જોઈને ફેન્સ બોલ્યા , OG અક્ષય પાછો આવ્યો!
હોરર અને કોમેડીનો જબરદસ્ત મિક્સ , રહસ્યમય ‘વધુસુર’ અને જૂની હવેલીનો ડરામણો સસ્પેન્સ
‘ભૂત બંગલા’નો 1 મિનિટ 23 સેકન્ડનો ટીઝર દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જગાવી રહ્યો છે. ટીઝરની શરૂઆત મંગલપુર નામના શહેરમાં આવેલી એક રહસ્યમય જૂની હવેલીથી થાય છે, જ્યાં વર્ષોથી કોઈ લગ્ન નથી થતા. આ અજાણી વાત પાછળ શું રહસ્ય છે તે જાણવા લોકો વચ્ચે ચર્ચા શરૂ થાય છે.
ટીઝરમાં વારંવાર એક પ્રશ્ન સંભળાય છે , “વધુસુર કોણ છે?” આ રહસ્યમય પાત્ર ફિલ્મની કહાનીનું કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ ફિલ્મના કલાકારો એક પછી એક દેખાય છે અને અંતે ટીઝર દર્શકોને સંદેશ આપે છે “Get ready for Laughter, Screams and Surprises.”
ટીઝરના અંતિમ દ્રશ્યમાં એક જૂના વૃક્ષમાંથી ભૂતના હાથ બહાર આવતા દેખાય છે, જે ફિલ્મમાં હોરર તત્વને વધુ મજબૂત બનાવે છે. ઘણા દર્શકોને ટીઝરના કેટલાક દ્રશ્યોમાં Bhool Bhulaiyaa જેવી ફીલિંગ આવી હોવાનું સોશિયલ મીડિયા પર કહેવામાં આવ્યું છે.
ફિલ્મમાં અક્ષય કુમાર સાથે Tabu, Wamiqa Gabbi, Jisshu Sengupta, Mithila Palkar, Rajesh Sharma અને દિવંગત Asrani જેવા કલાકારો પણ જોવા મળશે.
ખાસ વાત એ છે કે અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી અગાઉ Hera Pheri, Garam Masala, Bhool Bhulaiyaa અને Khatta Meetha જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે. તેથી ફેન્સને ફરી એક વખત જબરદસ્ત હાસ્ય અને મનોરંજનની અપેક્ષા છે.
આ ફિલ્મ પહેલા મે 2026માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની નવી રિલીઝ તારીખ 10 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર Dhurandhar: The Revenge (અભિનેતા Ranveer Singh)ની રિલીઝ પછી માત્ર ત્રણ અઠવાડિયામાં જ થિયેટરમાં આવશે.
હવે જોવાનું રહ્યું કે અક્ષય કુમારની આ હોરર-કોમેડી ફરીથી ‘ભૂલ ભુલૈયા’ જેવી બ્લોકબસ્ટર સાબિત થાય છે કે નહીં.