uncategorized

ભારતના આ સૌથી સુંદર બગીચા તમે જોયા છે???

ભારતમાં આમ તો ઘણાય ફરવા લાયક સ્થળ છે. જેને જોઈ તમારું મન મંત્રમુગ્ધ થઈ જશે. ગાર્ડન એક એવી જ્ગ્યા હોય છે જ્યાં લોકો શાંતિનું વાતાવરણ પણ મેળવી શકે, સુંદર નજારો પણ જોઈ શકે અને શુદ્ધ હવા પણ લઈ શકે. બગીચામાં ફરવાનું આમ તો બધાને જ ગમતું હોય છે ત્યારે આજે દર્પણ સ્પેશ્યલ અંતર્ગત આપણે જાણીશું ભારતના સૌથી સુંદર અને પ્રસિધ્ધ બગીચાઓ વિષે…

બોટેનિકલ ગાર્ડન, ઉંટી
ઉંટીના આ ગાર્ડનને 1847માં બનાવવામાં આવ્યું હતું. આ ગાર્ડનમાં 2000થી પણ વધુ છોડ- વૃક્ષોની વિદેશી પ્રજાતિઓ છે. આ ગાર્ડનની દેખરેખ તામિલનાડુ સરકારના હોર્ટીકલ્ચર ડીપાર્ટમેન્ટ કરે છે. અહી દર વર્ષે મેં મહિનાના અંતમાં ‘સમર ફેસ્ટીવલ’ ની ઉજવણી કરવામાં આવે છે જે ટુરિસ્ટ લોકોને ખુબ ગમે છે. આ ઉપરાંત ઉંટીમાં લીલી પાઉન્ડ અને એક કોર્ક વૃક્ષ પણ છે જે હજારો વર્ષ જુના છે.

પીન્જોર ગાર્ડન, ચંડીગઢ
જો તમે ચંડીગઢ જાઓ તો તમને આ ગાર્ડનમાં ફરવું ખુબ જ ગમશે. સ્થાનિક લોકો આ ગાર્ડનને ‘યાદવિન્દ્રા’ના નામે ઓળખે છે. પીન્જોર ગાર્ડનએ ચંડીગઢનું ફેમસ ફરવા લાયક સ્થળ છે. આ ગાર્ડનમાં સુંદર ફાઉંટેન પણ છે. પીન્જોર ગાર્ડનમાં ફરવા માટે સૌથી બેસ્ટ સમય જુન છે, કારણ કે અહી એ દિવસોના વૈશાખીનો તહેવાર હોય છે.

નિશાત બાગ, શ્રીનગર
આ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ગાર્ડન છે. આ ગાર્ડનને ૧૬૩૩-૩૪ માં મુગલ શાસકોએ બનાવ્યું હતું. આ ગાર્ડનમાં જતા તમને આનંદનો અનુભવ થાય છે. સાથે જ આ ગાર્ડનમાં તમે લેકની ખૂબસુરતીને પણ નિહારી શકો છો. આ ગાર્ડનમાં મુગલ મંડપ અને ભવ્ય પહાડોની કારીગરીના નમૂનાઓ પણ જોઈ શકો છો. આ સીડીદાર ગાર્ડનની એક બાજુમાં લેકની ખૂબસુરતી છે તો બીજી તરફ હિમાલયની શ્રુંખલા આવેલ છે.

ગુલાબ બાગ, ઉદયપુર
ગુલાબ બાગને ‘સજ્જન નિવાસ’ ના નામે ઓળખવામાં આવે છે. આ ઉદયપુરનું સૌથી સુંદર અને મોટું ગાર્ડન છે. ઉદયપુરના આ ગાર્ડનને મહારાણા સજ્જન સિંહે 100 એકર જમીનમાં બનાવ્યું છે. આ ગાર્ડનની ગણતરી વિશ્વના સૌથી સુંદર ગાર્ડનમાં કરવામાં આવે છે. રાજસ્થાનનું સૌથી મોટું ગુલાબના ફૂલોનું ગાર્ડન છે. ગુલાબના સૌથી વધુ ફૂલ અહી હોવાથી આ ગાર્ડનનું નામ ગુલાબ ગાર્ડન રાખવામાં આવ્યું. આ ગાર્ડનમાં તમને ફૂલોની એવી વેરાઈટી જોવા મળે છે, જે બીજે ક્યાય જોવા નથી મળતી. જો તમને પ્રાકૃતિક સુંદરતા પસંદ હોય તો તમે ગુલાબ જઈ શકો છો.

વૃંદાવન ગાર્ડન, મૈસુર
આ ગાર્ડન એટલું બધું મોટું છે કે 20 લાખથી પણ વધારે લોકો અહી એકસાથે આવી શકે છે. આ ગાર્ડન મૈસુરથી 20 કી.મી દુર આવેલ છે. આ ગાર્ડન ભારતનું સૌથી આકર્ષક અને કર્નાટકનું સુંદર ટુરિસ્ટ પ્લેસ છે. આ ગાર્ડનને કાશ્મીરના શાલીમાર ગાર્ડનની જેમ મુગલ સ્ટાઇલમાં બનાવ્યું છે. આ ગાર્ડનમાં ફૂલોની ક્યારી, ફાઉન્ટેન અને ગ્રીન લોન ખુબ જ આકર્ષિત છે. તમે આ ગાર્ડનને જોઉં તો તમારું મન પણ મંત્રમુગ્ધ થઈ જશે. આ ગાર્ડનને સૌથી વધારે આકર્ષક બનાવે તો તે છે અહીનું ખાસ મ્યુઝિકલ અને ફાઉન્ટેન.

હેગિંગ ગાર્ડન, મુંબઈ
આ ગાર્ડન મુંબઈના માલાબીર હિલ્સની ઉપર આવેલ છે. આ ગાર્ડન કમલા નહેરૂ પાર્કની સામે જ આવેલ છે. ઉપરાંત અહી ફિરોજશાહ મેહતા ગાર્ડન પણ આવેલ છે, જે અરબ સાગરમાં સૂર્યના અદભૂત નઝારો પ્રકટ કરે છે. આ ગાર્ડનમાં1880થી પણ પહેલાનુ જળાશય છે. અહી અલગ અલગ રંગના ફૂલો અને વૃક્ષો છે. નાના બાળકો માટે આ આકર્ષણનું કેન્દ્ર છે. આ પાર્ક મુંબઈના લોકો માટે કઈક ખાસ જગ્યા ધરાવે છે અને અહીથી તમે મુંબઈની ગતિશીલ લાઈફ પણ જોઈ શકો છો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top