World

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈનું પહેલું નિવેદન, હોર્મુઝ જળમાર્ગ બંધ રાખવાની ચેતવણી

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ પદ સંભાળ્યા બાદ પોતાના પ્રથમ સત્તાવાર સંદેશમાં અમેરિકા અને ઈઝરાયલને આકરો સંદેશ આપ્યો છે. તેહરાન પર થયેલા ઈઝરાયલી હુમલાઓ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે ઈરાન પોતાની સુરક્ષા અને અખંડિતતા અંગે કોઈ સમજૂતી નહીં કરે અને હુમલાઓનો જવાબ આપતો રહેશે. તેમણે જણાવ્યું કે ઈરાન પોતાના શહીદો, ખાસ કરીને યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલા બાળકો અને નાગરિકોનો બદલો જરૂર લેશે. ખામેનેઈએ કહ્યું કે ઈરાન દુશ્મન દેશોના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનું ચાલુ રાખશે. જોકે આ સંદેશ દરમિયાન તેઓ કેમેરા સામે દેખાયા નહોતા. ઈઝરાયલી ઈન્ટેલિજન્સે અગાઉ દાવો કર્યો હતો કે યુદ્ધના શરૂઆતના હુમલાઓ દરમિયાન તેઓ ઘાયલ થયા હોઈ શકે છે.

મોજતબા ખામેનેઈએ જણાવ્યું કે ઈરાન પોતાના દુશ્મનો સામે જવાબી કાર્યવાહીથી પાછું નહીં હટે અને જરૂરી હોય તો સ્ટ્રેટ ઑફ હોર્મુઝને બંધ રાખશે. આ જળમાર્ગ વૈશ્વિક ઊર્જા સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે વિશ્વના અંદાજિત 20 ટકા ક્રૂડ ઓઈલ અને એલપીજી આ માર્ગથી પસાર થાય છે. તેથી તેમની આ ચેતવણી વૈશ્વિક ઊર્જા બજાર માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની ચેતવણી ખામેનેઈએ કહ્યું કે ઈરાન પર થયેલા હુમલાઓ દુશ્મનની કાયરતા દર્શાવે છે અને દેશ પોતાની રક્ષા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાનનો નિશાન અમેરિકન સૈન્ય ઠેકાણાઓ રહેશે અને જો જરૂરી પડશે તો ઈરાન અન્ય લશ્કરી વિકલ્પો પણ સક્રિય કરી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખાડી વિસ્તારમાં આવેલા અમેરિકન બેઝ બંધ થવા જોઈએ. જો આ ઠેકાણાઓનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ કરવામાં આવશે તો ઈરાન તેમને નિશાન બનાવવાનું ચાલુ રાખશે.

ઈરાનીઓથી એકતા દર્શાવવાની અપીલ નવા સુપ્રીમ લીડરે ઈરાની સૈન્ય અને સુરક્ષા દળોના પ્રયાસોની પ્રશંસા કરી અને દેશના લોકોને એકતા જાળવવાની અપીલ કરી. તેમણે નાગરિકોને દેશભરમાં યોજાતી રેલીઓમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અને બાહ્ય દબાણ સામે રાષ્ટ્રીય એકતા દર્શાવવા કહ્યું. તેમણે પોતાના સંબોધનના અંતે જણાવ્યું કે હાલનું સંઘર્ષ માત્ર સૈન્ય યુદ્ધ નથી, પરંતુ ઈરાનના રાષ્ટ્રીય સન્માન અને સુરક્ષા માટેની લડાઈ છે, અને દેશ પોતાના દુશ્મનો સામે જીત હાંસલ કરવા પ્રતિબદ્ધ છે.

Most Popular

To Top