Vadodara

વિજ્ઞાન પ્રવાહમાં ધો.12 જીવ વિજ્ઞાનની છેલ્લી ઘડીની તૈયારી કેવી રીતે કરશો ?

ફોકસ,હાર્ડવર્ક અને પોઝિટિવ માઈન્ડસેટથી 12 સાયન્સમાં ટોપ પરિણામ મેળવવું શક્ય

છેલ્લા 5 વર્ષના પેપર્સ સોલ્વ કરવાથી પરીક્ષાની પેટર્ન સમજાશે,રોજે રોજનું રિવિઝન કરશો તો પરીક્ષા પહેલા સ્ટ્રેસ ઓછો રહેશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 16 માર્ચ સોમવારના રોજ જીવવિજ્ઞાનનું પેપર છે. જીવવિજ્ઞાન (બાયોલોજી) ના પેપરમાં સારા માર્ક્સ મેળવવા માટે લખાણની શૈલી અને આકૃતિઓ સૌથી વધુ મહત્વ ધરાવે છે. આ વિષયમાં થીયરી લાંબી હોઈ શકે છે, તેથી સમયનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું તે માટે એજ્યુકેશન નિષ્ણાંત રવિ વઢવાણાએ વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વની બાબત જણાવી છે.

જીવવિજ્ઞાનમાં આકૃતિએ જવાબનો આત્મા છે. પેન્સિલનો ઉપયોગ તો આકૃતિ હંમેશા શાર્પ પેન્સિલથી જ દોરો. નામ-નિર્દેશનમાં આકૃતિની જમણી બાજુએ સીધી લીટીમાં નામ નિર્દેશન કરવાનો આગ્રહ રાખો આનાથી પેપર ખૂબ જ સુઘડ દેખાય છે. સેક્શન મુજબ ટાઈમ મેનેજમેન્ટ પાર્ટ-B થીયરીમાં જીવવિજ્ઞાનનું પેપર સામાન્ય રીતે 50 માર્ક્સની થીયરી ધરાવે છે. વિભાગ A જેમા કુલ 8 પ્રશ્નો લખવાના હોય છે. દરેક પ્રશ્ન માટે 4 થી 5 મિનિટ આપો. કુલ 35-40 મિનિટ. જવાબ ટૂંકા અને મુદ્દાસર હોવા જોઈએ. વિભાગ Bમાં કુલ 6 પ્રશ્નો લખવાના હોય છે. દરેક પ્રશ્ન માટે 7 થી 8 મિનિટ આપો કુલ 45 મિનિટ. અહીં આકૃતિ અથવા ફ્લો-ચાર્ટ બનાવવો ફાયદાકારક રહેશે. વિભાગ Cમાં કુલ 4 પ્રશ્નો સવિસ્તાર લખવાના હોય છે. દરેક પ્રશ્ન માટે 10 થી 12 મિનિટ આપો એટલે કુલ 40 મિનિટ. પેપર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં ટેકસબુક ફોકસ કરો બાયોલોજીમાં વધારે પ્રશ્નો સીધા ટેકસબુક માંથી આવે છે. એટલે દરેક ચેપ્ટર ધ્યાનથી વાંચો. ડાયેગ્રામ પ્રેક્ટિસ કરો ડીએનએ સ્ટ્રક્ચર, હ્યુમન રીપ્રોડક્શન જેવા ડાયેગ્રામ સારી રીતે પ્રેક્ટિસ કરો અને પરીક્ષામાં નેટ દોરો. શોર્ટ નોટ્સ બનાવો, દરેક ચેપ્ટરના મેઈન પોઈન્ટ્સ અને ડેફીનેશન્સ શોર્ટ નોટ્સમાં લખો જેથી રિવિઝન ઝડપી થાય. પ્રેવીયસ પેપર સોલ્વ કરો,છેલ્લા 5 વર્ષના પેપર્સ સોલ્વ કરવાથી પરીક્ષાની પેટર્ન સમજાશે. રેગ્યુલર રિવિઝન કરો, રોજે રોજનું રિવિઝન કરશો તો પરીક્ષા પહેલા સ્ટ્રેસ ઓછો રહેશે. સક્સેસ માટે ફક્ત મહેનત નહીં પરંતુ સ્માર્ટ સ્ટડી પણ જરૂરી છે. યોગ્ય તૈયારી અને આત્મવિશ્વાસ સાથે વિદ્યાર્થીઓ ચોક્કસ સફળતા મેળવી શકે છે. ફોકસ, હાર્ડવર્ક અને પોઝિટિવ માઈન્ડસેટથી 12 સાયન્સમાં ટોપ પરિણામ શક્ય છે.

સામાન્ય વિદ્યાર્થી પણ કમ્પ્યુટર વિષયમાં સારો સ્કોર કરી શકશે તે પ્રકારનું પેપર :

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કમ્પ્યુટર પરિચય (331) નું થિયરી વિષયનું પેપર ખુબજ સરળ અને પાઠ્ય પુસ્તક આધારીત હતું. જે વિદ્યાર્થીએ પાઠ્ય પુસ્તક આધારિત તૈયારી કરી હશે અને પ્રાયોગીક કાર્ય પર પણ યોગ્ય રીતે ધ્યાન આપ્યું હશે,તેમને આજનું પેપર ખુબ જ સરળ લાગ્યું હશે. મારા મતે ચાલુ વર્ષે 100 માંથી 100 માર્કસ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હશે, અને સામાન્યમાં સામાન્ય વિદ્યાર્થી પણ કમ્પ્યુટર વિષયમાં સારો સ્કોર કરી શકશે તે પ્રકારનું પેપર હતું, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કમ્પ્યુટર વિષયનો કોર્સ એક સમાન જ હોય છે. પરિણામે જે વિદ્યાર્થીઓએ 11 માર્ચના રોજ થયેલ વિજ્ઞાન પ્રવાહના પેપરનો અભ્યાસ કર્યો હશે તો તેમને આજના પેપરમાં પાંચ પ્રશ્નો સમાન લાગ્યા હશે. મોટાભાગના વિદ્યાર્થીઓએ તો માત્ર 60 મિનિટમાં જ પેપર પૂર્ણ કરી દીધું હતું. : મયુર ભુસાવળકર,શિક્ષક

Most Popular

To Top