કોહલી, ઇશાંત, પૂજારા, શિખર ધવન, ઉમેશ યાદવ અને અજિંક્ય રહાણે સહિત અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયાના છ ખેલાડીઓને કોરોના રસી આપવામાં આવી છે.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમ (INDIAN CRICKET TEAM)ના ખેલાડીઓ (PLAYERS)મા કોરોના (CORONA)સામે બચાવ કરતી વેકસીન (VACCINE) મુકાવવાની જાણે કે હોડ જામી છે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (CAPTAIN KOHLI) અને ઝડપી બોલર ઇશાંત શર્મા (ISHANT SHARMA) અને તેની પત્ની તેમજ ચેતેશ્વર પુજારા (C PUJARA) અને તેની પત્નીએ સોમવારે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો.
અત્યાર સુધીમાં ભારતીય ટીમના કુલ છ ખેલાડીઓએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.
કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે કૃપા કરીને જેમ બને તેમ ઝડપથી રસી લો અને સુરક્ષિત રહો. જ્યારે ઇશાંત શર્માએ પોતાની પત્ની પ્રતિમા સાથે રસીકરણ કેન્દ્ર પરથી પોતાની એક સેલ્ફી પોસ્ટ કરીને ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે આ રસી માટે હું તમામ એસેન્સિઅલ વર્કર્સનો આભારી છું. સિવિધા અને મેનેજમેન્ટને સુચારુ ઢબે ચાલતું જોઇને ખુશ છું. તમે બધા પણ ઝડપથી રસી મુકાવો. પુજારાએ પણ પોતાની પત્ની સાથે વેકસીનનો ડોઝ લેતો ફોટો ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું હતું કે પુજા અને હુંએ વેક્સીનનો પ્રથમ ડોઝ આજે લઇ લીધો છે. તમને બધાને પણ એમ કરવાની અપીલ છે.
આ પહેલા ભારતીય ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણે (RAHANE), ઝડપી બોલર ઉમેશ યાદવ (UMESH YADAV) તેમજ ઓપનર શિખર ધવને વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. ભારતીય ટીમ 2 જૂને ઇંગ્લેન્ડ પ્રવાસે રવાના થશે. જ્યાં તેઓ ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ તેમજ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સીરિઝ મળીને કુલ છ ટેસ્ટ રમશે. બીસીસીઆઇને એવી આશા છે કે ઇંગ્લેન્ડ પ્રવાસે જનારા ખેલાડીઓને અહીંથી રવાના થતાં પહેલા કોરોના વેક્સીનનો પહેલો ડોઝ મુકાઇ જશે. તમામને કોરોના વેક્સીનનો બીજો ડોઝ ઇંગ્લેન્ડ પ્રવાસમાં મુકાશે.