SURAT

સુરતમાં સરસાણા સ્થિત ઓક્સિજનની સુવિધા સાથે 544 બેડનું કોવિડ કેર સેન્ટર ખુલ્લું મુકાશે

સુરત. સુરત(surat)માં વધતી જતી કોવિડ-19 (covid-19)ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ચેમ્બર (chamber of commerce) અને સાર ઈન્ફ્રાકોન દ્વારા સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર SMCને કોવિડ કેર સેન્ટર (covid care center) તાત્કાલિક ધોરણે ઊભું કરવા સોંપવામાં આવ્યું છે. આ કોવિડ કેર સેન્ટર ઓક્સિજન(oxygen)ની સુવિધા સાથે 544 બેડનું રહેશે. ત્રણ દિવસમાં કન્વેન્શન સેન્ટરને કોવિડ કેર સેન્ટર તરીકે લોકોની સેવા માટે ખુલ્લું મુકાશે.

આ અંગે ચેમ્બરના પ્રમુખ (president) દિનેશ નાવડિયા તથા સાર ઈન્ફ્રાકોનના ચેરમેન ભરતભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, ચેમ્બર પાસે આટલી વિશાળ જગ્યા હોય આવા જરૂરિયાતના સમયે શહેરના નાગરિકોને વધારાની વ્યવસ્થા મળી રહે તથા સરકારી તંત્રને પણ આવી વિપરીત પરિસ્થિતિમાં સમયસર પહોંચી વળવા માટે એક અગત્યની સુવિધા મળી રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેમ્બરની વિનંતીને ધ્યાનમાં રાખીને ભૂતપૂર્વ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન અને વર્તમાન મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે આ સેન્ટરની મુલાકાત લઈ આજે રાત્રિથી જ કોવિડ કેર સેન્ટરની સુવિધાઓ ઊભી કરવા માટે સૂચના આપી હતી.

ચેમ્બર દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષ વર્ધનને તમામ વયના કારીગરોને વેક્સિનેશ રજૂઆત કરવામાં આવી

ચેમ્બર દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ.હર્ષ વર્ધનને તમામ વયના ઔદ્યોગિક કારીગરોને વેક્સિન આપવા માટે રજૂઆત કરી હતી. મોટાભાગના ઔદ્યોગિક કારીગરો, વ્યાપારીઓ અને ધંધાર્થીઓની ઉંમર ૧૮ વર્ષથી ૫૦ વર્ષ સુધીની હોય છે. આ સંજોગોમાં હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ૪૫ વર્ષથી ઉપરની ઉંમરનાને જ વેક્સિન લેવાની સંમતિથી મોટી સમસ્યા ુભી થાય તેમ છે. ખાસ કરીને ઔદ્યોગિક પ્રવૃતિમાં જોડાયેલ કારીગરોને ફ્રન્ટ લાઈન વર્કર ગણી તાત્કાલિક વેક્સિનેશન પૂરૂ પાડવામાં આવે તો કોવિડની ચેઈનને આપણે અટકાવી શકીએ છીએ.

Most Popular

To Top