National

કોવિડના સુઓમોટો કેસ સામે વકીલોની ટીકાથી સુપ્રીમ કોર્ટ નારાજ : આનાથી ન્યાય પાલિકાનો નાશ થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી(pm modi)એ તાજેતરમાં કોવિડ(covid)ના સૌથી વધુ કેસ ધરાવતા 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર ઉચ્ચ-સ્તરીય બેઠક(high level meeting)ની અધ્યક્ષતા કરી હતી જેમાં તેમણે રાજ્યોને એક બીજા સાથે સહકાર અને સંકલનથી કામ કરવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે જો આપણે એક રાષ્ટ્ર તરીકે કામ કરીશું તો કોઇ સંસાધનોની તંગી ઉભી નહીં થાય.

આ બેઠકમાં વડા પ્રધાને જાણકારી મેળવી હતી કે, વાયરસ (corona virus) કેટલાંક રાજ્યો અને ટિઅર 2 અને ટિઅર 3 શહેરોમાં ફેલાયો છે. આ કારણે તેમણે સહિયારી તાકાત સાથે રોગચાળા સામે ખભેખભો મિલાવીને લડવા અને કામ કરવાની અપીલ કરી હતી. વડા પ્રધાન મોદીએ આ લડાઈમાં તમામ રાજ્યોને સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આરોગ્ય મંત્રાલય રાજ્યોના સંપર્કમાં છે અને સ્થિતિ પર નજર રાખે છે તેમજ સમયેસમયે રાજ્યોને જરૂરી સલાહ આપે છે. વડા પ્રધાન મોદીએ ઓક્સિજનના પુરવઠા પર રાજ્યોએ ઉઠાવેલા મુદ્દાઓ ધ્યાનમાં લીધા હતા. તેમણે કહ્યું હતું કે, ઓક્સિજન(oxygen)નો પુરવઠો વધારવા માટે સતત પ્રયાસો ચાલુ છે. સરકારના તમામ સંબંધિત વિભાગો અને મંત્રાલયો પણ આ દિશામાં સંયુક્તપણે કામ કરી રહ્યાં છે. ઔદ્યોગિક ઓક્સિજનના પુરવઠાને પણ તાત્કાલિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વાળવામાં આવ્યો છે.

વડા પ્રધાન મોદીએ તમામ રાજ્યોને સંયુક્તપણે કામ કરવા તથા દવાઓ અને ઓક્સિજન સાથે સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવા એકબીજા સાથે સંકલન સ્થાપિત કરવાની વિનંતી કરી હતી. તેમણે રાજ્ય સરકારોને ઓક્સિજન અને દવાઓની સંગ્રહખોરી અને કાળા બજારને નિયંત્રણમાં લેવા પણ અપીલ કરી હતી. વડા પ્રધાનએ કહ્યું હતું કે, દરેક રાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું પડશે કે કોઈ પણ રાજ્ય માટે ઓક્સિજન લઇને જતા ટેંકરને રોકવામાં ન આવે કે એ ક્યાંય ફસાઈ કે અટકી ન જાય. તેમણે રાજ્ય સરકારોને રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજનનું પરિવહન કરવા ઉચ્ચ-સ્તરીય સંકલન સમિતિ સ્થાપિત કરવા માટે અપીલ કરી હતી. આ સંકલન સમિતિએ સુનિશ્ચિત કરવું પડશે કે, કેન્દ્ર સરકાર પાસેથી ઓક્સિજનની ફાળવણી મળતાની સાથે એ તાત્કાલિક ધોરણે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં જરૂરિયાત મુજબ ઓક્સિજન પૂરો પાડી શકે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઓક્સિજન ટેંકરના પ્રવાસ અને ટર્નએરાઉન્ડનો સમય ઘટાડવા શક્ય તમામ વિકલ્પો પર કામ કરી રહી છે. આ માટે રેલવેએ ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરી છે. ઓક્સિજનના ખાલી ટેંકરનું પરિવહન વાયુદળ દ્વારા પણ થઈ રહ્યું છે, જેથી એના વન વે પ્રવાસનો સમય ઘટે.વડા પ્રધાને કહ્યું હતું કે, સંસાધનોને વધારે મજબૂત કરવાની સાથે આપણે પરીક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમણે ભાર મૂક્યો હતો કે, મોટી સંખ્યામાં પરીક્ષણ હાથ ધરવું ડશે, જેથી લોકોને સરળતાપૂર્વક સુવિધા મળે. વડા પ્રધાનએ જણાવ્યું હતું કે, આ સ્થિતિમાં આપણું રસીકરણ અભિયાન ધીમું પડવું ન જોઈએ. વડા પ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારતમાં દુનિયાનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચાલે છે અને અત્યાર સુધી ભારત સરકારે રાજ્ય સરકારોને રસીના 13 કરોડથી વધારે નિઃશુલ્ક ડોઝ પ્રદાન કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, 1 મેથી 18 વર્ષથી વધારે વય ધરાવતા તમામ નાગરિકો માટે રસી ઉપલબ્ધ થશે. આપણે વધુને વધુ લોકોને રસી મળે એ માટે યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર પડશે.

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, દર્દીઓની સારવાર માટે તમામ પગલાંની સાથે હોસ્પિટલની સલામતી પણ અતિ મહત્વપૂર્ણ છે. તાજેતરમાં હોસ્પિટલોમાં ઓક્સિજન લીકેજ અને આગ લાગવાની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના વહીવટી સ્ટાફને સલામતીની આચારસંહિતા વિશે વધારે જાગૃત કરવાની જરૂર પડશે.

Most Popular

To Top