ્રોલ અને ડિઝલના ભાવ રાજ્યોમાં અલગ અલગ હોય છે. દેશમાં પેટ્રોલ પર સૌથી વધારે વેટ રાજસ્થાનમાં અને ત્યારબાદ મધ્ય પ્રદેશમાં છે. આ સપ્તાહમાં આ ચોથો અને ચોથી મે બાદ આ આઠમો ભાવવધારો છે. પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોની વિધાનસભા ચૂંટણી પત્યા બાદ ચોથીથી સરકારી ઑઇલ કંપનીઓએ ભાવ વધારવાનું ફરી શરૂ કરી દીધું હતું. દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ રાજસ્થાનના શ્રી ગંગાનગર જિલ્લામાં લિટરે રૂ. 103.27 છે. આઠ વધારાથી પેટ્રોલમાં લિટરે રૂ. 1.95 અને ડિઝલમાં લિટરે રૂ. 2.22નો વધારો છે.

ગયા વર્ષે માર્ચમાં સરકારે પેટ્રોલ અને ડિઝલ પરની એક્સાઇઝ ડ્યુટી રેકોર્ડ વધારી દીધી હતી. ત્યારથી પેટ્રોલ જૂજ ઘટાડાને બાદ કરતા લિટરે રૂ. 22.75 અને ડિઝલ રૂ. 20.66 મોંઘું થયું છે. બળતણના ભાવમાં 60% હિસ્સો તો કેન્દ્ર અને રાજ્ય સરકારના વેરાનો છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર લિટરે રૂ. 32.90 અને ડિઝલ પર લિટરે રૂ. 31.80 એક્સાઇઝ ડ્યુટી વસૂલે છે.

Most Popular

To Top