National

ફ્રી વેક્સિનના તાયફા કરતી સરકારનો વળાંક : કામદારોના વેક્સિનેશનની જવાબદારી ઉદ્યોગકારો પર થોપી

સુરત: રાજ્યના આરોગ્ય વિભાગ (STATE MINISTRY OF HEALTH)નાં અગ્રસચિવ જયંતી રવિ (JAYANTI RAVI)એ આજે રાજ્યભરનાં ઉદ્યોગ સંગઠનો (INDUSTRIAL ASSOCIATION)ના આગેવાનો સાથે ગુરુવારે બપોરે 1:30થી 3:30 દરમિયાન ઓનલાઇન કોન્ફરન્સ (ONLINE CONFERENCE) યોજી રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોને વેક્સિન (VACCINE) અપાવવા અને વેક્સિનેશનનો ખર્ચ ઉપાડવાની જવાબદારી ઉદ્યોગકારોએ લેવી પડશે તેવી સ્પષ્ટ સૂચના આપી હતી.

ઉદ્યોગ સચિવના આ આદેશને પગલે શહેરના ટેક્સટાઇલ, ડાયમંડ, જરી એન્જિનિયરિંગ અને કેમિકલ ઉદ્યોગમાં નારાજગી ફેલાઇ છે. સરકારે ઔદ્યોગિક વિસ્તારોમાં વેક્સિન આપવા મામલે હાથ ખંખેરતાં ઉદ્યોગકારોએ કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં ઉદ્યોગકારો અને સંગઠનોએ વેલફેર અને ચેરિટીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની વિગતો પણ રજૂ કરી હતી. ખાસ કરીને લોકડાઉન લાગ્યું ત્યારે કામદારોના ભોજન અને વતન જવાની વ્યવસ્થા ઉદ્યોગકારોએ કરી હતી. કોરોનાની બીજી લહેરમાં કોવિડ કેર સેન્ટર, કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન વિતરણની કામગીરી પણ ઉદ્યોગ સંગઠનોએ ઉપાડી હતી. કામદારો અને તેમના પરિવારો ભૂખ્યા ન રહે એ માટે અનાજની કિટ આપવાની કામગીરી પણ ઉદ્યોગ સંગઠનોએ જ ઉપાડી હતી.

આ સ્થિતિમાં એમએસએમઇ એકમો વેક્સિનનો ખર્ચ ઉપાડી શકે તેમ નથી. મોટા ભાગનાં એકમોનું ટર્નઓવર એકથી પાંચ કરોડનું છે. આવા નાના ઉદ્યોગો બેંક ધીરાણથી ચાલી રહ્યા છે તેઓ વેક્સિનેશનનો ખર્ચો ઉપાડી શકશે નહીં. એસજીટીપીએના પ્રમુખ જિતેન્દ્ર વખારિયાએ જણાવ્યું હતું કે, પ્રોસેસિંગ ઉદ્યોગનું સંગઠન તેની મર્યાદા પ્રમાણે અત્યારે વેક્સિનેશનનું કામ કરી રહ્યા છે. સચિન ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, જીઆઇડીસીમાં 2250માંથી 90 ટકા યુનિટો એમએસએમઇ એકમો છે. તેનું ટર્નઓવર 1થી 3 કરોડ સુધીનું છે. એસોસિયેશન દ્વારા કોરોના પ્રથમ લહેરમાં કામદારોને ભોજન કરાવવા અને વતને મોકલવા લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી લહેરમાં ઓક્સિજન કિટ અને ઓક્સિજન પ્લાન્ટ માટે ઉદ્યોગોએ મોટું યોગદાન આપ્યું છે. આ સ્થિતિમાં શક્ય હશે તેટલો સહયોગ અપાશે.

ઔદ્યોગિક વિસ્તારોમાં આજથી 3 દિવસ માટે 45થી વયના લોકોને વેક્સિન આપવાનું બંધ કરાશે

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ ઔદ્યોગિક વિસ્તારોમાં આજથી 3 દિવસ માટે 45થી વયના લોકોને વેક્સિન આપવાનું બંધ રાખવાની જાહેરાત કરી છે. તે જોતાં વેક્સિનેશનનું કામ સેન્ટરો પર બંધ કરાશે. સરકારનો ઇરાદો વેક્સિનના બે ડોઝ વચ્ચે 12થી 16 સપ્તાહના ગેપમાં આપવાનો છે. જ્યારે 18થી 45 વર્ષના જે લોકોને રસીકરણ માટે એસએમએસ મળ્યો છે. તેમને આ 3 દિવસમાં રસી આપવામાં આવશે. –મયૂર ગોળવાલા, માજી સેક્રેટરી, સચિન ઇન્ડ. સોસાયટી

ઉદ્યોગકારો અનેક પ્રકારના વેરા ભરે છે, સરકાર લેબર કલ્યાણ ફંડનો ઉપયોગ શા માટે કરતી નથી?

  • જીઆઇડીસીના ઉદ્યોગકારો વર્કર વેલફેર સેસ પ્રતિ યાર્ડે 30 રૂપિયા ભરે છે.
    -કામદારો માટે પીએફ અને ઇએસઆઇનો હપ્તો પણ ભરે છે.
  • નિવૃત્તિ પછી ગ્રેચ્યુઇટી પણ ચૂકવે છે. માત્ર ઇએસઆઇ વિભાગ પાસે 80 હજાર કરોડનો ફંડ છે તેનો ઉપગોગ વેક્સિનેશન માટે થવો જોઇએ.
    -ઉદ્યોગકારો શ્રમ આયુક્ત વેરો પણ ભરે છે.
  • રાજ્યના લેબર વેલફેર બોર્ડ પાસે કરોડો રૂપિયાનું ફંડ છે, તેનો ઉપયોગ વેક્સિન આપવા માટે શા માટે થતો નથી?

Most Popular

To Top