સુરત: 3 કૃષિ કાયદાઓને લઈ મહિનાઓથી ખેડૂતો આંદોલન (FARMER PROTEST) કરી રહ્યાં છે ત્યાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર લિમિટેડ સહિતની ખાતર ઉત્પાદક (FERTILIZER PRODUCTION) સહકારી કંપનીઓએ આઝાદી પછી પ્રથમવાર ખાતરના ભાવોમાં 50 કિલોની એક ગુણીએ 600 થી 700 રૂપિયા સુધીનો વધારો (PRIZE HIKE) કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતોએ દક્ષિણ ગુજરાતના ભાજપના ખેડૂત અગ્રણી અને કોટન ફેડરેશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જયેશ એન.પટેલ (દેલાડ)ને રજૂઆત કરતાં તેમણે કેન્દ્રના કૃષિમંત્રી પુરુષોત્તમ રૂપાલાને આ ભાવ વધારો પાછો ખેંચાવવા મધ્યસ્થી કરવા માંગ કરી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા(PETROL DIESEL PRIZE HIKE)નું કારણ આપીને આ ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જયેશ દેલાડે રજુઆત કરી હતી કે, ઇફકો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે જે ભાવ ખાતરના વધારવામાં આવ્યા છે.તે અયોગ્ય છે. તે નાના ખેડૂતોની ખરીદ શક્તિ બહારના છે. ઇફકોને આ ભાવ લાગુ કરતા સરકારે અટકાવી જોઈએ અને વ્યાજબી નવો ભાવ આપવો, જોઈએ. ડીઓપી પર 700 રૂપિયા, એનપીકે પર 615 અને એએસપી ખાતર પર સીધા 50 કિલોની ગુણી પર 375 રૂપિયા ભાવ વધારી દેવાયા છે. કૃષિ મંત્રીએ આ મામલે તપાસ કરી ઘટતું કરવાની ખાતરી આપી હતી.
1 ટન શેરડી પકવવા પાછળ 100 રૂપિયાનો ખર્ચ વધશે.
ઇફકો દ્વારા ખાતરના જે ભાવ વધારવામાં આવ્યા છે.તે અસહ્ય છે. વડાપ્રધાન એક તરફ ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા પ્રોત્સાહિત કરી રહ્યાં છે. ખેડૂતોની આવક બમણી કરવા તમામ આવકાર્ય પ્રયાસો કરી રહ્યાં છે તેમાં ખાતરનો ગેરવ્યાજબી ભાવ વધારો અવરોધક બનશે.1 ટન શેરડી પકવવા સામે ખેડૂતો પર 100 રૂપિયાનું ભારણ આવશે અમે કેન્દ્રીય કૃષિમંત્રી રૂપાલાનું દયાન દોર્યું છે તેમને મામલો જોવાની ખાતરી આપી છે. જયેશ દેલાડ (ડિરેક્ટર, કોટન ફેડરેશન ઓફ ઇન્ડિયા)
ખાતરની જૂની કિમત અને નવી કિમતોમાં ફેરફાર
ખાતરનું નામ જૂનો ભાવ નવો ભાવ
ડીએપી 1200 1900
એનપીકે(12,32,16) 1185 1800
એનપીકે(10,26,26) 1175 1775
એએસપી(20,20,00,13) 975 1350
સલ્ફેટ 756 735