Trending

The Hundred ઓક્શનમાં અબરાર અહેમદ પર લાખો પાઉન્ડની બોલી

પાકિસ્તાનનો સ્પિનર ‘ઇન્ડિયન ટીમ’માં! બધાને ચોંકાવે તેવી ડીલ

ઇંગ્લેન્ડની લોકપ્રિય 100 બોલની લીગ The Hundred ના ઓક્શનમાં એક એવો સોદો થયો છે જેને ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે. પાકિસ્તાનના મિસ્ટ્રી લેગ-સ્પિનર Abrar Ahmed ને ઇન્ડિયન માલિકીની ટીમ Sunrisers Leeds એ 1.90 લાખ પાઉન્ડ (લગભગ ₹2.5 કરોડ)માં ખરીદી લીધો છે.

ભારત-પાકિસ્તાન વચ્ચેના રાજકીય તણાવને કારણે ઘણા લોકો માનતા હતા કે ઇન્ડિયન માલિકીની ટીમો પાકિસ્તાની ખેલાડીઓને સાઇન નહીં કરે, પરંતુ આ ડીલ એ તમામ અટકળોને ખોટી સાબિત કરી દીધી.

ઓક્શનમાં રસપ્રદ બિડિંગ વોર : 27 વર્ષીય અબરાર અહેમદ માટે બોલી 1.30 લાખ પાઉન્ડથી શરૂ થઈ હતી. Sunrisers Leeds એ શરૂઆતથી જ રસ બતાવ્યો અને પછી સ્પર્ધક ટીમ Trent Rockets સાથે બિડિંગ વોર શરૂ થઈ. અંતે Sunrisers Leeds એ 1.90 લાખ પાઉન્ડની મોટી બોલી લગાવી અબરારને પોતાની ટીમમાં સામેલ કરી લીધો.

અબરાર 2024માં આંતરરાષ્ટ્રીય T20 ડેબ્યૂ કર્યા પછી પાકિસ્તાન માટે 38 T20 મેચમાં 52 વિકેટ લઇ ચૂક્યો છે અને તેની ઇકોનોમી 6.67 છે. તેની ‘મિસ્ટ્રી સ્પિન’ માટે તે ખૂબ ચર્ચામાં રહે છે.

અન્ય પાકિસ્તાની ખેલાડીઓનું શું થયું? : આ ઓક્શનમાં કેટલાક મોટા પાકિસ્તાની નામો નિરાશ થયા.
Shaheen Shah Afridi એ ઓક્શનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું.
Shadab Khan અને Haris Rauf ને કોઈ ખરીદદારો મળ્યા નહીં.
પાકિસ્તાનના ઉસ્માન તારિકને Birmingham Phoenix એ 1.40 લાખ પાઉન્ડમાં સાઇન કર્યો.

સૌથી મોંઘો ખેલાડી કોણ? : ઓક્શનના પહેલા ભાગમાં સૌથી મોટી કિંમત ઇંગ્લેન્ડના યુવા ઓલરાઉન્ડર James Coles ને મળી. તેને London Spirit એ 3.90 લાખ પાઉન્ડમાં ખરીદ્યો. આ દરમિયાન Joe Root ને Welsh Fire એ પોતાની ટીમમાં સામેલ કર્યો.

IPLમાં પાકિસ્તાની ખેલાડીઓ પર પ્રતિબંધ : ગૌરતલબ છે કે પાકિસ્તાની ખેલાડીઓને 2009 પછીથી Indian Premier League માં રમવાની મંજૂરી નથી. તેથી The Hundred માં ઇન્ડિયન માલિકીની ટીમે પાકિસ્તાની ખેલાડી ખરીદ્યો હોવાનો નિર્ણય ખાસ ચર્ચામાં છે.

The Hundred 21 જુલાઈથી 16 ઓગસ્ટ સુધી ઇંગ્લેન્ડમાં રમાશે, આ વખતે આ લીગ વધુ ચર્ચામાં રહેવાની સંભાવના છે.

Most Popular

To Top