મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે રાજ્યમાં તા .1 જૂન સુધી લોકડાઉન (lock down) વધાર્યું છે. લોકડાઉન વધારવાની સાથે કોરોના ચેઇન (to break corona chain)ને તોડવા માટે કેટલાક નવા નિયમો જૂના નિયમોમાં ઉમેરવામાં આવ્યાં છે. હાલમાં 15 મે સુધી રાજ્યમાં લોકડાઉન અમલમાં છે. મહારાષ્ટ્ર આવતા તમામ લોકો માટે આરટીપીઆરનો નેગેટિવ રિપોર્ટ (rt-pcr report) લાવવો ફરજિયાત રહેશે. જે મહારાષ્ટ્રમાં પ્રવેશના 48 કલાક પહેલા હોવું જોઈએ.
આ નિયમ અગાઉ કોરોના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી આવતા લોકોને લાગુ હતો પરંતુ હવે તે દેશભરમાંથી આવતા નાગરિકોને લાગુ કરવામાં આવ્યો છે. દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. તે જ સ્થળેથી મોતનાં કેસ પણ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાને કારણે 816 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી કર્ણાટકમાં 516, ઉત્તર પ્રદેશમાં 326, દિલ્હીમાં 300, તમિલનાડુમાં 293, પંજાબમાં 193, હરિયાણામાં 165, રાજસ્થાનમાં 164, છત્તીસગઢમાં 153, ગુજરાતમાં 102 અને ઉત્તરાખંડમાં 109 લોકોનાં કોરોનાથી મોત થયાં છે.
અગાઉ, મહારાષ્ટ્ર સરકારે 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી પ્રતિબંધની ઘોષણા કરી હતી, ત્યારબાદ તેને વધારવામાં આવી રહ્યું છે. જો આપણે અન્ય રાજ્યોની વાત કરીએ તો ઝારખંડ સરકારે મીની લોકડાઉન (આરોગ્ય સુરક્ષા સપ્તાહ) આગામી બે અઠવાડિયા માટે વધારી દીધું છે. હવે તે 27 મેના રોજ સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ સાથે, 16 મેના રોજ સવારે છ વાગ્યા પહેલાં પહેલેથી જારી કરાયેલ પ્રતિબંધો ઉપરાંત, ચાર નવા પ્રતિબંધો પણ અમલમાં રહેશે.
આ તમામ પ્રતિબંધો યુપી (up) અને ગુજરાત (Gujarat) સહિતના રાજ્યોમાં પણ છે આ અંતર્ગત, વરરાજા સહિતના મહત્તમ 11 લોકોની હાજરીમાં, લગ્ન ફક્ત તેમના ઘરે અથવા કોર્ટમાં જ કરવામાં આવશે. આ પ્રસંગે કોઈપણ પ્રકારની ઘટના પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના 36 શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નિર્ણય લેવાયો છે.
8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના 8 થી સવારના 6 વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યા છે. તા. 12મે-2021 થી તા.18 મે-2021 સુધી દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.