• ફાયર ટીમે તાત્કાલિક પહોંચીને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી
• સદનસીબે કોઈ જાનહાની નહીં, ફાયર જવાનોની સમયસર કામગીરી
આણંદ:
આણંદ જિલ્લાના નાવલી ગામમાં ગઈકાલે સવારે એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થવાથી આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લઈ વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.
માહિતી મુજબ નાવલી ગામમાં રહેતા બળવંતભાઈ રોહિતના મકાનમાં ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાથી આગ લાગી હતી. આગ વધે તે પહેલાં જ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં કરી હતી.
આગ બુઝાવવાની કામગીરી દરમિયાન ફાયર ઓફિસર ધર્મેશ ગોર, ફાયર ડ્રાઈવર હિતેન ઠાકોર, તેમજ ફાયર મેન મહિન્દ્રસિંહ રાઠોડ, મીતુલ પરમાર, અરબાજ મલેક અને પ્રદીપ ડામોરે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી.