ડિરેક્ટરે કહ્યું ‘જો આ Shah Rukh Khan ની ફિલ્મ હોત તો વિચારત
બોક્સ ઓફિસ પર ફરી એક મોટો ક્લેશ જોવા મળી રહ્યો છે. Pawan Kalyan સ્ટારર Ustaad Bhagat Singh અને Ranveer Singh ની મોસ્ટ અવેટેડ ફિલ્મ Dhurandhar: The Revenge (ધુરંધર 2) હવે એક જ દિવસે રિલીઝ થવા જઈ રહી છે. આ ટક્કર વિશે ફિલ્મના ડિરેક્ટર Harish Shankar એ ખુલીને પ્રતિક્રિયા આપી છે
એક ઈન્ટરવ્યુમાં હરિશ શંકરે કહ્યું કે ફિલ્મની રિલીઝ તારીખ નક્કી કરવાનો નિર્ણય તેમના હાથમાં નહોતો. તેઓએ સ્પષ્ટ કર્યું કે બોક્સ ઓફિસ પર એક સાથે બે-ત્રણ મોટી ફિલ્મો સફળ થઈ શકે છે. તેમણે Aditya Dhar વિશે પણ પ્રશંસા કરતા કહ્યું કે તેઓ ખૂબ જ પ્રતિભાશાળી ડિરેક્ટર છે. “મેં તેમની ફિલ્મ Uri: The Surgical Strike જોઈ છે. તે ખૂબ જ પ્રભાવશાળી ફિલ્મમેકર છે,” એમ હરિશે જણાવ્યું.ઉપરાંત તેમણે એ પણ કહ્યું કે બંને ફિલ્મોની જનર સંપૂર્ણપણે અલગ છે
તેમણે કહ્યું, “જો ધુરંધરની જગ્યાએ Shah Rukh Khan ની કોઈ મસાલા એન્ટરટેઇનર ફિલ્મ હોત, તો અમને લાગત કે આ અમારી ફિલ્મ જેવી જ છે અને ત્યારે અમે જરૂર વિચારત. પરંતુ ઉસ્તાદ ભગત સિંહ અને ધુરંધર 2 સંપૂર્ણપણે અલગ પ્રકારની ફિલ્મો છે.”ડિરેક્ટરે વધુમાં કહ્યું કે આ ફિલ્મ Pawan Kalyan સાથે લાંબા સમય પછી બની રહી છે, તેથી થોડું આંતરિક દબાણ તો હતું, પરંતુ ટીમને વિશ્વાસ છે કે પવન કલ્યાણના ફેન્સ મોટી સંખ્યામાં થિયેટરમાં આવશે
રિલીઝ ડેટ કેવી રીતે બદલાઈ? : મૂળ રીતે આ સ્લોટમાં Toxic: A Fairy Tale for Grown-Ups રિલીઝ થવાની હતી, જેમાં Yash મુખ્ય ભૂમિકામાં છે. પરંતુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે ફિલ્મ પોસ્ટપોન થતાં ઉસ્તાદ ભગત સિંહને આ તારીખ પર લાવવામાં આવી
હવે 19 માર્ચ (ઉગાદી) ના દિવસે આ ફિલ્મ ધુરંધર 2 સાથે સીધી ટક્કર કરશે
બંને ફિલ્મોની વાત : ઉસ્તાદ ભગત સિંહ 2016માં આવેલી Theri પરથી પ્રેરિત ફિલ્મ છે. તેમાં Sreeleela અને Raashii Khanna પણ જોવા મળશે. ફિલ્મનું સંગીત Devi Sri Prasad અને Thaman S એ આપ્યું છે. બીજી તરફ ધુરંધર: ધ રિવેન્જમાં Ranveer Singh ફરી એકવાર ભારતીય જાસૂસ હમઝા/જસ્કીરતના રોલમાં દેખાશે. ફિલ્મમાં R. Madhavan, Arjun Rampal અને Sanjay Dutt જેવા સ્ટાર્સ પણ છે. પહેલી ફિલ્મે વિશ્વભરમાં લગભગ ₹1300 કરોડનો ધમાકેદાર બિઝનેસ કર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે ઉગાદી પર થનારી આ મેગા બોક્સ ઓફિસ ક્લેશમાં કઈ ફિલ્મ બાજી મારી જાય છે