Trending

Incredible India’ કહી વિદેશીએ કરી ભારતની પ્રશંસા

હું તો શોક થઈ ગયો!” – ભારતની સસ્તી દવાઓ જોઈ વિદેશી આશ્ચર્યચકિત

ભારતમાં દવાઓના સસ્તા ભાવને લઈને એક વિદેશી યુવકનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના યુવક Carl Andrew Harte એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારત અને અમેરિકા-ઓસ્ટ્રેલિયા સહિત અન્ય દેશોમાં મળતી દવાઓના ભાવની તુલના કરી છે. આ વીડિયો સામે આવતા જ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વિડિયોમાં Carl Andrew Harte ભારતની એક લોકલ ફાર્મસીમાં જઈ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓના ભાવ બતાવે છે. તે વીડિયોમાં કહે છે કે ભારતમાં મળતી દવાઓ માત્ર ગુણવત્તાયુક્ત જ નથી, પરંતુ અન્ય દેશોની તુલનામાં ખૂબ જ સસ્તી પણ છે. તેણે કહ્યું કે અમેરિકામાં, યુરોપમાં અને ઓસ્ટ્રેલિયામાં લોકો દવાઓ ખરીદવા માટે ઘણી વધારે રકમ ખર્ચે છે, જ્યારે ભારતમાં તે જ દવાઓ બહુ ઓછી કિંમતમાં મળી જાય છે.

વિડિયોમાં તેણે ઉદાહરણ આપતા જણાવ્યું કે એન્ટીબાયોટિક દવા Amoxicillin ભારતમાં લગભગ ₹123માં મળી જાય છે, જ્યારે ડાયાબિટીસ માટે ઉપયોગમાં લેવાતી Metformin (Glucophage) જેવી દવા માત્ર ₹44 જેટલી કિંમતમાં ઉપલબ્ધ છે. આ ભાવ જોઈને તેણે કહ્યું કે જ્યારે તે આ દવાઓના ભાવ અમેરિકામાં અથવા ઓસ્ટ્રેલિયામાં મળતા ભાવ સાથે સરખાવે છે ત્યારે તે ખરેખર આશ્ચર્યચકિત થઈ જાય છે.

વિડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે પોતાના પ્રતિભાવ આપ્યા. ઘણા લોકોએ તેને સલાહ આપી કે જો તે સરકાર દ્વારા શરૂ કરાયેલા Jan Aushadhi કેન્દ્રોની મુલાકાત લેશે તો તેને એ જ દવાઓ વધુ સસ્તી કિંમતમાં મળી શકે છે. આ કેન્દ્રોમાં બ્રાન્ડેડ દવાઓની સરખામણીએ 50 થી 90 ટકા સુધી સસ્તી જનરિક દવાઓ ઉપલબ્ધ હોય છે.

કેટલાક યુઝર્સે કોમેન્ટ કરતા કહ્યું કે અમેરિકામાં લોકો દવાઓ માટે ખૂબ જ વધારે કિંમત ચૂકવે છે, જ્યારે અન્ય લોકોએ “Incredible India” કહી ભારતની સસ્તી અને અસરકારક દવાઓની પ્રશંસા કરી. આ વીડિયો બાદ ફરી એકવાર ભારતમાં ઉપલબ્ધ સસ્તી આરોગ્ય સેવાઓ અંગે ચર્ચા શરૂ થઈ છે.

Most Popular

To Top