Sports

IPL 2021 : રાજસ્થાન રોયલ્સ સામે જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ મેદાને પડશે

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુરૂવારે અહીં રાજસ્થાન રોયલ્સ (RAJSTHAN ROYALS) સામે જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ (MUMBAI INDIANS) મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો પોતાના મિડલ ઓર્ડરની નબળાઇને દૂર કરીને વિજયના માર્ગે પરત ફરવાનો રહેશે. મુંબઇ સતત બે મેચ હાર્યા પછી આ મેચ રમવા માટે ઉતરી રહ્યું છે. છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ (PUNJAB KINGS) સામે 9 વિકેટે હાર્યા પછી હવે તે દિલ્હીમાં રમાનારી મેચોમાં નવેસરથી શરૂઆત કરવા માગશે.

સંજૂ સેમસન(SANJU SAMSAN)ની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ત્રણ મેચ હારી છે, જો કે પોતાની છેલ્લી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે છ વિકેટે જીતીને તેઓ હવે દિલ્હી ખાતે રમાનારી આ મેચમાં પોતાનું આગલી મેચનું પ્રદર્શન દોહરાવવા માગશે. મુંબઇ માટે સમસ્યા એ છે કે તેના મિડલ ઓર્ડરમાં હાર્દિક પંડ્યા અને કિરોન પોલાર્ડ પોતાની ક્ષમતા અનુસારનું પ્રદર્શન કરી શક્યા નથી, તો વળી સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશન પણ સાતત્ય જાળવી શક્યા નથી.

સામે પક્ષે રાજસ્થાનની પોતાની ઘણી વિટંબણાઓ છે. તેઓ હજુ સુધી યોગ્ય ઓપનર શોધી શક્યા નથી, મનન વોહરા ત્રણ મેચમાં અને યશસ્વી જયસ્વાલ એક મેચ રમ્યા છે. એવુ્ં લાગે છે કે જયસ્વાલને હજુ તક અપાશે. જો તેમણે જીતવું હશે તો જોસ બટલરે મોટી ઇનિંગ રમવાની જરૂર છે, સાથે જ સંજૂ સેમસને સાતત્ય જાળવી રાખવું પડશે. શિવમ દુબે, ડેવિડ મિલર અને રિયાન પરાગે પણ પોતાનું યોગદાન આપવું જરૂરી છે. બોલિંગમાં ગુજરાતનો યુવા બોલર ચેતન સાકરિયા મહત્વપૂર્ણ રહ્યો છે.

Most Popular

To Top