World

UAE દરિયાકાંઠે કન્ટેનર જહાજ પર રહસ્યમય હુમલો!જહાજ પર હુમલા બાદ તેલ લીકથી પર્યાવરણ એલર્ટ

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે United Arab Emirates (UAE)ના દરિયાકાંઠા નજીક એક કન્ટેનર જહાજ પર અજાણ્યા પ્રોજેક્ટાઇલથી હુમલો થયો હોવાનું બ્રિટનની સમુદ્રી સુરક્ષા એજન્સી UK Maritime Trade Operations (UKMTO)એ જણાવ્યું છે. હુમલા પછી જહાજના કાર્ગો ટાંકીમાંથી તેલ લીક થવા લાગ્યું છે, જેના કારણે પર્યાવરણ પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

એજન્સીના જણાવ્યા મુજબ, જહાજને એક “અજ્ઞાત પ્રોજેક્ટાઇલ” વાગ્યું હતું. ઘટનાના કારણે સમુદ્રમાં તેલ ફેલાતું હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, હુમલા માટે જવાબદાર કોણ છે તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે આ હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં Iranએ પોતાના વિસ્તારમાં થયેલા હુમલાઓના જવાબમાં United States અને Israel પર આરોપ લગાવી અનેક ગલ્ફ દેશો પર મિસાઈલ અને ડ્રોન હુમલાઓ શરૂ કર્યા છે. આ હુમલાઓ Bahrain, Qatar અને UAE સહિતના દેશોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડતા હોવાનું જણાવાયું છે.

આ વચ્ચે UAEના સૌથી મોટા તેલ રિફાઇનરી પર પણ અસર પડી છે. અબુધાબીના Ruwais Industrial City નજીક ડ્રોન હુમલા પછી આગ લાગી હતી. ત્યારબાદ સાવચેતીના પગલા તરીકે વિશ્વની ચોથી સૌથી મોટી સિંગલ-સાઇટ રિફાઇનરી ગણાતી Abu Dhabi National Oil Company (ADNOC)ની Ruwais રિફાઇનરીનું ઓપરેશન તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે.

ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા મુજબ, સુરક્ષા કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિફાઇનરી બંધ થવાથી વૈશ્વિક તેલ પુરવઠા પર અસર પડી શકે તેવી શક્યતા છે. તે જ સમયે Saudi Aramcoએ પણ ચેતવણી આપી છે કે જો મધ્ય પૂર્વમાં યુદ્ધ લાંબુ ચાલશે તો વિશ્વભરના તેલ પુરવઠા પર ગંભીર અસર પડી શકે છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને UAE સરકારે જણાવ્યું છે કે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો છ મહિનાનો સ્ટ્રેટેજિક સ્ટોક ઉપલબ્ધ છે. સરકારે બજારોમાં કિંમતો સ્થિર રહે અને પુરવઠો પૂરતો રહે તે માટે ખાસ મોનીટરીંગ પણ શરૂ કર્યું છે.

સરકારના કહેવા મુજબ, જ્યાં વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો હતો ત્યાં વધારાનો જથ્થો બજારમાં મોકલવામાં આવ્યો છે જેથી સપ્લાયમાં કોઈ અછત ન સર્જાય.

Most Popular

To Top