Sukhsar

બ્રેક ફેલ થતાં કાર 100 ફૂટ ખીણમાં ખાબકી, સદનસીબે મોટી દુર્ઘટના ટળી

ચૂંટણીના કામે આવેલા અરજદારની કાર ઢાળ પરથી સરકી ગઈ
સ્કોર્પિયો સાથે અથડામણ છતાં કોઈ જાનહાનિ નહીં, બંને પક્ષે સમજૂતીથી મામલો ઉકેલાયો

(પ્રતિનિધિ) સુખસર, તા.7
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની મામલતદાર કચેરી નજીક સોમવારે એક અકસ્માતની ઘટના બની હતી. માહિતી મુજબ એક અરજદાર ચૂંટણી સંબંધિત દસ્તાવેજોના કામ માટે મામલતદાર કચેરીએ આવ્યા હતા. તે દરમિયાન તેમની કારનું બ્રેક અચાનક ફેલ થતાં વાહન ઢાળ તરફ સરકી ગયું હતું અને અંદાજે 100 ફૂટ નીચે ખીણમાં ખાબકી ગયું હતું. આ દરમિયાન સ્કોર્પિયો કાર સાથે અથડામણ પણ થઈ હતી.
અકસ્માતમાં બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ નથી. ઘટનાને પગલે બંને પક્ષોએ સ્થાનિક સ્તરે સમજૂતીથી મામલો ઉકેલી લીધો હોવાથી કોઈ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી.
હાલમાં ચૂંટણી સંબંધિત દસ્તાવેજોની પ્રક્રિયા ચાલી રહી હોવાથી મામલતદાર કચેરી ખાતે વાહનોની અવરજવર વધી ગઈ છે. આવી પરિસ્થિતિમાં વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત જણાઈ રહી છે.

રિપોર્ટર: બાબુભાઈ સોલંકી

Most Popular

To Top